ચાલ્યા જતા પ્રસંગની એકાદ ક્ષણ રહે
તો પણ પૂરા પ્રસંગનું વાતાવરણ રહે.
જવાહર બક્ષી

તાલ ક્ષતિનો ☆ ફારૂક શાહ

મંજીરું બજે, ઢાળ વહે ગંગાસતીનો,
પણ જીવમાં પડઘાયા કરે તાલ ક્ષતિનો.

રોકી ન શકાતો કોઈ સંવેદનાનો જન્મ,
ઊતરી ન શકે કોઈ રીતે બોજ મતિનો.

એક મંત્ર તૂટ્યો, તૂટી બધી નાભિક્રીડાઓ,
દદડયા કરે છાતીથી અનલ અથથી ઈતિનો.

વિસ્તારવાનું રોજ બને જળની સપાટી,
તોયે મળે છે ક્યાં મને અહેસાસ ગતિનો.

આંખોથી વહી નીકળ્યા બાહર બધા સંવેગ,
રગરગમાં ફર્યો શાપ કોઈ સ્વપ્નવતીનો.

મસ્તિષ્ક ઉઘાડીને રુધિર હોમ કરી જોઉં,
પણ ચમકે ન વીજળી કે બળે વેશ જતિનો.

☆ ફારૂક શાહ

ખાટલે મોટી ખોડ હોય એ માણસ લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોઢું ધોવા જાય. ગંગાસતીનો ઢાળ બહેતો હોય અને મંજીરાં રણકતાં હોય એ સમયે આધ્યાત્મના અનવદ્ય પ્રવાહમાં વહી જવાના બદલે આવા માણસ પોતાની ખામીઓના સૂરતાલમાં રત રહે છે. બીજા શેરમાં બુદ્ધિ અને હૃદયનું દ્વંદ્વ નિર્દિષ્ટ છે. લાગણીને અટકાવી શકાતી નથી ને મનને હળવું કરી શકાતું નથી. જીવનની દરેક બાબતમાં એકધ્યાન રહેવું આવશ્યક છે. નજર હટી, દુર્ઘટના ઘટી. જીવને શિવ સાથે બાંધી રાખતો મંત્ર તૂટ્યો નથી કે છાતીમાં આરંભથી આજ સુધીની બળતરા વ્યાપી રહે. ચોથો શેર ઠીકઠાક થયો છે, પણ છેલ્લા બે શેર વળી જોરુકા. એમાંય સ્વપ્નવતી પર તો વારી જવાનું મન થાય.

57 Comments »

  1. કમલેશ શુક્લ said,

    August 6, 2026 @ 11:38 AM

    સાદ્યંત સુંદર ગઝલ. ખૂબ ખૂબ અભિનંદન

  2. kiransinh chauhan said,

    August 6, 2026 @ 11:39 AM

    વાહ
    ઉત્તમ ગઝલ

  3. Varij Luhar said,

    August 6, 2026 @ 11:40 AM

    વાહ.. ખૂબ સરસ ગઝલ માણવા મળી..

  4. Kajal shah said,

    August 6, 2026 @ 11:42 AM

    બહુ સુંદર ગઝલ અને સુંદર સમજણ 👌

  5. અગન રાજ્યગુરુ said,

    August 6, 2026 @ 11:43 AM

    વાહ…

  6. Shailesh pandya said,

    August 6, 2026 @ 11:44 AM

    Vaah… apratim

  7. Rajesh Hingu said,

    August 6, 2026 @ 11:45 AM

    વાહ.. મજાની ગઝલ થઈ છે

  8. Bharati Prajapati said,

    August 6, 2026 @ 11:45 AM

    ખુબ સુંદર! આધ્યાત્માના અગમ પથ પર લઈ જતી ખુબ સુંદર રચના!

  9. Dipak Peshwani said,

    August 6, 2026 @ 11:47 AM

    વાહ. મજાની ગઝલ.💐💐

  10. Sandip Bhatia said,

    August 6, 2026 @ 11:50 AM

    સરસ. ચિંતનથી છલકતી ગઝલ. 👌🏻👌🏻

  11. Harihar Shukla said,

    August 6, 2026 @ 11:51 AM

    ઓહો, નરી મોજ 👌

  12. Harihar Shukla said,

    August 6, 2026 @ 11:53 AM

    મોજ.

  13. Aasifkhan Pathan said,

    August 6, 2026 @ 11:54 AM

    મજાની ગઝલ

  14. Nidhi mehta said,

    August 6, 2026 @ 11:55 AM

    ખૂબ સરસ ગઝલ છે…અભિનંદન

  15. Suresh Parmar said,

    August 6, 2026 @ 11:55 AM

    🌹👍🙏 ખૂબ સરસ.

  16. Devendra Shah said,

    August 6, 2026 @ 11:56 AM

    🙏🙏 પ્રભુ, સરસ સમજવા જેવો પ્રસાદ, ખૂબ ગમ્યો, આભાર, પ્રણામ, ધન્યવાદ, આભાર, પ્રણામ.🙏🙏

  17. જિજ્ઞા વોરા said,

    August 6, 2026 @ 11:59 AM

    વાહ… ગીતના લય -તાલથી માંડી જીવનના લય -તાલ વિશેના ચિંતન વણી લેતી ગઝલ👏👏👏

  18. હરીશ દાસાણી.મુંબઈ said,

    August 6, 2026 @ 12:02 PM

    સુંદર ગઝલ છે. કાવ્યાનંદ અને
    બ્રહ્માનંદને સહોદર ગણેલાં છે.
    આવી સંતર્પક રચનાઓ
    ક્યારેક જ મળે.

    તમારી સંક્ષિપ્ત નોંધ પણ ધ્યાનાકર્ષક છે.
    સ્વપ્નવતીનો શાપ રગરગમાં ફરી વળ્યો
    એ કલ્પના અદ્ભુત છે.

    ઉત્તમ રચનાઓ લયસ્તરો પર મુકાય છે તેથી રચયિતા
    અને સંપાદક બંનેને અભિનંદન.

  19. Shyam Thakor said,

    August 6, 2026 @ 12:03 PM

    ખૂબ સુંદર ગઝલ…

  20. Pratapsinh Dabhi ‘Hakal’ said,

    August 6, 2026 @ 12:07 PM

    કવિને અભિનંદન. તમોને પણ સરસ ગઝલ શૅર કરવા બદલ

  21. મનીષા આર. દુધાત "મનમંદિર" said,

    August 6, 2026 @ 12:13 PM

    વાહ, અતિ ગૂઢ સંવેદનાઓને છંદના ચોકઠામાં ગોઠવી તેને અમર બનાવવાનો પ્રયાસ ખરેખર કાબિલે તારીફ છે.
    ગંગાસતીના ઉદાહરણ પરથી એવો પણ વિચાર આવે કે ક્યારેક ગઝલ ની શેરિયત ખૂબ ઊંચા ગજાની હોય ત્યારે તે ગઝલને માણવી જોઈએ, નહી કે માત્ર વ્યાકરણ અને છંદ દોષમાં રચ્યાં પચ્યા રહેવું જોઈએ
    …બધા જ શેર સુંદર રીતે પ્રસ્તુત થયાં છે… ખૂબ ખૂબ અભિનંદન…

  22. Meena Parekh said,

    August 6, 2026 @ 12:31 PM

    વાહ ખૂબ સરસ

  23. SANDIP PATEL KASAK said,

    August 6, 2026 @ 12:34 PM

    વાહ ખૂબ જ સુંદર રચના..રસાસ્વાદ પણ સરસ

  24. Amin Kanchan said,

    August 6, 2026 @ 12:41 PM

    ખૂબ જ રોચક ગઝલ અંતર સંઘર્ષ વ્યકત કરતી ગઝલ –કાફિયા અભિવ્યકિ અર્થપૂર્ણ — લાજવાબ ગઝલ –👌👍.❤️

  25. Jyoti Ramani said,

    August 6, 2026 @ 12:42 PM

    અધ્યાત્મિક ગઝલ…સરસ રસાસ્વાદ.. 💐

  26. Jayesh Bhatt said,

    August 6, 2026 @ 12:52 PM

    વાહ

  27. Yogesh Samani said,

    August 6, 2026 @ 1:07 PM

    વાહ વાહ ને વાહ. ઉમદા ગઝલ.

  28. Rashmi Agnihotri said,

    August 6, 2026 @ 1:29 PM

    વાહ… સુંદર ગઝલ 👌

  29. Vinod Manek 'Chatak' said,

    August 6, 2026 @ 1:42 PM

    અદભૂત ગઝલ… સરસ કાફિયા અને લાજવાબ શેરીયત

  30. ramesh maru said,

    August 6, 2026 @ 1:43 PM

    વાહ…ગઝલ👌🏻👌🏻👌🏻💐

  31. Vinod Manek 'Chatak' said,

    August 6, 2026 @ 1:47 PM

    લાજવાબ ગઝલ

  32. Jiga Rathod said,

    August 6, 2026 @ 3:01 PM

    Khub Sundar Rachna manva mli..khub abhinandan sir

  33. Raksha Shukla said,

    August 6, 2026 @ 3:02 PM

    ખૂબ સરસ…wah ji. આપની સક્રિયતા……સાહિત્યપ્રેમ અને એક ગરવી નિષ્ઠા સાથે બજાવાતો સાતત્ય સાથેનો સાહિત્યધર્મ….ખૂબ ગમે. સલામ. 🫡

  34. Jigna Rathod said,

    August 6, 2026 @ 3:04 PM

    Khub Sundar Rachna manva mli..khub abhinandan sir

  35. Rekha Shukla said,

    August 6, 2026 @ 3:05 PM

    એક મંત્ર તૂટ્યો, તૂટી બધી નાભિક્રીડાઓ,
    દદડયા કરે છાતીથી અનલ અથથી ઈતિનો.

    કેટલું સુંદર ને સચોટ તથ્ય સરળતાથી ટાંકી દીધું
    વાહ ઉમદા માર્મિક વાત સમજાવતી ફારુક શાહ ની ગઝલ માટે આભાર 🙏

