ઓગળે દેહ ના અમસ્તો કંઈ,
શ્વાસ નક્કી અગનપિછોડી છે!

મોતને આપવા જીવન પાસે,
જાતની એક ફુટલી કોડી છે!
– હર્ષા દવે

હાઈકુ – ચંદ્રેશ ઠાકોર

ઘાટ ઘડાયો
મારો, તારા હેતની
રૂ હથોડીએ.

– ચંદ્રેશ ઠાકોર

હાઈકુના સત્તર અક્ષર ભલભલા ચમરબંધના પાણી ઉતારી નાંખે છે. મિશિગનના ચંદ્રેશ ઠાકોરે એમના મિત્રની બોટમાં સરોવરની સફર કરાવતા કરાવતા આ હાઈકુ સંભળાવ્યું અને તરત જ મોબાઇલમાં સાચવી લેવું પડ્યું… ઘાટ તો હથોડીથી જ ઘડાય પણ અહીં જે ચમત્કૃતિ છે એ હેતની હથોડીથી ઘાટ ઘડાવાની છે અને  કાવ્ય ચરમસીમાએ પહોંચે છે એ હથોડીના રૂના હોવાની વાતથી… હેતની હથોડી તો રૂ જેવી જ હોય ને!!

8 Comments »

  1. shankermistry said,

    May 13, 2011 @ 6:37 AM

    Excellent!

  2. Pushpakant Talati said,

    May 13, 2011 @ 7:02 AM

    વા હ . .. ……ખુબ જ સરસ હાઈકું .

    ‘ ઘાટ ઘડાયો મારો, તારા હેતની રૂ હથોડીએ.’ –

    I would like to give a serious statement that આ ખરેખર અફલાતુન હાઈકું છે. BUT I would like to shar a humour which is as below :-

    ” પત્નિઓ લગ્ન પછી ૮ – ૧૦ વર્ષ માં ધીમે ધીમે કરી ને – (રોજ ટોકી ટોકી ને) – પોતાનાં પતિની દરેકે દરેક આદતો અને ટેવો બદલી નાંખે છે અને પછી પોતાનાં પતિ ને ફરિયાદ કરતી કહે છે કે – ‘ હવે તમે પહેલા જેવા નથી રહ્યા.’ – હા..હા..હા..હા..હા હા હા

    આ મારા એકલા માટે જ નહિં પણ દરેક ને લાગુ પડે છે. Please think HONESTLY.

  3. pragnaju said,

    May 13, 2011 @ 7:06 AM

    હેત હથોડી
    ધડાયલા વિવેકે
    મણાવ્યો સ્વાદ

  4. pragnaju said,

    May 13, 2011 @ 7:11 AM

    બે ત્રણ વાર વાંચ્યુ
    તો ય ઘણું બમ્પ ગયું!
    ભજ ગોવિંદમ્
    ભજ ગોવિંદમ્
    ભજ ગોવિંદમ્

  5. pragnaju said,

    May 13, 2011 @ 5:27 PM

    માફ કરજો,પાછળની કોમેંટ આ પોસ્ટ માટે નથી.ભૂલમા સબમીટ થઇ છે

  6. Bharat Trivedi said,

    May 13, 2011 @ 7:17 PM

    સરસ ! મારૂ એક અર્પણ છે ! ભૂલચૂક લેવી દેવી.

    રૂનો હથોડો
    કવિતા પર માર્યો
    ભેંકડો તાણ્યો

    ભરત ત્રિવેદી

  7. Bharat Trivedi said,

    May 13, 2011 @ 7:18 PM

    ‘હસલ હાઈકુ’ કહેવાનું રહી ગયું હતું

  8. P Shah said,

    May 13, 2011 @ 10:08 PM

    સુંદર હાયકુ !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment