રણ વિશે ગઝલ – રઈશ મનીઆર
(લયસ્તરો ટીમ તરફથી કવિ શ્રી રઈશ મનીઆરને
આજે એમના જન્મદિવસની ખૂબ ખૂબ વધાઈઓ)
*
રણ હવે ઘરથી શરૂ થઈ જાય છે,
રણ પછી ઘરમાં જ પૂરું થાય છે.
એક જગ્યાથી બીજે ઠલવાય છે…
રણ કદી ક્યાં કોઈથી સરજાય છે ?
રણ વિશેની આ સમજ બસ છે મને
રણ કદી ક્યાં કોઈને સમજાય છે ?
ને પુરાતન કાળના સૌ સાગરો
આખરે તો રણ બની સચવાય છે.
રણના નામે મુઠ્ઠીભર બસ રેત પણ…
રેત-શીશીમાં ગજબ ફૂંકાય છે.
ને તમે સાધો નિકટતા એ પછી
રણ સ્વયમ્ રણદ્વીપ પર લઈ જાય છે.
આ ‘રઈશ’માં રણ નથી, એવું નથી;
જો અગર રણ ક્યાંય છે, રણકાય છે !
– રઈશ મનીઆર
રણ વિશેની એક મજાની મુસલસલ ગઝલ આજે કવિના જન્મદિવસે માણીએ…
કવિતા મૌર્ય said,
August 19, 2011 @ 2:38 AM
રઈશભાઈને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ !!!
MAYANK S TRIVEDI said,
August 19, 2011 @ 3:32 AM
શ્રી રઈશ મનીઆરને એમના જન્મદિવસની ખૂબ ખૂબ વધાઈઓ બિલેટૅડ
Atul Jani (Agantuk) said,
August 19, 2011 @ 3:41 AM
કવિશ્રી ને જન્મદિવસના ખૂબ ખૂબ અભીનંદન.
Rina said,
August 19, 2011 @ 4:16 AM
Many many happy returns of the day Sir…..
Taha Mansuri said,
August 19, 2011 @ 5:35 AM
રઈશભાઈને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ !!!
Kalpana said,
August 19, 2011 @ 6:33 AM
સુંદર રચના. રઈશભાઈ કહે છે, “રઈશમા રણ નથી એવું નથી” મનેતો એમની રગે રગમા કાવ્યત્વનુ રણદ્વીપ દિશે છે.
જન્મદિનની શુભકામનાઓ.
Manan Desai said,
August 19, 2011 @ 6:52 AM
શબ્દોનિ રેત્તમા આળોડ્તા રઈશ અન્કલને જન્મદિવસનિ શુભ્કામ્નાઓ…….
આ ‘રઈશ’માં રણ નથી, એવું નથી;
જો અગર રણ ક્યાંય છે, રણકાય છે !
ઉમદા પન્ક્તિ ………વાસ્ત્વિક છે.
Devika Dhruva said,
August 19, 2011 @ 11:13 AM
રણમાં પણ રસ ઉપજાવનાર રઇશભાઇને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છા.
ધવલ said,
August 19, 2011 @ 11:18 AM
આ ‘રઈશ’માં રણ નથી, એવું નથી;
જો અગર રણ ક્યાંય છે, રણકાય છે !
– સરસ !
સુનીલ શાહ said,
August 19, 2011 @ 12:55 PM
સ…રસ ગઝલ. મક્તાનો શેર લાજવાબ છે.
રઈશભાઈને જન્મદિનન મુબારક.
ડૉ.મહેશ રાવલ said,
August 19, 2011 @ 1:08 PM
જન્મદિન નિમિત્તે અઢળક શુભેચ્છાઓ રઈશભાઈ…
રણ વિષે સરળભાવની સહજ છતાં ‘રઈશ’ટચની સુંદર ગઝલબદલ અભિનંદન.
જય હો….!
Dhruti Modi said,
August 19, 2011 @ 6:01 PM
જન્મદિનની શુભકામના.
સરસ ગઝલ.
ને પુરાતન કાળના સૌ સાગરો
આખરે રણ બની સચવાય છે.
Sandhya Bhatt said,
August 20, 2011 @ 1:15 AM
આ સાથે મારી એક ગઝલ આ જ વિષય પર
એકલું ને અટૂલું સતત રણ મળે,
રેતના કણ ઉપર કાળના વ્રણ મળે.
સૂર્યની સાથ સંબંધ સીધેસીધો,
ચંદ્રની સાથ પણ એનું સગપણ મળે.
વ્રુક્ષ કે ફૂલ ને ફળ વિશે શૂન્યતા,
તે છતાં દ્રશ્યમાં કોઈ કામણ મળે.
શોધવા જો મથો પોતીકું ઘર અગર,
આશરો આપતું કોઈ આંગણ મળે.
ભૂખરી સાંજને આંજીને બેસતી,
ષોડશીની ઘટાઘેરી પાંપણ મળે.
રઈશભાઈને વર્ષગાંઠ ની ઘણી શુભેચ્છાઓ.
P Shah said,
August 20, 2011 @ 3:24 AM
રઈશભાઈને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ !
Dr.Manoj L. Joshi 'Mann' (Jamnagar) said,
August 20, 2011 @ 2:43 PM
આ.શ્રી રઇશભાઈને જન્મદિવસની અઢળક શુભકામનાઓ…….રઈશભાઈ ફરી જામનગર ક્યારે આવો છો?
Smita Parekh said,
August 20, 2011 @ 3:24 PM
રઈશભાઇ,
જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