તું હશે સારથિ જગતનો પણ
મારા ઘરને તો હું ચલાવું છું…!

છો ને ઊંચક્યો કદી તેં ગોવર્ધન,
જાતને રોજ હું ઉઠાવું છું.
સુનીલ શાહ

નથી – કિરીટ ગોસ્વામી

કોઈ વાતે માનવાનું તો નથી,
મન બીજાને ચાહવાનું તો નથી !

તોય લઉં છું રાહ જોવાની મજા :
કોઈ ઘરમાં આવવાનું તો નથી !

હું જ મારી આગમાં આખર બળીશ;
કોઈ તારું દાઝવાનું તો નથી !

સાવ કાચું લાગણીનું ફળ ખરે;
એ સમજથી પાકવાનું તો નથી !

ભાગ્ય મારું, બંધ પરબીડિયું ‘કિરીટ’,
કોઈ આવી વાંચવાનું તો નથી !

– કિરીટ ગોસ્વામી

સાંગોપાંગ આસ્વાદ્ય ગઝલ…

9 Comments »

  1. perpoto said,

    December 28, 2012 @ 1:52 AM

    કોઇ આવી વાંચવાનું તો નથી…છતાં અમે બધાં આ ગઝલ માણવાનો તો છીએ જ…

    આવે છે રોજ
    ઝાંક્વાનું તો નથી
    હું અને સ્વપ્નો

  2. Kalpana Pathak said,

    December 28, 2012 @ 8:55 AM

    લખી પણ ન શકાય એવી વિરહની પળૉમાથી થો…ડા બહાર આવ્યા પછીની લાગણીનો ખાર પાણીનો સ્ત્રાવ છે આ કવિતા.
    આભાર.
    અતિસુન્દર

  3. pragnaju said,

    December 28, 2012 @ 9:24 AM

    સાવ કાચું લાગણીનું ફળ ખરે;
    એ સમજથી પાકવાનું તો નથી !
    સરસ

    સૂર તો નથી પરંતુ સૂરનો ઉઘાડ છું
    ભાષા ન ઓળખે એ શબ્દનો પ્રકાર છું

  4. vijay joshi said,

    December 28, 2012 @ 11:17 AM

    યાદ આવ્યું એક હાઇકુ મારું

    કેદી તો નથી

    હસ્તરેખાઓ પાછળ,

    નસીબ મારું

  5. Shah Pravinchandra Kasturchand said,

    December 28, 2012 @ 12:35 PM

    ભલેને જીવન બંધ પરબિડિયું હોય;
    ખુલ્લા પુસ્તક જેમ વંચાવાનું તોય.

  6. dr.ketan karia said,

    December 29, 2012 @ 2:05 AM

    સરળતાથી હ્રદયમાં પ્રવેશી જાય તેવી ગઝલ

  7. Darshana bhatt said,

    December 29, 2012 @ 1:42 PM

    કોઈ ઘરમાં આવવાનું નથી….
    પણ ….ચિરંતન રાહ જોવાની વિરહ વ્યથા….
    હૃદય સ્પર્શી ભાવાભિવ્યક્તિ .

  8. P. P. M A N K A D said,

    December 31, 2012 @ 2:24 AM

    Very good poem. Congrats.

  9. Pravin Shah said,

    December 31, 2012 @ 11:16 PM

    ભાગ્ય મારું, બંધ પરબીડિયું ‘કિરીટ’,

    કિરીટ-કલ્પનો સુંદર રીતે અભિવ્યક્ત થયા છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment