ગઝલ – હેમેન શાહ
પંખી પાસે આવ્યું, બોલ્યું કાનમાં,
આ ઋતુ આવી તમારા માનમાં.
પૃથ્વીએ પડકાર વાદળને કર્યો,
પાણી હો તો આવી જા મેદાનમાં.
ખીલવાનો કંઈ નશો એવો હતો,
પાંદડાં ખરતાં ન આવ્યાં ધ્યાનમાં.
સત્ય ક્યાં છે એક સ્થળ પર કે સતત ?
ઓસ વેરાયું બધે ઉદ્યાનમાં.
કિમતી પળ આપીને સોદો કર્યો,
હું કમાયો પણ રહ્યો નુકસાનમાં.
સાબિતી કે તારણોમાં શું મળે ?
જો હશે તો એ હશે અનુમાનમાં.
મોંઘીને રંગીન કંઈ ચીજો હતી,
માત્ર મેં કક્કો લીધો સામાનમાં.
– હેમેન શાહ
સામનમાં એકમાત્ર સાચો કક્કો જ હોય તો જીવન આપમેળે શું મોંઘેરું ને રંગીન નથી બની રહેતું?
Jayshree said,
March 25, 2011 @ 1:09 AM
વાહ દોસ્ત… મઝાની ગઝલ લઇ આવ્યો…! બધા જ શેર ખૂબ જ ગમી ગયા….
સુનીલ શાહ said,
March 25, 2011 @ 1:37 AM
સરસ ગઝલ..
બધા શેર આસવાદ્ય થયા છે.
preetam lakhlani said,
March 25, 2011 @ 1:37 AM
હેમેન તો ગઝલ નો ઉસ્તાદ છે……….હેમેન તુ મજામા હશે/છુ, ઉદયનને ખાટી મીટી યાદ્………ગઝલમા મજા આવી ગઈ……………
પંખી પાસે આવ્યું, બોલ્યું કાનમાં,
આ ઋતુ આવી તમારા માનમાં
ખીલવાનો કંઈ નશો એવો હતો,
પાંદડાં ખરતાં ન આવ્યાં ધ્યાનમાં
આ બે શેર બહુ જ ગમ્યા………….
jigar joshi 'prem' said,
March 25, 2011 @ 3:58 AM
ક્યા બાત…બહોત અચ્છે
Pushpakant Talati said,
March 25, 2011 @ 5:42 AM
વાહ ! ક્યા બાત હૈ .
આખી રચના સરસ છે અને તે ગમી પણ નીચેના બે શેર મને વિશેષ પસંદ પડ્યા.
એકતો –
” ખીલવાનો કંઈ નશો એવો હતો,
પાંદડાં ખરતાં ન આવ્યાં ધ્યાનમાં.”
અને બીજો –
” કિમતી પળ આપીને સોદો કર્યો,
હું કમાયો પણ રહ્યો નુકસાનમાં.”
nilam doshi said,
March 25, 2011 @ 6:31 AM
sundar gazal..enjoyed
sapana said,
March 25, 2011 @ 6:57 AM
સરસ ગઝલ્..મત્લાનો શે’ર ખૂબ ગમ્યો..
પંખીની કાનમાં બોલવાની વાત ..
સપના
pragnaju said,
March 25, 2011 @ 7:42 AM
સુંદર ગઝલ
આ શેર ખૂબ ગમ્યા
સાબિતી કે તારણોમાં શું મળે ?
જો હશે તો એ હશે અનુમાનમાં.
મોંઘીને રંગીન કંઈ ચીજો હતી,
માત્ર મેં કક્કો લીધો સામાનમાં.
યાદ
ના કરો અનુમાન, કે મને કોણ ગમે છે,
હોઠો પર મારા, કોનુ નામ રમે છે,
Deval said,
March 25, 2011 @ 8:31 AM
badhdha j sher gami gaya…abhinandan Hemen ji…. thanx for sharing Vivek ji…
DHRUTI MODI said,
March 25, 2011 @ 8:41 AM
સુંદર ગઝલ. દરેક શે’ર પોતાની આગવી ખુમારીથી રજૂ થયા છે.
ઉલ્લાસ ઓઝા said,
March 25, 2011 @ 8:52 AM
ખુબ સુન્દર ગઝલ !
suresh kumar vithalani said,
March 25, 2011 @ 9:01 AM
very good gazal indeed! liked a lot. congratulations.
gunvant thakkar said,
March 25, 2011 @ 1:08 PM
ખુબ સુંદર ગઝલ
rajesh gajjar said,
March 25, 2011 @ 1:14 PM
પાણી હો તો આવી જા મેદાનમાં……
ખુમારિભય્ર્રો પડકાર…
dhaval said,
March 26, 2011 @ 6:28 AM
વાહ ! ક્યા બાત હૈ
yogesh shukla said,
September 29, 2015 @ 11:49 AM
પંખી પાસે આવ્યું, બોલ્યું કાનમાં,
આ ઋતુ આવી તમારા માનમાં.
વાહ કવિ શ્રી વાહ