કન્યા-વિદાય -અનિલ જોશી
સમી સાંજનો ઢોલ ઢબૂકતો, જાન ઊઘલતી મ્હાલે,
કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે-
પાદર બેસી ફફડી ઉઠતી
ઘરચોળાની ભાત,
ડૂસકે ડૂસકે હડસેલાતી
બાળપણાની વાત;
પૈડું સીંચતા રસ્તો આખો
કોલાહલમાં ખૂંપે,
શૈશવથી ચીતરેલી શેરી
સૂનકારમાં ડૂબે.
જાન વળાવી પાછો વળતો
દીવડો થરથર કંપે;
ખડકી પાસે ઊભો રહીને
અજવાળાને ઝંખે.
સમી સાંજનો ઢોલ ઢબૂકતો, જાન ઊઘલતી મ્હાલે,
કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે.
-અનિલ જોશી
Siddharth said,
August 3, 2005 @ 11:51 PM
very emotinal and touching…
keep it up.
Siddharth
પ્રત્યાયન said,
August 4, 2005 @ 5:14 AM
true..quite emotional….
howerver….less technical in poetic sense….use of words and their context…too ambiguous to convey the actual picture!
મોરપિચ્છ » Blog Archive » આકાશનું ગીત - અનિલ જોશી said,
August 7, 2006 @ 11:00 PM
[…] કવિ શ્રી અનિલ જોશી ( જન્મ : 28 જુલાઇ,1940 )ની બીજી રચનાઓ : ગીત ( મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી ) અમે બરફના પંખી પહેલા વરસાદનો છાંટો કન્યા-વિદાય દીકરી વ્હાલનો દરિયો… […]
ટહુકો.કોમ » આકાશનું ગીત - અનિલ જોશી said,
November 16, 2006 @ 8:49 PM
[…] કવિ શ્રી અનિલ જોશી ( જન્મ : 28 જુલાઇ,1940 )ની બીજી રચનાઓ : ગીત ( મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી ) અમે બરફના પંખી પહેલા વરસાદનો છાંટો કન્યા-વિદાય દીકરી વ્હાલનો દરિયો… […]
કન્યા-વિદાય -અનિલ જોશી « said,
March 2, 2007 @ 12:34 AM
[…] https://layastaro.com/?p=52 […]
Vijay Shah said,
March 2, 2007 @ 1:35 AM
આ કાવ્યનુઁ રસ દર્શન ગુજરાતી સાહિત્ય સરિતા ની વેબ સાઈટ ઉપર મુક્યો છે.
http://www.gujaratisahityasarita.wordpress.com
Thanks
Parul said,
March 15, 2007 @ 10:08 PM
આવા સુંદર ગીત ને પુરુશોત્તમ્ભાઈએ ખુબજ સુંદર રીતે ગાયું છે. તક મળે જરુરથી ટહુકૉ.કોમ પર મુકશો તો ઘણોજ આનંદ થશે.
લયસ્તરો » પછી - માધવ રામાનુજ said,
March 23, 2007 @ 1:04 AM
[…] ગુજરાતી ગીતોના ‘ટોપ ટેન’માં સહેજે સ્થાન પામે એટલું સરસ બન્યું છે આ ગીત. કન્યાવિદાયનો પ્રસંગ છે એટલે વિષાદની ઝાંય તો રહેવાની જ. ( સરખાવો – કન્યા-વિદાય )પરંતુ અહીં કન્યામાંથી વિવાહિતા બનવાની વાતને વધારે અંગત દ્રષ્ટિકોણથી મૂકી છે. પછી હૈયામાં, કાજળમાં, સેંથામાં સંતાતું ચોરી ગયું રે કોઈ ભાન ! – કેટલી નાજુક પણ સચોટ પંક્તિ કવિએ મૂકી છે ! […]
ramesh patel said,
January 11, 2008 @ 10:06 PM
આ રચ ના કવિતા કૌશલ્યનું ઘરેણું છે.