  36. JignRathod said,

    August 6, 2026 @ 3:05 PM

    Khub Sundar Rachna manva mli.khub abhinandan

  37. JignRathod said,

    August 6, 2026 @ 3:07 PM

    Sundar Rachna

  38. Raju Nagar 'Salil' said,

    August 6, 2026 @ 3:11 PM

    ખૂબ સુંદર ગઝલ…
    દરેક શેર કંઇક જુદો જ ભાવ રજૂ કરે છે…

  39. Preeti Pujara said,

    August 6, 2026 @ 3:16 PM

    આ ગઝલમાં કવિ ફારૂક શાહે આધ્યાત્મિક અનુભૂતિ, આંતરિક વિખંડન અને અસ્તિત્વની વેદનાને અત્યંત ગહન પ્રતીકો દ્વારા વ્યક્ત કરી છે. ગઝલનો સ્વર ચિંતનાત્મક અને અંતર્મુખી છે. “ગંગાસતી”, “મંત્ર”, “રુધિર હોમ”, “જતિ” જેવા આધ્યાત્મિક સંકેતો માત્ર ધાર્મિકતા સુધી સીમિત રહેતા નથી, પરંતુ માનવચેતનાના આંતરિક સંઘર્ષના પ્રતીક બની ઊભા રહે છે. “તાલ ક્ષતિનો”, “બોજ મતિનો” અને “અહેસાસ ગતિનો” જેવા પ્રયોગો ગઝલને બૌદ્ધિક ઊંડાણ આપે છે. કવિની ભાષા અત્યંત સંસ્કૃતનિષ્ઠ અને અર્થગર્ભ હોવાથી દરેક શેર વાચક પાસે ધીમી અને એકાગ્ર આસ્વાદની માંગ કરે છે. ગઝલમાં સંવેદનાના જન્મથી લઈને સ્વપ્નભંગ અને આત્મયજ્ઞ સુધીની યાત્રા સુંદર રીતે નિરૂપાઈ છે. અંતિમ શેરમાં જ્ઞાન માટેનું સર્વસ્વ સમર્પણ છતાં અપેક્ષિત પ્રકાશ ન મળવાની વ્યથા અત્યંત અસરકારક રીતે વ્યક્ત થઈ છે. આ ગઝલનો મુખ્ય ગુણ તેની મૌલિક કલ્પના, ગહન પ્રતીકયોજના અને તત્ત્વચિંતનસભર અભિવ્યક્તિ છે. સામાન્ય વાચક કરતાં ગંભીર કાવ્યરસિકને આ ગઝલ વધુ ઊંડો આસ્વાદ કરાવે તેવી છે.

  40. Jigisha Desai said,

    August 6, 2026 @ 3:18 PM

    સરસ ગઝલ….બીજો શેર….તમારો આસ્વાદ વાંચ્યા પછી વધારે સમજાયો 😁

  41. jyoti Patel said,

    August 6, 2026 @ 3:36 PM

    A beautiful portrait of power of paradox….Brilliant analysis , Vivek.

  42. Sandhya Vijay Bhatt said,

    August 6, 2026 @ 5:31 PM

    આધ્યાત્મિક સંવેદનાઓ સાથે સાથે મન બુદ્ધિ વચ્ચે ની ભેદરેખા
    અને કાફિયા રદ્દ ના સરસ પ્રયોગ વડે સુંદર રચના.

  43. Bhattasana Deepa said,

    August 6, 2026 @ 7:01 PM

    ગુજરાતી સાહિત્યને ધબકતું રાખવામાં આ બધા જ કવિઓનો ખૂબ જ મોટો ફાળો છે હાલ આપણે વિચારીએ છીએ કે આપણું સાહિત્ય કોઈને કોઈ દ્રષ્ટિ કોણ થી વાંચનમાં ઓછું થતું જાય છે પરંતુ આપ બધા જેવા મિત્રો ના અથાગ પ્રયત્નોથી આપણી કવિતાઓમાં રણકાર હજુ પણ એવો ને એવો જ છે

  44. રાજેન્દ્ર ભટ્ટ said,

    August 6, 2026 @ 7:11 PM

    ખૂબ ઉમદા ગઝલ સુંદર કલ્પનો ચોટદાર રજૂઆત અભિનંદન

  45. ઈશ્વર ચૌધરી ઉડાન said,

    August 6, 2026 @ 7:26 PM

    વાહ અદ્ભૂત ગઝલ.

  46. Bhagirath Pandya said,

    August 6, 2026 @ 8:34 PM

    અદ્ભૂત રચના. કવિ પોતાની અને આમ વાચકની લાગણીને જાણે વાચા આપે છે. રંગમાં ભંગ જેવી વાત બને છે. ભક્તિરસ ઘોળાતો હોય ત્યારે જ મન ક્યાં ક્યાં ભટકે છે!? ખરે જ, સ્વપ્નવતીનો શાપ હોય તો જ આવું ઘટે, પણ ગઝલ સુંદર! વિવેકભાઈ, આપનો અને અન્ય ભાવકોનો પ્રતિભાવ ગમ્યો. કાવ્યાસ્વાદની આ ગંગા નિરંતર વહેતી રહો!

  47. Kishor Ahya said,

    August 6, 2026 @ 9:36 PM

    ગઝલના દરેક શેર અર્થ સભર છે અને આધ્યાત્મિક ઊંડાણથી ભરેલા છે. મજાના કાફિયાથી શબ્દો શોભી ઉઠ્યા છે. ગઝલ વિશે ઘણા બધા ભાવક મિત્રોએ મજાના અભિપ્રાયો આપ્યા છે. જરા ટૂંકમાં કહીએ તો જીવનની સચ્ચાઈ બતાવતી ગઝલ છે.
    અચાનક અંધારા થાશે જો એવા ગંગાસતીના મુત્યુ બોધની ચેતવણી આપતા ભજન ચાલતા હોત ત્યારે ય ભજનમાં ધ્યાન કરવાને બદલે મનુષ્ય મનમાં વિચારોથી ઘેરાયેલો રહી મનમાં કોઈ વિચારની હારમાળા ચાલ્યા કરતી હોય ત્યારે એને કવિ” જીવમાં પડઘાયા કરે તાલ ક્ષતિનો” કહે છે. મનમાં કોઈ સંવેદના ઉત્પન્ન થાય છે ત્યારે ઘણીવાર આ આવેગને રોકવો મુશ્કેલ હોય છે જેનો મનુષ્યની મતિ એટલેકે બુદ્ધિ ઉપર આવતાં ભારની વાત બીજા શેરમાં છે. “એક મંત્ર તૂટ્યો તૂટી બધી નાભિક્રીડાઓ” મનુષ્યે જ્યારે કોઈ સંકલ્પ લે છે પછી જ્યારે સંકલ્પ તૂટી જાય છે ત્યારે તે પછી ઉત્પન્ન થતી પીડાની વાત પછીના શેરમાં જણાય છે. ઘણા શેરમાં કવિએ અર્થ ગૂઢ રાખ્યા છે જે જોતા ઘણા બધા અર્થ બની શકે પણ ગઝલનો આધ્યાત્મિક ભાવ જોતા અહીં એ રીતે અર્થ લીધા છે. આ અસ્તિત્વ ગતિમાન છે આ ગતિનો જેને અહેસાસ થઈ જાય તે જીવનમાં આવતા સુખ દુઃખથી વિચલિત થતો નથી કવિ અહીં વિસ્તરતું જીવન છતાં ગતિનો અહેસાસ ક્યાં છે તેમ જણાવી પોતાની સરળતા વ્યક્ત કરે છે. રગ રગમાં ફર્યો શ્રાપ આ શેરમાં કવિ કહે છે કોઈ સ્વપ્નની દેવીએ જાણે કે શ્રાપ આપ્યો હોય તેમ શ્રાપ રગે રગમાં શરીરમાં ફરી વળી બધો આવેગ આંખો દ્વારા (રડવાથી) બહાર નીકળી ગયો છે. ખુબજ સરસ કલ્પનો છે. છેલ્લે જે શેર કહ્યો છે તે..

    મસ્તિષ્ક ઉઘાડીને રુધિર હોમ કરી જોઉં,
    પણ ચમકે ન વીજળી કે બળે વેશ જતિનો.

    કવિ અહીં જે વાત કરે છે તે આજના સમયનો પ્રશ્ન છે. કહે છે વીજળી પડે ને આ જતિનો વેશ જો બળી જાય તો મસ્તિષ્કનું લોહી સ્વાહા કરી દઉં ! આ ખૂબ સમજવા જેવું છે. જતીનો વેશ ધારણ કરી લેવો બહુ સહેલો છે પણ કેટલીકવાર કોઈના પ્રભાવના આવી જઈ અથવાતો આવેગમાં આવી જઇ મનુષ્ય સંન્યાસી બની જાય છે પણ પછી સંસારનું આકર્ષણ તોફાને ચડેલી નદી જેમ ગાંડીતૂર બની કાંઠાઓ છલકાવી દે છે તેમ મનુષ્યના મનના આવેગો શરીરની સાથે આત્માને પણ ધ્રૂજાવી દે છે!અને જીવન મહા દુઃખથી ઘેરાય જાય છે ત્યારે આ વેષનો એને ભાર લાગે છે!પણ મનુષ્યનો અહંકાર અને સમાજમાં મળતું માંન સન્માન તેને વસ્ત્રો દૂર કરવા દેતું નથી!” વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ અંગવચન” માં ભગવાન મહાવીરનું અમૂલ્ય સૂત્ર છે કહે છે.

    «સમયાએ સમણો હોઈ, બંભચેરેણ બંભણो / નાણેण ય મુણી હોઈ, તવસા હોઈ તાવસો»
    કેવળ વેશ કે મુંડનથી નહીં, પણ સમતાથી શ્રમણ, બ્રહ્મચર્યથી બ્રાહ્મણ, જ્ઞાનથી મુનિ અને તપથી તાપસવાય છે.

    આમ બાહ્ય આચાર નહી પણ આંતરિક બદલાવ, આત્મજ્ઞાન થવું એજ મુનિનું સ્વરૂપ છે. કવિએ અહીં સરસ કલ્પનો કર્યા છે “પણ ચમકે ન વીજળી કે બળે વેશ જતિનો.” વાહ!

    “તાલ ક્ષતિનો”કવિશ્રી ફારુખ શાહને ઉતમ કૃતિ આપવા બદલ ધન્યવાદ.શ્રી વિવેકભાઈ એ ખૂબ સરસ આસ્વાદ આપ્યો છે ને ખૂબ સરસ ગઝલ પસંદ કરી છે.

    🌹🌹🌹🌹

  48. Mahek said,

    August 6, 2026 @ 10:07 PM

    સુંદર 💐

  49. ડો.મહેશ રાવલ said,

    August 6, 2026 @ 11:47 PM

    સરસ અને મનનીય ગઝલ થઈ છે.
    કવિશ્રીને,ગઝલપૂર્વક અભિનંદન 💐
    @આભાર,લયસ્તરો.કોમ

  50. Jay Naik said,

    August 7, 2026 @ 9:17 AM

    વાહ વાહ શું કહેવું!

  51. વિવેક said,

    August 7, 2026 @ 12:03 PM

    પ્રતિભાવ પાઠવનાર અને ખાસ તો વિશદ વિશ્લેષણ કરનાર તમામ કાવ્યપ્રેમી મિત્રોનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર…

  52. Rajendra Mehra said,

    August 7, 2026 @ 12:23 PM

    વાહ…

  53. Swati Rajiv Shah said,

    August 10, 2026 @ 10:08 AM

    આવી રચના અને આસ્વાદ માટે માત્ર ત્રણ શબ્દો- આહા, આહાહા, અહાહાહા!

  54. વિવેક said,

    August 11, 2026 @ 11:00 AM

    લયસ્તરોએ ઘણા વરસો પછી કોઈ એક રચના પર આટલી બધી કમેન્ટ્સનો જુવાળ જોયો… સહુ મિત્રોનો સાગમટે ખૂબ ખૂબ આભાર… આવો જ પ્રેમ સતત બધી જ રચનાઓ માટે પણ વરસાવતા રહેજો… કવિઓ માટે આનાથી મોટો બીજો કોઈ પુરસ્કાર નથી હોતો…

    આભાર

  55. Peeyush Bhatt said,

    August 14, 2026 @ 3:26 PM

    વાહ, સાદ્યંત સુંદર અને અધ્યાત્મ નિષ્ઠ આકર્ષક ગઝલ પર ઊંડાણ પૂર્વક ચિંતન કરતાં હ્રદય માં ગમગીની નો અનુભવ થાય. નવનીત સમર્પણમાં નિયમિત રીતે ‘વસ્તુ અમુલખ’ કોલમ વાંચતા રસિકો તો આ કવિમિત્ર ફારૂક શાહથી સુપેરે પરિચિત હોય એથી જ એમનો ગમતો વિષય પ્રસ્તુત ગઝલમાં દેખાય છે.
    આ ગઝલ આધ્યાત્મિક સાધનામાં થતા આંતરિક મૃત્યુની અનુભૂતિ વિશે છે. બાહ્ય રીતે બધું બરાબર ચાલે છે. ભજન, કામ, સપાટી. પણ અંદરનો મંત્ર તૂટી ગયો છે. એટલે બાહ્ય રીતે પણ કોઈ વસ્તુ હવે સ્પર્શતી નથી. અથથી ઈતિ, શરૂઆતથી અંત સુધી અંદર સતત બળતરા છે જેની શરૂઆત કે અંત, કશું જ નથી.

    કવિ ફારૂક શાહે ગઝલમાં ખૂબ ભારે શબ્દો વાપર્યા છે, જેમ કે નાભિક્રીડા, અનલ, સ્વપ્નવતી, રુધિર હોમ વગેરે . એનાથી ગઝલને એક યજ્ઞ જેવી ગંભીરતા મળે છે. કવિની અનુભૂતિ એ છે કે બહાર ગંગા વહે છે, પણ અંદર રણ છે.

    આ ગઝલ બહુ ભારેખમ અને દાર્શનિક છે છતાંય અંદર સુધી સોંસરવી ઉતરી જાય એવી છે. સપાટી પર વેદના છે, પણ અંદર આત્મ-સંઘર્ષ અને અસ્તિત્વની શોધ છે. કવિશ્રી ફારૂક શાહની આ ગઝલ ફક્ત દુઃખની નથી, એ `આધ્યાત્મિક મૃત્યુ` અને `પુનર્જન્મની અશક્તિ`ની ગઝલ છે. નિર્વાણ વિશે નહીં પરંતુ નિર્વાણ ન થઈ શકવાની પીડા વિશે છે.

    બુદ્ધને જ્ઞાનની વીજળી ચમકી હતી. અહીં કવિ કહે છે કે હું મારું લોહી પણ હોમી દઉં તો ય અંદર વીજળી નથી ચમકતી. કવિનો જાત પરનો વિશ્વાસ તૂટે છે એટલે જ આખી ગઝલનો અર્થ ખુલે છે. જો ઈશ્વરનો કે પ્રેમનો મંત્ર તૂટ્યો હોત તો કવિ ફરિયાદ કરત. પણ અહીં કવિ પોતાની જાતને જ દોષ આપે છે, જાતને જ સજા કરે છે. ‘રુધિર હોમ કરી જોઉં` એટલે બલિદાન, પણ કોનું? પોતાનું જ. જો બીજા પર ભરોસો તૂટ્યો હોત તો બીજાને દોષ આપત. અહીં તો પોતાનું લોહી હોમવાની વાત છે. કારણ કે પોતાની જાતમાં જ કંઈક ખામી છે. આગળ કહે છે કે વેશ જતિનો. આ સૌથી મોટો પુરાવો. જતિ એટલે ત્યાગી, જ્ઞાની. કવિ કહે છે હું બહારથી, ‘હું બધું સહન કરી લઉં છું.’ એવો વેશ ધારણ કરીને ફરું તો છું પણ હું અંદરથી સાવ તૂટી ગયો છું. આ ઢોંગ પણ મારો જ છે. જો મને મારી જાત પર વિશ્વાસ હોત તો કદાચ કોઈ વેશ ધારણ કરવાની જરૂર જ ન પડત. ક્ષતિનો તાલ. અહીં ક્ષતિ એટલે ખામી. અને એ ખામી કોની? મારી જાતની. મને લાગે છે કે મારામાં જ કંઈક તૂટેલું છે એટલે જીવન નથી ચાલતું. કવિ કહે છે કે એક દિવસ મને મારી જાત પરથી વિશ્વાસ ઉઠી ગયો. એટલે જ નાભિક્રીડા તૂટી ગઈ. હવે મારામાં નવું કંઈ કરવાની, સર્જન કરવાની શક્તિ જ રહી નથી. એટલે તો અંદર અનલ એટલે કે આગ લાગી. આત્મ-ગ્લાનિની આગ. એટલે હવે ગમે એટલું દોડું તો ય માત્ર જળની સપાટી વિસ્તરે છે પણ એમાં ગતિ નથી. અને એટલે જ સ્વપ્નવતીનો શાપ લાગ્યો. કારણ કે મેં મારા વિશે મોટા સપના જોયા હતા. અંતે રુધિર હોમ કરીને પણ ભીતર વીજળી નથી ચમકતી. એટલે કે હું મારી જાતને પાછી ઊભી નથી કરી શકતો.

