પહેલી પ્રીત – રતિલાલ ‘અનિલ’
યૌવનની પ્રીત પ્હેલી, ફાગણની રંગહેલી !
હૈયુ અતિ અધીરું ને આંખ સાવ ઘેલી !
નયને કટાક્ષ આછા વાણી પ્રીતે રસેલી,
હૈયામાં પ્રીત જાણે મ્હેંકી ઊઠી ચમેલી!
પ્રસરે છે એમ બાહુ, વીંટળાય છે જેમ વેલી.
શરમાઈ તે રહ્યાં છે, મેં સાવ લાજ મેલી!
ઈર્ષ્યાળુ કેટલી છે, ઊગી ઉષા વહેલી!
જોઈ રહ્યાં છો સ્વપ્નો ! કાં આંખ છે ઢળેલી ?
તારી શરમની લાલી ગુલમ્હોરમાંય રેલી !
કાં આંગળીઓ આજે પાલવથી ખૂબ ખેલી?
ફૂલો તો શું વસંતે કળિયો છે છકેલી,
સુંદર છે એ ‘અનિલ’, મેં વસ્તુઓ સૌ ચહેલી.
– રતિલાલ ‘અનિલ’
તમામ વાચકમિત્રોને લયસ્તરો તરફથી ફાગણનાં રંગો અને હોળીની શુભેચ્છાઓ… (એમ પણ અમેરિકામાં જરા મોડી જ આવે છે! 🙂 ) અને પહેલી પ્રીતનાં રંગોથી રંગાયેલી આ રંગીન ગઝલ પણ !
Jayshree said,
March 2, 2010 @ 12:00 AM
તારી શરમની લાલી ગુલમ્હોરમાંય રેલી !
કાં આંગળીઓ આજે પાલવથી ખૂબ ખેલી?
આ હા હા…
ક્યા બાત હૈ..!!
વિવેક said,
March 2, 2010 @ 12:02 AM
આખી મત્લા ગઝલ…
અભિવ્યક્તિ said,
March 2, 2010 @ 1:09 AM
શું વાત છે!
minesh shah said,
March 2, 2010 @ 1:41 AM
ખરેખર સુન્દર રચના……
Pinki said,
March 2, 2010 @ 4:22 AM
સરસ… ગઝલ !
ખજિત said,
March 2, 2010 @ 7:23 AM
અર વાહ, હોળીમા પણ ભેટ. સરસ ગઝલ. . .. .
urvashi parekh said,
March 2, 2010 @ 10:38 AM
સરસ ચિત્ર,
શબ્દો વડે દોરાયેલુ..
આંખ આગળ આવી ઉભુ.
સુન્દર રન્ગો સાથે..
નિનાદ અધ્યારુ said,
March 2, 2010 @ 11:28 AM
પ્રસરે છે એમ બાહુ, વીંટળાય જેમ વેલી.
શરમાઈ તે રહ્યાં છે, મેં સાવ લાજ મેલી!
ફૂલો તો શું વસંતે કળિયોય છે છકેલી,
સુંદર છે એ ‘અનિલ’, મેં વસ્તુઓ સૌ ચહેલી.
કૈક ઓછું કર્યું છે ને કૈક ઉમેર્યું છે બન્ને શેરમાં (see post V/s comment)
બરાબર છે ને ?
મકતા ક્યારે આવી ગયો એ ખબર જ ના પડી…….! મજા પડી ગઈ.
Pancham Shukla said,
March 2, 2010 @ 6:13 PM
આદરણીય શાયરની નજાકતભરી રચના.
ટાઈપભૂલ લાગે છેઃ ‘કળિયો છે ‘ –> ‘કળિયો ય છે ‘ ? (એક લઘુ ખૂટે છે).
ઊર્મિ said,
March 2, 2010 @ 10:08 PM
નિનાદે ટાંકેલ બંને શે’રોમાં મને પણ દોષો તુરત નજરે પડ્યા હતા પરંતુ સચોટ ખબર ન હોવાથી મેં માત્ર અટકળ કરીને સુધારો કરવાનું દોઢ-ડહાપણ ના કર્યું… 🙂 આ ગઝલ ક્યાંક પ્રકાશિત થઈ હતી ત્યાંથી ઘણા વખત પહેલા ટાંકી લીધી હતી, શક્ય છે કે ત્યાં ટાઈપીંગની ભૂલ થઈ હોઈ શકે છે. કોઈને જો મૂળ રચનાની ખબર હોય કે મળે તો અહીં જણાવવા વિનંતિ, કે જેથી ભૂલ સુધારી શકું… આભાર મિત્રો.
pragnaju said,
March 3, 2010 @ 12:25 AM
પ્રસરે છે એમ બાહુ, વીંટળાય જેમ વેલી.
શરમાઈ તે રહ્યાં છે, મેં સાવ લાજ મેલી!
વાહ્
હે પી હો લી