રમેશ પટેલ(આકાશદીપ)
ramesh patel said,
January 12, 2008 @ 7:09 AM
શ્રી ધવલ શાહ,ડો વિવેક.
અ,ભીનંદન,ગુજરાતી સાહીત્યને સુંદર સંકલનથી ,સાધનામય રીતે માણી સૌને ભાગીદાર બનાવવા માટે.
વ્યવસાયે ઈજનેર તરીકે જીઈબીમાં ૩૨ વર્ષની કારકિર્દી બાદ ,ગાંધીનગરથી નિવ્રુતિ લીધી,વણાકબોરી જેવા વિશાળ પાવર સ્ટેશનના નિર્માણમાં ભાગીદાર બની ,ગુજરાતને વીજળીથી
રોશન કરવાનું ભાગ્ય મળ્યું.તમારી જેમ કવિતાને માણતાં જીવન માણ્યું,મારા.નિવ્રુત્તિ સમયે લાયન્સ.
ક્લબ ગાંધીનગરે(જીઈબી),શ્રી દોલત ભટ્ટ જેવા મેઘાવી સાહીત્યકારના હસ્તે મારા કાવ્ય સંગ્રહ
!સ્પંદન! નું વિમોચન કરી પહેલી મે ૨૦૦૪ ,અમેરીકા ખાતે આવવા વિદાય આપી..
કરોના,કેલીફોર્નીયાથી ,અનુપમ પરીવાર ઓડ(આણંદ) ના સૌજન્યથી ! ઉપાસના !
કાવ્ય સંગ્રહ એપ્રીલ ૨૦૦૭માં દેશ અને પરદેશ ખાતે વિમોચન પામ્યો.શ્રી દિલીપ ભાઈએ
પંદરમી ઓગસ્ટે ,કવિલોકમાં મારી રચના આઝાદી ,રણભેરી ,આપી ,કાવ્યની કેડી ઉપર ચાલવાનું
જોમ પુર્યું.તમે પણ તમારા લયસૂર થીસથવારો આપશો એવી અપેક્ષા.
રમેશ પટેલ(આકાશદીપ)
વતન-મહીસા(ખેડા)બી.ઈ(ઈલેકટ્રિકલ ૧૯૭૧,વિદ્યાનગર)
જન્મ ૧૬-૬-૧૯૪૮
ramesh patel said,
January 12, 2008 @ 7:47 AM
અવિનાશી અજવાળું
નથી અમારું નથી તમારું,આ જગ સૌનું સહિયારું
મારામાં રમતું તે તારામાં રમતું, અવિનાશી અજવાળું
ઋતુ ઋતુના ચક્રે ખીલતું,નીત નવું નજરાણું
સાગર ખોળે ગિરીને ટોચે,સર્જન રમે રુપાળું
પ્રસન્ન પુષ્પે ઝૂમે મનડાં,પહેરી પ્રેમ પટોળું
ષટ્રરસ ધારાએ ધરણી ધરતી.સૌને સરખું વાળું
આ જગ સૌનું સહીયારું
પુનીત પ્રભાતે ઉષા સંગે,દિવ્ય ચેતના ઓઢું
બ્રહ્માંડના મંગલ આશીષ પામી,નિશદીન હું હરખું
માનવ જન્મ મોંઘેરો મળીયો,આત્મ ચિંતને માણું
સત્સંગના પાવન પ્રેમ પ્રકાશે,અંતર મન અજવાળું
આ જગ સૌનું સહીયારું
નિર્મળ ભક્તિ દૈવિ શક્તિ,સુખ દાતાનું ભરણું
કરુણા અભય વરદાને ઉજવીએ, શાન્તી પર્વ નું ટાણું
આકાશદીપ વદે પ્રેમ દિવડે,કલ્યાણ જ્યોત જગાવું
ખીલવી અવનીએ ભારતીય સંસ્ક્રુતિ,અમર આશ અજવાળું
નથી અમારું નથી તમારું ,આ જગ સૌનું સહીયારું
