હવાની જેમ જવું હો જો આરપાર જરા,
તું શોધી કાઢ, હશે ક્યાંક તો દરાર જરા !
વિવેક મનહર ટેલર

એવા અજર પિયાલા – સરવણ કાપડી

પે’લે પિયાલે ભાંગી દિલની ભ્રાંત મારા વીરા રે!
એવા અજ૨ પિયાલા પૂરા સંત મારા વીરા રે!

અલખ સંતો ભાઈ,
આ રે કાયામાં એક આંબલિયો રે જી
કોયલ કરે છે કલોલ મારા વીરા રે!
સુવાતી કોયલનો સૂર રળિયામણો રે જી… અલખ સંતો ભાઈ.

આ રે કાયામાં એક ધોબી વસે રે જી
સતગુરુ ધૂવે રુદિયાનો મેલ મારા વીરા રે!
વણ રે સાબુ ને વણ પાણીએ રે જી… અલખ સંતો ભાઈ.

આ રે કાયામાં એક હાટડી રે જી
વસ્તુ ભરેલ અણમોલ મારા વીરા રે!
સુગરા હોશે તે વસ્તુ વો’૨શે રે જી… અલખ સંતો ભાઈ.

શીશને સાટે મારો સાયબો રે જી
ને સાયબો મોંઘે મોંઘે મૂલ મારા વીરા રે!
‘સરવણ કાપડી’ એમ બોલિયા રે જી… અલખ સંતો ભાઈ.

– સરવણ કાપડી

આપણી સમૃદ્ધ ભજનિક કવિઓની પરંપરામાં એક ઓછું જાણીતું પણ નોંધપાત્ર નામ સરવણ કાપડીનું પણ છે. સંતગુરુનો મહિમા કરતું આ ભજન સરળ શબ્દોમાં સીધું નિશાન તાકે છે. સત્ગુરુના હાથે જ્ઞાનનો પહેલો પ્યાલો મળતા માત્રમાં તમામ ભ્રમણાઓ પડી ભાંગે છે. ભીતરના આંબામાં વસતી કોયલનો રળિયામણો સૂર ગુરુની મદદ વિના કોણ સાંભળી શકે? સતગુરુ જ સાબુ-પાણી વિના રુદિયાનો મેલ ધોઈ આપશે. ભીતરની હાટડીમાં અણમોલ વસ્તુઓ ભરી પડી છે, પણ એના મોલ માથે ગુરુના આશિષ હોય એવા સુગરા વિના બીજું કોઈ કરી શકનાર નથી. સાહિબને પામવા માટે શિશ ધરી દેવાની તૈયારી હોવી ઘટે, એથી ઓછી કિંમતે સાયબો મળનાર નથી.

7 Comments »

  1. pragnajuvyas said,

    June 2, 2023 @ 7:01 AM

    આ,સરવણ કાપડીનુ મધુર ભજન
    ડૉ વિવેકનો સ રસ આસ્વાદમા સટિક વાત-‘ સત્ગુરુના હાથે જ્ઞાનનો પહેલો પ્યાલો મળતા માત્રમાં તમામ ભ્રમણાઓ પડી ભાંગે છે.’ પ્યાલો -કટારીની જેમ ‘પ્યાલો’ પણ કોઈ ચોક્કસ બંધારણ ધરાવતો પદ કે ભજનપ્રકાર નથી. જુદી જુદી દેશીઓમાં જુદા જુદા રાગ-ઢાળ-તાલ-છંદમાં પ્યાલાનું રૂપક સ્વીકારીને પોતાનાં અનુભવમસ્તીનું સંતકવિએ ગાન કર્યું હોય એવી જુદી જુદી ભજનરચનાઓને એમાંના રૂપકને કારણે જ ‘પ્યાલો’ એવું પ્રકારનામ મળે છે. નિર્ગુણ નિરાકાર પરબ્રહ્મ કે એ પરબ્રહ્મ સુધી પહોંચાડનાર સદ્ગુરુની કૃપા સાધક ઉપર ઊતરે, આત્મસાક્ષાત્કાર થાય અને જે અલૌકિક-અવર્ણનીય આનંદ-મસ્તીની પ્રેમખુમારી પ્રગટ થાય એની અભિવ્યક્તિ આવાં ‘પ્યાલા’નું રૂપક લઈને આવતાં ભજનોમાં જોવા મળે છે.
    મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાંથી મળતી પ્યાલા પ્રકારની રચનાઓમાં સાતેક જુદા જુદા પ્રકારના ગાયન-ઢંગ મળે છે. કાફીના ઢંગમાં; આરાધી ભજનોના ઢંગમાં; પરજ, સામેરી, પ્રભાતી, દરબારી, આશાવરી કે દેશ જેવા શાસ્ત્રીય રાગની છાંટ ધરાવતા દેશી ઢાળોમાં પણ પ્યાલાનાં ભજનો ગવાય છે. તાલની દૃષ્ટિએ દીપચંદી કે માઢ, હીંચ કે ખેમટો, દાદરો, ત્રિતાલ, રૂપક, કેરવો જેવા સંગીતના તાલ પ્રયોજાય છે. પ્યાલાનાં ભજનો ગાવાની એક વિશિષ્ટતા એ છે કે કેટલાંક ભજનોમાં દરેક પંક્તિના અમુક શબ્દોનું આવર્તન કરી બીજી પંક્તિનું ગાન શરૂ થાય પછી બીજી પંક્તિના છેવાડાના અમુક શબ્દોનું આવર્તન થયા બાદ ત્રીજી પંક્તિ ગવાય. આમ સ્વરના આરોહ-અવરોહ થયા કરે છે.
    પ્યાલાનાં ભજનોના રચયિતા સંત-કવિઓમાં લખીરામ અને દાસી જીવણનું નામ મોખરે આવે. એ સિવાય રવિસાહેબ, ત્રિકમસાહેબ, અરજણ, સરવણ કાપડી, તોલાપુરી અને કબીરસાહેબની પ્યાલારચનાઓ ગુજરાતી ભજનિકોની મંડળીઓમાં ગવાય છે.
    આ સરવણ કાપડીના ભજનો ઘણા ગાયકોએ ગાયા છે
    માણો https://youtu.be/ocfp_8KGaFg

  2. pragnajuvyas said,

    June 2, 2023 @ 7:13 AM

    માણો આગમ આવી ગયા સંતો ઢુકડા ||
    aagam aavi gaya Santo dhukada || aagamvani || sarvan tapadi nu bhajan ||

  3. pragnajuvyas said,

    June 2, 2023 @ 8:32 AM

  4. લલિત said,

    June 2, 2023 @ 12:05 PM

    અસલ, અદ્ભુત ભજન.. આપ અહીં ભજન મૂકો છો અને રળિયાત થઈ જવાય છે… આભાર

  5. લલિત said,

    June 2, 2023 @ 12:11 PM

    આદરણીશ્રી paganajuvyas નાં અભિયાસ ને વંદન…. અભિયાસ.. એમ હેતુપૂર્વક કહું છું… ભજન અને ભજનિક માં ડૂબીને તેઓ કમંડળ ભરે છે એમ… સવિનય લાગે છે… એમને વંદન

  6. નિનાદ અધ્યારુ said,

    June 2, 2023 @ 12:38 PM

    અહાહાહા . . . . જય હો !

  7. Parbatkumar nayi said,

    June 2, 2023 @ 5:08 PM

    આહા

    આપણી ભજન પરંપરાનું
    ઉત્તમ ભજન

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment