દિવસો જ દોસ્ત જેમ અહીં આથમી ગયા,
સૂરજની જેમ નહીં તો અમે પણ ઊભા હતા !
શ્યામ સાધુ

ત્રણ ગોળીઓ – કીર્તિકુમાર પંડ્યા

આ દેશમાં
ગાંધી-હ્રદય-આરપાર
કોણ ગયું છે ?
સિવાય :
ત્રણ ગોળીઓ.

– કીર્તિકુમાર પંડ્યા

10 Comments »

  1. Gopal Patel said,

    September 6, 2007 @ 1:29 AM

    સત્ય હકીકત કહી જાય છે, દેશ માટે જેણે હ્રદય આપ્યું તેના માટે હ્રદયથી કોઈઍ ન વિચાર્યું.

  2. વિવેક said,

    September 6, 2007 @ 1:36 AM

    અદભુત કાવ્ય… વાંચતાની સાથે લોહી થીજી જતું અનુભવાય… કદાચ મેં વાંચેલું શ્રેષ્ઠ અછાંદસ કાવ્ય…!!

  3. Pinki said,

    September 6, 2007 @ 2:19 AM

    NO WORDS………………..

    શૂન્યમનસ્ક !!

    જાણે આપણા હૃદયમાં ગોળીઓ ધરબી દીધી……….

  4. Pinki said,

    September 6, 2007 @ 2:27 AM

    અકસ્માતે આજે જ ,
    ગાંધીજી પર જ એક રચના મૂકી છે
    પણ આ વાંચ્યા પછી લાગ્યું કે,
    કશું કોઇએ કહેવાની જરુર નથી
    બધુ સમાઇ ગયું
    આ ત્રણ ગોળીઓમાં…………

  5. Pranav said,

    September 6, 2007 @ 2:44 AM

    Great!
    ગાંધી માટે કરેલી નિરંતર – નાસીપાસ દલીલો નો જાણે આજે થાક ઊતર્યો….આમ તો વિવેકભાઈ ના opinion પછી કંઇ પણ લખવુ ગુસ્તાખી લાગે છે.

  6. Hiral Thaker - 'Vasantiful' said,

    September 6, 2007 @ 4:03 AM

    Excellent..!

    No more words for this…..!

  7. વિવેક said,

    September 6, 2007 @ 8:07 AM

    કવિએ દોરેલ શબ્દચિત્ર પણ એવું જ અનુપમ છે.

    ગાંધી-હૃદય-આરપાર

    – આ ત્રણ શબ્દોની વચ્ચે બે ડેશ મૂકીને હૃદયની આરપાર નીકળી જતી ત્રણ ગોળીઓનું જે શબ્દચિત્ર કવિ ઉપસાવી શક્યા છે એ પણ એટલું જ કાબિલ-એ-દાદ છે…

  8. વિવેક said,

    September 6, 2007 @ 8:40 AM

    ગાંધીજી વિશે લખાયેલ આવું જ એક અદભુત અને સાવ જ ટચુકડું પણ વાચકને શબ્દશઃ નિઃશબ્દ કરી દેતું એક કાવ્ય ધવલે જ બે વર્ષ પહેલાં લયસ્તરો પર મૂક્યું હતું, એ કેમ વિસરી જવાય?

    રાજઘાટ પર – હસમુખ પાઠક

  9. Chaitanya A Shah said,

    September 7, 2007 @ 1:21 AM

    ગાગર મા સાગર
    બહુ જ સરસ….

  10. Bhavna Shukla said,

    September 7, 2007 @ 9:45 AM

    બસ એજ એજ……. વિવેકભાઈ ના opinion પછી કંઇ પણ લખવુ ગુસ્તાખી લાગે છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment