ગઝલ – મરીઝ
પ્રેમમાં ખેંચાણ છે આવી ગઈ શ્રધ્ધા મને,
એ હવે કહેવાને આવે છે કે ભૂલી જા મને.
કંઈક ખામી આપણા આ પ્રેમનાં બંધનમાં છે,
છૂટવા માટે હજી દેખાય છે રસ્તા મને.
હું તને જોતે તો દુનિયાને પછી જોતે નહીં,
તું મને જોતે તો જોતી થઈ જતે દુનિયા મને.
હાથમાં આવી ગયું’તું એમનું આખું જીવન,
હું હતો ગાફિલ નહીં દેખાયા એ મોકા મને.
આ સતત અવગણના એની મહેરબાની છે ‘મરીઝ’
ધીમે ધીમે એ કરી દેવાના બેપરવા મને.
– મરીઝ
આજે મરીઝની કારીગીરી માણીએ. આ ગઝલમાં વધારે સમજાવવાની જરૂર જ ક્યાં છે ?
pragnaju said,
February 2, 2011 @ 1:25 AM
આ સતત અવગણના એની મહેરબાની છે ‘મરીઝ’
ધીમે ધીમે એ કરી દેવાના બેપરવા મને.
વાહ્
અંતરાત્માની અવગણના-ઉપેક્ષા કરીને જેઓ લોભ અને મોહના કાદવ-કીચડમાં ફસાઈને કોઈ લાભ મેળવવા ઈચ્છશે તો પણ અંતર્દ્વન્દ્વ તેમને તે દિશામાં કોઈ મોટી સફળતા પ્રાપ્ત થવા દેશે નહિં
યાદ
હું ફૂલનો પ્રાણ, દિલ સાગરનું સૂરજનું ક્લેવર છું,
કરે છે પ્રકૃતિને જે પ્રગટ એવો હું શાયર છું.
છતાં આ માનવીઓની ઉપેક્ષા, જગની અવગણના,
નિહાળું છું તો લાગે છે કે મુફલિસનું મુકદ્દર છું.
MY REQUEST FOR TEAM OF LAYSTARO.COM said,
February 2, 2011 @ 12:44 PM
નમસ્તે ચિનું કાકા
મને પણ લખવાનો ઘણો શોખ
dHRUTI MODI said,
February 2, 2011 @ 1:48 PM
મરીઝ ઍટલે મરીઝ. કશું કહેવાનું હોય જ નહીં.