    આપણાં જીવનમાં આ સૌથી મોટી ટ્રેજેડી હોય છે કે જ્યારે બીજા પરથી વિશ્વાસ તૂટે તો આપણે બહુ બહુ તો બાહ્ય રીતે એકલા પડીએ. પણ જ્યારે જાત પરનો વિશ્વાસ તૂટે તો આપણે આપણી ભીતરમાં જ એકલા પડી જઈએ. ત્યાંથી ભાગવાનું કોઈ સ્થાન જ ન રહે.
    એટલે જ આ ગઝલ વાંચીને આટલી બેચેની થાય. કારણ કે આ દુશ્મન બહાર નથી, અંદર છે.
    કવિ ફારૂક શાહે માણસની સૌથી મોટી આંતરિક હાર વિશે જ આ ગઝલ લખી લાગે છે. આ ગઝલ વાંચ્યા પછી થોડી વાર કોઈ સાથે વાત કરવાનું મન ન થાય. બસ, આત્મ મંથન શરું થઈ જાય.

    કવિમિત્ર ફારૂક શાહની સરસ ગઝલ પીરસવા માટે અને આસ્વાદ કરાવવા માટે વિવેકભાઈ નો આનંદ સહ આભાર

  56. Peeyush Bhatt said,

    August 14, 2026 @ 9:55 PM

    વાહ, સાદ્યંત સુંદર અને અધ્યાત્મ નિષ્ઠ આકર્ષક ગઝલ પર ઊંડાણ પૂર્વક ચિંતન કરતાં હ્રદય માં ગમગીનીનો જ અનુભવ થાય. નવનીત સમર્પણમાં નિયમિત રીતે ‘વસ્તુ અમુલખ’ કોલમ વાંચતા રસિકો તો આ કવિમિત્ર ફારૂક શાહથી સુપેરે પરિચિત હોય જ. અહીં એથી જ એમનો ગમતો વિષય પ્રસ્તુત ગઝલમાં દેખાય છે.
    આ ગઝલ આધ્યાત્મિક સાધનામાં થતા આંતરિક મૃત્યુની અનુભૂતિ વિશે છે. બાહ્ય રીતે બધું બરાબર ચાલે છે. ભજન, કામ, સપાટી. પણ અંદરનો મંત્ર તૂટી ગયો છે. એટલે બાહ્ય રીતે પણ કોઈ વસ્તુ હવે સ્પર્શતી નથી. અથથી ઈતિ, શરૂઆતથી અંત સુધી અંદર સતત બળતરા છે, જેની શરૂઆત કે અંત, કશું જ નથી.

    કવિમિત્ર ફારૂક શાહની સરસ ગઝલ પીરસવા માટે અને આસ્વાદ કરાવવા માટે વિવેકભાઈનો આનંદ સહ આભાર

  57. Piyush kumar Pradyumanrai Bhatt said,

    August 14, 2026 @ 9:57 PM

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment