ગોઠવણ – વિકી ત્રિવેદી
મા, સાવ નાનકડા ઘરમાં
-અરે ઘર શાનું? ઝૂંપડું જ-
એમાં કોઈ કબાટ, તિજોરી, પેટી વગર
વ્યવસ્થાના અભાવને અવગણીને
માત્ર ઘર ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને
તું શું કરી શકે છે એના ઉપર ધ્યાન આપીને
ઘરના બધા જ સભ્યોનો સામાન
વ્યવસ્થિત ગોઠવવાની તારી જે સૂઝ હતી
એ મને કામ આવી
હું પણ હવે પીડાને અવગણીને
અભાવોને નજરઅંદાજ કરીને
માત્ર હું શું કરી શકું છું એના ઉપર ધ્યાન આપીને
જેના ફકરાના ફકરા ભરાઈ શકે
એવા વિચારોને માત્ર બે લીટીમાં ગોઠવી શકું છું!
– વિકી ત્રિવેદી
લયસ્તરો પર આજે કવિના અછાંદસ સંગ્રહ ‘સંવેદનાનો વેદ’ને પોંખીએ…
નાનું અમથું પણ સ્વયંસ્પષ્ટ કાવ્ય. ગઝલના શેરની બે લીટીના ઘરમાં જે કવિને માફક આવી ગયું છે, એ પોતાની આવડતના મૂળ સાથે આપણો પરિચય કરાવવા માટે નાનકડા પણ મજાના અછાંદસનું માધ્યમ પ્રયોજે છે…



Dipak Peshwani said,
September 6, 2025 @ 11:19 AM
ગઝલ જેવી જ હથોટી અછાંદસમા કવિને છે એ બહુ મજાની વાત છે. મજાનું અછાંદસ.
Dr. Vrajlal Savaliya said,
September 6, 2025 @ 11:23 AM
અછાંદસ પણ કાવ્યસર્જનમાંથી નિપજ્તુ નવનીત ઘણું પોષક નીવડ્યું છે.
Hiren K Mungla said,
September 6, 2025 @ 11:28 AM
કાબિલે દાદ શબ્દ ગોઠવણી
MAYANK SUMANTRAI TRIVEDI said,
September 6, 2025 @ 11:33 AM
વાહ જી વાહ જોરદાર 🎊🥳
Dina Chhelavda said,
September 6, 2025 @ 11:34 AM
વાહ.. લાજવાબ
જ્યોતિ રામાણી said,
September 6, 2025 @ 11:40 AM
થોડામાં ઘણું… સુંદર 👍
RB RATHOD said,
September 6, 2025 @ 11:48 AM
વાહ 💐💐
જયેશ ભટ્ટ said,
September 6, 2025 @ 11:56 AM
વાહ
HARIN said,
September 6, 2025 @ 12:01 PM
સચોટ!!
જયેશ ધારિયા said,
September 6, 2025 @ 12:28 PM
માં, ને ઉદેશીને ..માં ના સંસ્કાર કેવા તંતોતંત પ્રાપ્ત કર્યા છે તેનું ખૂબ સરસ કવિત્વ પ્રગટ કર્યુ છે.. વાહ અદભૂત રચના..
જયેશ ધારિયા said,
September 6, 2025 @ 12:33 PM
માં, ને ઉદેશીને ..માં ના સંસ્કાર કેવા તંતોતંત પ્રાપ્ત કર્યા છે..પચાવ્યા છે તેનું ખૂબ સરસ કવિત્વ પ્રગટ થયુ .. વાહ અદભૂત રચના..
જયેશ ધારિયા said,
September 6, 2025 @ 12:39 PM
માં, ને ઉદેશીને..માં ના સંસ્કાર કેવા તંતોતંત પ્રાપ્ત કર્યા છે..પચાવ્યા છે તેનુ સરસ કવિત્વ પ્રગટ થયું .. વાહ અદભૂત રચના..
મધુસૂદન પટેલ 'મધુ' said,
September 6, 2025 @ 4:13 PM
વાહ!
Kanchanbhai Amin said,
September 6, 2025 @ 5:13 PM
વાહ – shoot and sweet –
Shilpi buretha said,
September 7, 2025 @ 10:51 AM
વાહ
સરસ
Ramesh Maru said,
September 8, 2025 @ 11:45 AM
વાહ…