જીવનભરના તોફાન ખાળી રહ્યો છું, ફકત એના મોઘમ ઈશારે ઈશારે.
ગમે ત્યાં હું ડૂબું, ગમે ત્યાં હું નીકળું, છે મારી પ્રતીક્ષા કિનારે કિનારે.
મરીઝ

ગઝલ – ડૉ. મહેશ રાવલ

ક્યાંક દરિયો અને ક્યાંક રણની કથા
જિંદગી એટલે, આવરણની કથા.

આમ અકબંધ સંબંધની વારતા
આમ, અણછાજતા અવતરણની કથા.

એ અલગ વાત છે કે, ન ભૂલી શકો
પણ સ્મરણ માત્ર, છે વિસ્મરણની કથા !

ડૉ. મહેશ રાવલ

કુમારના એક અંકમાં આ ગઝલ વાંચી હતી. આ ગઝલમાં બીજા શેર છે કે નહીં તે તો હું જાણતો નથી, પણ એટલું જાણું છું કે આ ત્રણ શેર વડે પણ આ ગઝલ અધૂરી નથી લાગતી… આપનું શું માનવું છે?

તા.ક. : સંપૂર્ણ ગઝલ નીચે કોમેંટમાં છે. આભાર, સુનીલ.

7 Comments »

  1. જયશ્રી said,

    October 13, 2006 @ 12:49 AM

    ખરેખર વિવેકભાઇ,

    ફક્ત ત્રણ શેર સાથે પણ આ ગઝલ જરા અધુરી નથી લાગતી..

    શબ્દો નો જાદુ જ કહેવાય આને.. 30 પાનાનો નિબંધ પણ કદાચ એ વાત કહેવા ઓછો પડે, અને એ જ વાત ત્રણ શેરની ગઝલમાં સચોટ રીતે કહી શકાય.

  2. Bhavin said,

    October 15, 2006 @ 7:15 AM

    ડૉ. મહેશ રાવલ મારા પિતાશ્રી છે.
    તૅઓ છૅલ્લા ૩૦ વર્સોથી ગુજરાતી ગઝલૉ લખૅ છૅ. I am sorry, it is taking too long for me to write in Gujarati fonts.

    My dad is very active member of several gujarati gazal organizations in gujarat including Vyanjana and Rachana. He is a doctor by profession and lives in Rajkot; I am in Santa Clara, California.

    Can someone please tell me how can I add his gazals on this website?

    Thanks

    Bhavin

  3. Tushar said,

    October 16, 2006 @ 12:28 AM

    I am younger son of Dr Rawal. And I am a big fan of his gazals.

    My dad always read his gazals at home and I really like them in his voice. And this one is really heart-melting one. Dad has the “Akshayapatra” of words…

    Thanks

    Tushar

  4. વિવેક said,

    October 16, 2006 @ 9:14 AM

    પ્રિય ભાવિનભાઈ અને તુષારભાઈ,

    અમારા માટે એ ખુશીની વાત છે કે શ્રી મહેશભાઈના બન્ને સુપુત્રો અમને આકસ્મિક મળી ગયા. પણ હવે મળી જ ગયા છો તો એક વિનંતી નહીં સ્વીકારો? આ ગઝલમાં બીજા શેર છે કે નહીં એ નહીં જણાવી શકો? અને હોય તો એ અમને વાંચવા નહીં મળે? એમની બીજી પણ ગઝલો અમને આસ્વાદવા માટે ન મોકલી શકો?
    મારું e-mail id છે: dr_vivektailor@yahoo.com

  5. Sunil said,

    March 9, 2007 @ 7:48 AM

    એક ક્ષણની કથા

    ક્યાંક દરિયો અને ક્યાંક રણની કથા,
    જિંદગી એટલે, આવરણની કથા !

    આમ અકબંધ સંબંધની વારતા,
    આમ, અણછાજતા અવતરણની કથા !

    એ અલગ વાત છે કે, ન ભૂલી શકો,
    પણ સ્મરણ માત્ર , છે વિસ્મરણની કથા !

    શક્ય છે મત જુદો હોય દરિયા વિષે,
    લોકજીભે ચડી છે, હરણની કથા !

    સુર્ય જેવી નથી શખ્સિયત કોઇની,
    છે ઉદય-અસ્ત વાતાવરણની કથા !

    હરપળે અવતરે છે નવી શક્યતા,
    ને પછી વિસ્તરે, વિસ્તરણની કથા,

    કોઇ રસ્તો તફાવત નથી જાણતો,
    પણ, બદલતી રહે છે ચરણની કથા !

    નામ આપી ભલે મન મનાવો તમે,
    પણ ખરેખર બેનામ, ક્ષણની કથા !

    જિંદગી જિંદગી શું કરો છો બધા?
    જિંદગી એટલે કે, મરણની કથા !!

    – ડૉ. મહેશ રાવલ ,

  6. Sangita said,

    March 9, 2007 @ 9:35 AM

    Very nice!

    Thanks for posting the whole ghazal!

  7. ધવલ said,

    March 11, 2007 @ 10:15 PM

    સંપૂર્ણ ગઝલ માટે આભાર, સુનીલ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment