બાકી શરીર કૈં નથી ચહેરો છે દોસ્તો
ઓળખ, અટક ને નામનો પહેરો છે દોસ્તો

માણસ સુધી તો કઈ રીતે પહોંચી શકે કોઈ
દેખાય તેથી પણ વધુ ગહેરો છે દોસ્તો
નયન દેસાઈ

શેર – રૂમી

अज मौतो हयात चंद पुरसी मन ?
खुर्शीद अज रौजनी दर अफतादो बेरफ्त ।

મોત અને હયાતી વિષે મને શું પૂછો છો ?
સૂર્ય[નો તડકો] એક બારીમાંથી આવ્યો અને નીકળી ગયો !

-રૂમી

બે લીટીમાં એક ઉપનિષદ છે !!!

5 Comments »

  1. perpoto said,

    January 13, 2013 @ 1:05 AM

    રૂમી બે અક્ષર..બે લીળીમાં ઉપનિષદ…

    On that sea came the wave,While the ship was taking form.From shipwreck no-one save.Returned to sea by that storm.

  2. perpoto said,

    January 13, 2013 @ 5:44 AM

    બે લીટીમાં ઉપનિષદ

    ઉગે સવારે
    સિસીફસ શૉ સૂર્ય
    આથમે સાંજે

  3. pragnaju said,

    January 13, 2013 @ 9:04 AM

    અદભૂત
    યાદ
    લાઈ હયાત આયે
    કજા લે ચલી ચલે,

  4. vijay joshi said,

    January 13, 2013 @ 10:36 AM

    યાદ.. મારું એક મુક્તક ….

    સૂર્ય વગર ઉજાસ નથી
    આત્મા વગર દેહ નથી
    જન્મ વગર મરણ નથી,
    મરણ વગર મોક્ષ નથી

  5. Anil Shah.Pune said,

    October 17, 2020 @ 12:47 AM

    જીવન ને મરણ ની શું વાત છે ખાનગી,
    અંહી પલકારામાં મૌસમ બદલાય છે,

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment