હું દીવાનું શાંત અજવાળું હતો,
તેં પવન ફૂંકીને અજમાવ્યો મને.
અંકિત ત્રિવેદી

सूर की कोई सीमा नहीं (‘અભિયાન’ની નજરે)

મહેંદી હસનના નિરામય દીર્ઘાયુષ્યની પ્રાર્થના માટે સુરત ખાતે યોજાયેલો કાર્યક્રમ જબરદસ્ત સફળતાને વર્યો. હકડેઠઠ ભરાયેલ ગાંધી સ્મૃતિ ભવન મધ્યાંતર પછી પણ એ જ રીતે ભરાયેલું રહ્યું. અમદાવાદથી આવેલ અનિકેત ખાંડેકર, મુંબઈના વિકાસ ભાટવડેકર તથા રાજકોટના ગાર્ગી વોરા ઉપરાંત સુરતના અમન લેખડિયાએ રઈશ મનીઆરના રસતરબોળ કરતા સંચાલન હેઠળ મહેંદી હસને ગાયેલી ગઝલ, લોકગીત અને હીરની રમઝટ બોલાવી સતત ત્રણ કલાક શ્રોતાજનોને ભીંજવ્યા. આ કદાચ વિશ્વભરમાં મહેંદી હસનની આર્થિક સહાય માટે કરવામાં આવેલી સર્વપ્રથમ ટહેલ હતી અને આખા કાર્યક્રમનું પ્રારંભબિંદુ ઇન્ટરનેટ અને ગુજરાતી બ્લૉગ્સ- લયસ્તરો.કોમ, ટહુકો.કોમ અને ઊર્મિસાગર.કોમ બન્યા હતા. આ કાર્યક્રમી થોડીક ઝલક ટૂંકસમયમાં ટહુકો.કોમ અને ઊર્મિસાગર.કોમ પર માણવા મળશે. અભિયાન જેવું લબ્ધપ્રતિષ્ઠ સામયિક પણ આ કાર્યક્રમની નોંધ લેવાનું ચૂક્યું નહીં… સદભાવના દર્શાવનાર અને મદદ માટે હાથ લંબાવનાર તમામ મિત્રોનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ…

Abhiyan_Mehdi Hassan

(અભિયાન……                          …..૧૮-૦૪-૨૦૦૯)

9 Comments »

  1. pragnaju said,

    April 14, 2009 @ 1:34 AM

    અભિયાને નોંધ લીધી તેને બીરદાવીએ છીએ
    પણ બીજા અનેકોએ કેમ નોંધ નથી લીધી ?તેનું આશ્ચર્ય થાય છે.
    પત્રકારત્વ થૉડા ખૂન,આપઘાત,બળાત્કાર,ચોરી કે પૉલીટીકલ માહિતીઓમાં જ પૂરું થાય છે!
    લયસ્તરો અને એવા અન્ય બ્લોગોના સાત્વિક અભિગમ બદલ ધન્યવાદ…

  2. કુણાલ said,

    April 14, 2009 @ 1:45 AM

    ખુબ ખુબ અભિનંદન… અને પ્રગ્નાજુજી ની વાત સાથે સહમત …

  3. Harshad Joshi said,

    April 14, 2009 @ 2:53 AM

    Abhinandan,

    A DVD of Program can be send to Mehdi Hassan, I am sure it will act as medicine and he will fast recover.

    Love, Shubhkamnas and Ashirwads are the best medicine.

    Abhinandan again.

    Harshad

  4. sudhir patel said,

    April 14, 2009 @ 8:23 AM

    ફરી ફરી લયસ્તરોની ટીમ ને અભિનંદન!
    સુધીર પટેલ.

  5. sapana said,

    April 14, 2009 @ 8:33 AM

    વિવેકભાઈ અભિનંદન.

  6. sapana said,

    April 14, 2009 @ 8:34 AM

    વિવેકભાઈ અભિનંદન.

    Keep up the good work for good cause.

    સપના

  7. sunil shah said,

    April 14, 2009 @ 11:35 PM

    કાર્યક્રમના સૌ આયોજકોને અંતરથી અભિનંદન.
    માણસની માણસ પ્રત્યેની સંવેદનાનો સબળ પુરાવો એટલે આ કાર્યક્રમ.

  8. Pinki said,

    April 15, 2009 @ 1:31 AM

    વિવેકભાઈ અને અન્ય આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન…….. !!

  9. urvashi parekh said,

    April 16, 2009 @ 7:19 PM

    વિવેકભાઈ,
    ખુબ ખુબ અભિનંદન….
    ઘણો સારો વીચાર સરસ રીતે સાકાર કર્યો..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment