નથી માગવી – જિજ્ઞા ત્રિવેદી
નથી માંગવી શ્વાસની આજ ભિક્ષા,
કરીશું અમે જિંદગીની પ્રતીક્ષા.
સમય સાથ આપે ન આપે ભલે ને,
દુઆ સાથ અમને મળી આજ દીક્ષા.
સમયના બહાને વફાની અમારી,
ભલે દોસ્તો પણ કરી લે પરીક્ષા !
બધાં દોષ દુર્ગુણ નજરમાં સમાવી,
અમે જાતની પણ કરી છે સમીક્ષા !
ગઝલના નશામાં કહી આ ગઝલ તો,
અમોને કરી આકરી કેમ શિક્ષા ?
– જિજ્ઞા ત્રિવેદી
perpoto said,
January 18, 2013 @ 3:34 AM
વિવેક્ભાઇએ તો તમને બીરદાવ્યાં છે…અમોને કરી આકરી કેમ શિક્ષા?
ટ્રીટ કે ટ્રીક
હેલોવીન પાર્ટીમાં
પુછે છે શ્વાસો
DEV said,
January 18, 2013 @ 11:26 AM
ખુબ સુન્દર ર્જુઆત્
pragnaju said,
January 18, 2013 @ 11:27 AM
સરસ ગઝલ
ગઝલના નશામાં કહી આ ગઝલ તો,
અમોને કરી આકરી કેમ શિક્ષા ?
આ શેર વધુ ગમ્યો
Maheshchandra Naik said,
January 18, 2013 @ 4:10 PM
બધા જ શેરો મનભાવન બની રહે છે………………………
Suresh Shah said,
January 18, 2013 @ 8:14 PM
જિગ્નાબેન ની બીજી રચનાઓ જેમ આ પણ માણી.આસ્વાદ કરાવવા માટે આભાર.
નથી માગવી…. એક સુંદર મનભાવન રચના.
મનના ભાવો સાદ્રશ રીતે રજૂ કર્યા.
સુરેશ શાહ, સિંગાપોર
Harshad said,
January 18, 2013 @ 8:20 PM
Jignaben,
Bahut Khub!!
May God bless you and inspire you to create more and more Gazal like this.
With love and Ashish,
Harshad
sweety said,
January 22, 2013 @ 2:20 AM
સમય સાથ આપે ન આપે ભલે ને,
દુઆ સાથ અમને મળી આજ દીક્ષા.
બહુજ સરસ