કરું ફરિયાદ કોને હું?- બાલુભાઇ પટેલ
કરું ફરિયાદ કોને હું?
કરું જ્યાં સ્નેહ સરવાળા,
થતી ત્યાં બાદબાકી (એ) શું?– કરું ફરિયાદ
નજરથી જ્યાં નજર મળતી,
ઢળે ત્યાં પાંપણો એ શું?–કરું ફરિયાદ.
જઉં હું ચૂમવા ફુલને,
ખરે ત્યાં પાંખડી એ શું ?– કરું ફરિયાદ
ડુબાડે નાવ જ્યાં નાવિક,
ભુલાવે પથ પથિક એ શું?– કરું ફરિયાદ
ચખાડી પ્રેમ રસ કોઇ,
કરી પાગલ જતું એ શું? – કરું ફરિયાદ
– બાલુભાઇ પટેલ
બાલુભાઇ પટેલનું કામ તો રસ્તા બાંધવાનું છે, પણ તેમનો ગમતો રસ્તો તો કવિતા રચવાનો છે. આ અને બીજાં કાવ્યો શ્રી. પુરૂષોત્તમ ઉપાધ્યાયે ‘ખુશબૂ’ આલ્બમમાં સુંદર રીતે સ્વર બધ્ધ કર્યા છે.
આ ગઝલ શ્રી. આશિત દેસાઇએ તેમના સુરીલા કંઠમાં ગાઇ છે.
Jayshree said,
September 13, 2006 @ 8:41 PM
કરું જ્યાં સ્નેહ સરવાળા,
થતી ત્યાં બાદબાકી એ શું?
જઉં હું ચૂમવા ફુલને,
ખરે ત્યાં પાંખડી એ શું ?
ખરેખર સુંદર.
ઊર્મિસાગર said,
September 14, 2006 @ 8:18 AM
ઢંઢોળી અંતર ઊર્મિને કોઇ,
આંસુથી રવી જતું એ શું?
ખૂબ જ સુંદર રચના!!
ઊર્મિસાગર
વિવેક said,
September 14, 2006 @ 8:57 AM
સુંદર રચના… સરળ શબ્દો અને ઉમદા વાત!
divya said,
August 28, 2008 @ 10:07 AM
મારે આખુ છાંલક પુસ્તક જોઈએ છે.. એ ક્યાંથિ મળી સકે?