ગઝલ – ઉર્વી પંચાલ ‘ઉરુ’
ચોઘડિયાંઓ જોતો રહેશે,
માણસ તોયે રોતો રહેશે.
સુખનો સૂરજ ઊગે તોયે,
દુઃખનો ડુંગર મોટો રહેશે.
સંબંધોના સરવાળામાં,
આગળ પાછળ ખોટો રહેશે.
ફૂલોના રંગોને ચૂમે,
ભમરો તોયે ભોંઠો રહેશે.
દુનિયા આખી ભરચક માણસ,
પણ માણસનો તોટો રહેશે.
મિલકતમાં ‘ઉરુ’ મારી પાછળ
યાદો દેતો ફોટો રહેશે.
-ઉર્વી પંચાલ ‘ઉરુ’
માણસોથી ઉભરાતી આ દુનિયામાં ‘માણસ’ની હંમેશા ખોટ પડવાની આ વાતને કવયિત્રીએ ખૂબ સાલસતાથી કરી છે અને સુખના સૂરજના અનુસંધાનમાં દુઃખના પહાડની કરેલી વાત પણ ખૂબ મોટા ગજાની છે.
ઊર્મિસાગર said,
September 10, 2006 @ 11:04 AM
સુંદર ગઝલ… મને ખૂબ ગમી!
નક્કર વાતોને કેટલી સાહજીકતાથી વણી છે!
દરેક શેર એક એકથી ચડિયાતો લાગ્યો…
આભાર વિવેકભાઇ…
Rachit said,
September 10, 2006 @ 8:22 PM
Simple and effective. Nice work!
Ghazal-Uru « My thoughts said,
September 10, 2006 @ 8:25 PM
[…] – from, https://layastaro.com/?p=472 […]
Hiral Thaker said,
September 11, 2006 @ 8:51 AM
Very nice Gazal……!
I have no words for this……realy.!
Mrugesh shah said,
September 12, 2006 @ 11:07 AM
વિવેકભાઈ ખૂબ જ સુંદર ગઝલ મૂકી છે.
વ્યક્તિના વાસ્તવિક સ્વરૂપનું નિરૂપણ કર્યું છે. ઊર્વીબેન ને ખૂબ અભિનંદન.
લયસ્તરો ખૂબ જ સુંદર કાવ્યો અને ગઝલોથી મહેકી રહ્યું છે. ધવલભાઈ અને વિવેકભાઈને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ. રીડગુજરાતી પરના મોટા લેખોના કારણે અને વ્યવસાયિક કામોને કારણે સમય ખૂબ ઓછો રહે છે પણ તેમ છતાં જ્યારે સમય મળે ત્યારે લયસ્તરો માણું છું.
ધન્યવાદ.
મૃગેશ શાહ. વડોદરા.
DATTATRAYA BHATT said,
May 22, 2008 @ 3:18 AM
It’s good gazal.However,in the last sher i.e. makta, meter( ‘chand’) is not observed due to name ‘URU’ used
Panchal Amrish said,
August 29, 2008 @ 4:21 AM
ઉર્વિ તમારિ ગઝલ ગમિ. આપનિ વેબ્સાઈટ http://www.panchalclub.com જોશોજિ
piyush. said,
October 26, 2008 @ 6:36 AM
good and batterbut sum note are borring
Mahendra V Maru, rajkot said,
March 29, 2009 @ 12:09 AM
I read your gazal,in this gazla you are near real life, in this gazal your heart would to say something else, but that thing is not visulaise because that thing filling by heart. I pray god to your filling must reach to somany people which are not living on arth with sensible heart. THANKS .
Jatin Panchal said,
April 9, 2009 @ 1:09 AM
wow…….
Rajendra Panchal said,
May 8, 2009 @ 2:12 PM
Hello
I read your Gazal it’s very fine.
Please keep write on.
God bless you.
Jayshree krisana
Rajendra Panchal
pinakin panchal said,
June 9, 2009 @ 1:59 AM
its a nice gazal
kirit panchal said,
March 7, 2010 @ 1:49 AM
ખુબ જ સ્રરસ ગ્જલ
kanchankumari parmar said,
March 7, 2010 @ 4:35 AM
જિંદગિ નિ બાજિ ભલે હુંહાર્યો ;પણ દેવુ કરિ ને તને તાર્યો …..
mahendra said,
January 24, 2012 @ 1:32 AM
બહુ સરસ ગઝલ
MEVADA URVI said,
May 22, 2012 @ 8:04 AM
wow……….. very very good…………………………………………………….