રમેશ પટેલ(આકાશદીપ)
ramesh patel said,
January 12, 2008 @ 8:38 AM
ભારત મૈયા
ગીત મધુરાં ગાતાં પંખી, પવન બજાવે બંસી
પ્રેમે ખીલી પ્રક્રુતિ પચરંગી,વરસ્યા આશના અમી
નમીએ પૂણ્યવંત ભારત ભૂમિ (૨)
ધવલ હિમાલય મૈયા ગંગા,પુનિત સરીતા સાગર
કન્યા કુમારીના કામણ ન્યારા હરિઓમના ગૂંજતા નારા
ભવ્ય ભારત દેશ અમારા (૨)
પ્રાચીન સભ્યતાના લહરે સ્પંદન, પ્રેમ અહીંસા બંધન
બુધ્ધ મહાવીર નાનક ઓલીયા,ચરણ ચૂમતા વંદન
ભારતને ભાલે શોભે ચંદન, કરીએ શતશત વંદન(૨)
સરીતા ગિરીવર તીર્થ સરોવર છલકાવે ક્રુપાવંત ભંડારા
વિકાસ પંથે ડંકા દેતા,ખીલ્યા ભાગ્ય અમારા
દિધા ગાંધીએ અહીંસાના અજવાળા,ભવ્ય ભારત દેશ અમારા
ગુણીજન ગરવા ગ્યાતા દાતા,સોમસા દેતા શાતા
કુશળ કલાકાર શૂરવીર સવૈયા,માત્રુભૂમિના વીર રખવૈયા
આકાશદીપને મળી જન્મભૂમિની સુખ સૈયા,હેતે બોલો ભારત મૈયા
તારા ચરણ પખાળે સવૈયા ,મૈયા મૈયા…ઓ ભારત મૈયા.
ramesh patel said,
January 12, 2008 @ 7:01 PM
નીંદર
બાળા રાજા માણે મીઠી સુખવંતી સુંદર નીંદર
વાહ વિધાતા લહેરાવે કેવો કરુણાથી સુખ સમંદર
માને ખોળે પ્રેમ પાલવડે મલકે નાનું જીગર
રમવું જમવું હસી છોડવી જગની જૂઠી ફિકર
અણસમજુને મળે કેવી જગની જાદુઈ સેવા
કૃપાનીધિએ દિધા કેવા સુખ નીંદરના મેવા
દિવા સ્વપ્નોમાં સરકી નીરખું સપ્તરંગી રે વાતુ
સમયને કાંટે ઘૂમે જિંદગી,રાત દિવસ નાથોભુ
ભણીગણી સુખ સાહેબી મળશે,વદતા પોથી પઢતા
સૌ ઉંઘતા ને અમે જાગતા,ભણતરના ભારે દબાતા
સમજણ વધી નીંદર છૂટી,જાણે અજાણે ખમીએ શિક્ષા
નયનોની નીંદર ધોતા લઈ પાણી,કાલે છે પરીક્ષા
ધંધોં પોતીકો કે કરીએ નોકરી,નવો જમાનો હસતો
મોટા થયા ભાઈ, છોડો આળસ,રોજ સવારે દોડો
કામ કરે એ આગળ આવે,દુનિયા ડહાપણ દેતી
જાગવું એજ જિંદગી,હસીહસી વીજ વદે ઝબૂકતી
અજવાળા અંધારાના ભેદ ભૂલીને,જોશે જિંદગીને જોતરતા
ટકે ટાલીયા આંખે ચશ્માં ધરી બાળા રાજાને નિહાળતા
બંધ ચક્ષુએ મરકી મરકી, શીશુએ ભાવ દર્શને ઝબોળ્યા
ઊંઘતા ના આવડ્યું તમને તો,ખાક જીંદગી જીવ્યા
સંતવાણી સમરી રે હૈયે,શોધવા નીક્ળ્યા સુખની જડિબુટ્ટી
