આ ગુલાબની… – મ. મ. દેશપાંડે
આ ગુલાબની સૂકી ડાળી પર
તું જરા હાથ ફેરવે
તો પણ તેને ફૂલો આવે એવી તું!
અને હું ?
ઈંધણની જેવો-બળતો!
મને પણ ફૂલો આવે…
પણ તે અંગારાનાં!
– મ.મ.દેશપાંડે
અનુ. સુરેશ દલાલ
આ તદ્દન સરળ દેખાતી કવિતા મેં ત્રણ જણને અલગ અલગ વંચાવી જોઈ. અને દરેક જણે મને જુદો જ અર્થ કાઢી બતાવ્યો. ખરે જ, કવિતા દરેક માટે બહુ અંગત બાબત છે !
pragnaju said,
February 8, 2011 @ 6:56 PM
આ ગુલાબની સૂકી ડાળી પર
તું જરા હાથ ફેરવે
તો પણ તેને ફૂલો આવે એવી તું!
પ્રેમાળ વ્યક્તિત્વની સુંદર અભિવ્યક્તી
તમે તો ઔદાર્યે સકલ જગ વચ્ચોવચ મૂક્યો;
મહારાં ફૂટ્યાં’તાં; હું જ ક્યહીં ન પ્રીતિ કરી શક્યો.
પછી તો
ઈંધણની જેવો-બળતો!
મને પણ ફૂલો આવે…
પણ તે અંગારાનાં!
P Shah said,
February 9, 2011 @ 3:05 AM
એક હૃદય સ્પર્શી રચના !
dHRUTI MODI said,
February 9, 2011 @ 4:41 PM
વિરોધાભાષી વ્યકતવ્ય બંને વ્યક્તિની વ્યક્તિત્વની ઓળખ આપે છે. ઍ ઍવી સરસ છે કે કાંટામાં ય ફૂલ ઉગાડી શકે છે. દુર્વાસા જેવા કવિ ફૂલ ખીલવે તો તેમાં યે અંગારાના દર્શન થાય. કદાચ અહીં કવિને મન સ્ત્રી અને પુરુષમાં રહેલો તફાવત પણ સાપેક્ષ હોય. પણ નાની અને સુંદર કવિતા.