છૂટે સંકલ્પ વિકલ્પ તો ભાળો આયખે નીંદર સુખની
રમેશ પટેલ(આકાશ દીપ)
ramesh patel said,
January 12, 2008 @ 7:35 PM
ઝરમર ઝરમર સંધ્યાએ, મન મોરલાનો ગેહકાટ હતો
એ ભીંનીભીંની સુગંધે, ધરતી આજ ખુશહાલ હતી
ઊંચી મેડીએ ભીંના અંગે,સ્નેહલ સાજનનો સથવાર હતો
મેઘ ધનુષના રંગે પ્રીતડી,હરખ ધરી છલકાતી હતી
વ્યોમ વાદળો હરખપદૂડા,પ્રેમ રાસડે રમતા હતા
છબછબ કરતી છૂપી પ્રીતડી મદહોશે મલકાતી હતી
વરસાદના ભીંના ઉમંગે,આંખોમાં પ્પાર તરવરતો હતો
છમછમ નાદે ઝાંઝર સાદે,હથેલીઓ મેઘ ધારાને ઝીલતી હતી
શરમાળી ટપલી દેતા વાલમ,ઘેલી આલમ સંગ રમતા હતા
મિલનના મધુર ઉમળકે,ભાન ભૂલેલી મસ્તી ખીલતી હતી
નયન હોઠના મીઠા કામણ,જીવન ઝૂલાએ ઝૂલતા હતા
કાજળ કાળી ભાવ છલકતી,રાત રઢીયાળી હસતી હતી
હોઠના જામ છલકી છલકી,વાવાઝોડાના એંધાણ દેતા હતા
ભીંનીભીંની અંગ સુગંધે,રંગીલી યુવાની તરબોળ હતી
ધરતી નો એ સાદ હતો, આતો મારો રંગીલો વરસાદ હતો
કોણે કિધું એ વરસાદ હતો,એતો યૌવનનો ઉભરાટ હતો
રમેશ પટેલ(આકાશદીપ)
ramesh patel said,
January 13, 2008 @ 3:12 PM
પતંગ પર્વ
પતંગ પર્વે મસ્ત ઉમંગે, હવામાં હરખના જંગ
પવન સપાટે આકાશે મલકે,ફુલ ગુલાબી રંગ
ચઢી છાપરે હિલોળા લેતું નગર દેતું સાદ
વાયા વાયરા ને હાલ્યા પતંગ,ઊંચે ઊંચે આભ
પતંગ બાજો પેચ લડાવી,લપટાવે આનંદ અંતરીયાળ
આકાશે જઈ હૈયું હરખે, જોઈ તોફાની ઢાલ
નયન નખરાળાં ગોગલ્સે ઝીલે,હસતો ખૂલતો પ્પાર
ભૂલકાં મોટેરાં સાથે માણે,લાખ લાખેણો લાભ
લઈ રંગીલી દોરી ફિરકી ગગન ગજાવે મોજ
પવન પાવડી હરખ પદૂડી, ખોજે પ્રતિદ્વંદીની ઝોલ
પતંગ રસીયા દોરી ખેંચી મચાવે સમરાંગણના શોર
કાપ્યો કપાયાના નાદોથી ગગન ભાવ વિભોર
ઉત્તરાયણે સૌને વહાલી જલેબી ઊંધીયા ઉજાણી
સર્વધર્મનું સહિયારું પતગ પર્વ,લાગ્યું રે ગુજરાતી
રમેશ પટેલ(આકાશદીપ)
vital patel said,
January 14, 2008 @ 3:18 PM
રમેશ પટેલ(આકાશદીપ)ની વૈવીધ્ય સભર રચનાઓએ દિલ ખુશ કરી દિધું. વતન પ્રેમ અને વ્યંગ
ભરી રચનઓ માટે અભીનંદન.અવીનાશી અજવાળું નો લય અને સંસ્કૃતિની સુંગંધ લાજવાબછે.
લયસ્તરોને ગરીમા અપાવી ગઈ તમારી રચનાઓ.
વિતલ પટેલ(બ્રુન્સ્વીક,જ્યોર્જિયા)
sweta patel said,
January 14, 2008 @ 3:33 PM
શ્રી ધવલભાઈ,
રમેશ પટેલ(આકાશદીપ) ની નીંદર કવિતા ઉંગમાં હસાવેછે રમેશ ભાઈ ની કલમ પ્રસાદી
પીરસતા રહેજો.અભીનંદન ,પતંગ પર્વે.
સ્વેતા(કેલિફોર્નીઆ)
sweta patel said,
January 15, 2008 @ 1:59 PM
રમેશ પટેલ(આકાશદીપ)ની ઝરમર ઝરમર ગીતની બે પક્તીઓ શીરમોર બની મ્હેંકતી
કાવ્ય જગતમાં ઝગમગતી લાગી.
છબછબ કરતી છૂપી પ્રીતડી,મદહોશે મલકાતી હતી
કાજળ કાળી ભાવ છલકાતી રાત રઢીયાળી હસતી હતી
સ્વેતા(કેલીફોર્નીઆ)
Ramesh patel said,
January 15, 2008 @ 3:44 PM
સોળ વરસે
સોળ વરસે જાગે શોણલાં સખી સંગાથે સાંજે
વાસંતી વાયરે ઊડે દિલડું પંખીડાની પાંખે
નયન ઢળે ને રંગરસિયો રાસે રમવા આવે
નવરંગી ચૂંદલડી સજી હું ગરબે ઘૂમતી ભાવે
વન ઉપવનનાં ફુલડાં દેખી મનમાં હું મલકાતી
ઝરુખે ઊભી દિવા સ્વપ્નોમાં હસતી હું ખોવાતી
ચંચળ ચિત્ત બની મરકટ, ચાળા કરતું રંગેઢંગે
પારેવાની જોડ જગવતી ઋજુ સ્પંદનો અંગે
સાગર તટે રેતી પટે ચીતરું આંગળીયોથી ભાત
ચરણ પખાળી મોજાં શીખવે ભીના ભીના વહાલ
આભલે સરકે રંગ વાદળી મન ગાયેછે ગીત
ફરફર ફરકે કેશ જગાડવા યૌવનનું સંગીત
સપનામાં શણગાર સજી હું મલકી હલકી હલકી
થઈ સોળ વરસની સ્વપ્ન સુંદરી ત્રીલોકે હું ઘૂમી
રમેશ પટેલ(આકાશદીપ્)
Neil patel said,
January 16, 2008 @ 1:22 PM
સોળ વરસે, સુંદર અનુભૂતી પૂર્ણ રચના.કેવી સુંદર રજૂઆત,
આભલે સરકે રંગ વાદળી, મન ગાયેછે ગીત
ફર ફર ફરકે કેશ જગાડવા યૌવનનું સંગીત માણવા લાયક ક્રુતી..
નીલ પટેલ(જ્યોર્જીઆ)
Chandra patel said,
January 16, 2008 @ 3:31 PM
શ્રી ધવલ શાહ, આકાશ દીપ ની રચનાઓ ખરેખર માણી,સાહિત્યની શોભા વધારે તેવીછે.કવિના લિસ્ટ માં નામ મૂકશો તો અમને સરળતા રહેશે
ચન્દ્ર પટેલ(કૅલીફોર્નીઆ)
Chandra patel said,
January 17, 2008 @ 2:00 PM
ડૉ વિવેક/શ્રી ઉદયશાહ,
રમેશ પટેલના “સ્પંદન” કાવ્ય સંગ્રહની ભારત રચના મને બહુ ગમેછે. ભારતના પ્રજાસત્તાક
દિને, કવિશ્રીના આભાર સાથે ,ભારતવાસીઓને અર્પણ.
ભારત
હું ભારતનો, ભારત મારો,ઋણ મોંઘેરું માથે
ધબાંગ ઢોલ ધબૂકે જે દી, ઉછળે રક્ત તવ કાજે.
સાવજ દહાડે અશ્વ હણહણે,મરદ મૂછાળા મ્હાલે
રણે ઘૂમતા દુશ્મન સામે,જંગ જીતવા કાજે.
રંગ-બેરંગી,પુષ્પોસુગંધી,વનરાવન વૃક્ષો શોભે
ધરતી-ઉર્વરા નદી સરોવર, વિહંગના કલરવ માણે.
સાગરની ભરતી ચરણ પખાળે,ગાયે હિમાલય ગાથા
દાન-ધર્મ,આદર ભાવે,વહે પ્રેમની ગંગા
માનવ મેળા,વનના મોરલા,ધબકે ધરતી સંગે
ગિરિ કંદરા, મેરુ શિખરો શ્રધ્ધા જ્યોત જગાવે
સંતોની વાણી જન કલ્યાણી,વહે સંસ્કાર સરવાણી
રિધ્ધિ સિધ્ધી,કરુણા તારી, વરસી અમ પર ભારી
ભક્તિ શક્તિ,શૌર્ય સમર્પણ, નિષ્ઠા અમારી શોભા
વિદ્યા વિનય,અહિંસા અંતરે, સંસારે અમ આભા
પૂર્વ-પશ્મિમ,ઉત્તર-દક્ષિણ,ફરકે ત્રિરંગો ન્યારો
એક અવાજે આકાશે ગાજે, ‘જયહિંદ’ નો નારો
ગૌરવવંતા તવ સંતાનો,માભોમને કરે પ્રણામ
આન અમારી,શાન તમારી, ત્રિરંગાને કોટિ સલામ.
રચના-રમેશ પટેલ(આકાશદીપ)–મોકલનાર-ચંદ્ર પટેલ
chetana patel said,
January 18, 2008 @ 6:57 AM
રમેશપટેલ(આકાશદીપ)- વતનનો પ્રેમ છલકાવતી સુંદર રચના માણવા મળી જયહીંદ
લાલ કિલ્લા ઉપર ફરકતા ત્રિરંગાની યાદ અપાવી ગયો.ભાવવાહી રચના ઉદયભાઈ,
માતૃભૂમીનુ ગૌરવ વધારતા રહેશો.
ચેતના.
snehal patel said,
January 18, 2008 @ 12:55 PM
શ્રી ધવલશાહ/ડૉવિવેક
ગયા સપ્તાહમાં રમેશપટૅલ(આકાશદીપ)ની ઘણી સુંદર રચનાઓ,વિશાળ વિચાર વૈભથી શોભતી માણી.
ચિંતન અને શબ્દ ગૂંથણી પ્રસન્નકર લાગી. ગજલ સાથે ગીતો.,કેવો સુંદર નાતૉ.આકાશ્દીપની વધૂ રચનાઓ માટે
ઈંતજાર.
સ્નેહલ પટેલ
chetana patel said,
January 19, 2008 @ 6:49 AM
ભારત કવિતાની પંક્તિ
,હું ભારતનો, ભારત મારો ઋણ મોંઘેરું માથે,
ધબાંગ ઢોલ ધબૂકે જે દી,રક્ત ઉછળે તવકાજે
જીભે રમી જતી કડી છે.રમેશ પટેલ(આકાશદીપ)ની..
તમારી રચનાઓ વાગોળવી ગમી ડૉ વિવેક
આ કૉમેન્ટ રમેશ પટેલની રચના માટેછે.
ચેતના
sweta patel said,
January 26, 2008 @ 10:06 PM
ભારત મૈયા,વતન પ્રેમની સુંદર રચના.પ્રજાસત્તાક દિવસે માણી. અભીનંદનઆકાશદીપ
(સ્વેતા)