ટ્રાઇકુ – રવીન્દ્ર પારેખ
પંખી ચાંચથી
પડ્યો સૂર્ય દરિયે
જળ સોનેરી
પર્વતે હસ્યો
સૂર્ય: પડધે અબ્ધિ
જળ સોનેરી
સાગરે ડૂબે
તોયે કરે સૂરજ
જળ સોનેરી
– રવીન્દ્ર પારેખ
બહુ જાણીતો ન હોવા છતાં ટ્રાઇકુ સાવ નવો પ્રકાર પણ નથી. એના વિશે ખાસ આધારભૂત માહિતી નથી પણ વિન્સ પેઇજ નામના એક કવિએ સહુથી પહેલાં આ પ્રકાર પર હાથ અજમાવ્યો હોવાનું ગૂગલદેવતા (allpoetry.com) કહી રહ્યા છે.
ગુજરાતી કાવ્યક્ષેત્રે આ કાવ્યપ્રકારની પહેલ કરી છે કવિશ્રી રવીન્દ્ર પારેખે. કવિના કહેવા મુજબ આ કાવ્યપ્રકારના અલ્પ અંગ્રેજી ખેડાણથી અનભિજ્ઞ એમણે સ્વતંત્રપણે આ કાવ્યપ્રકારનું સર્જન કર્યું છે. દાવો એટલા માટે સાચો જણાય છે કે અંગ્રેજી ટ્રાઇકુ મહામુશ્કેલીએ પણ માંડ હાથ લાગે છે. ટ્રાઇકુ વિશે થોડું કવિશ્રી રવીન્દ્ર પારેખના પોતાના શબ્દોમાં-
આમ ટ્રાઇકુ ત્રણ હાઇકુનો સમૂહ માત્ર છે. જે હાઇકુ માટે અનિવાર્ય છે તે ટ્રાઇકુ માટે પણ છે જ, તે ઉપરાંત એની વિશેષ શરત એટલી છે કે ત્રણે હાઇકુ એક જ પરિવેશ પર રચાય છે. અહીં આકાશ, સાગર અને પર્વત જે રીતે દૃષ્ટિગોચર થાય છે તે હાઇકુમાં પ્રવેશ્યાં છે. એમાં બીજી મહત્વની શરત એ છે કે એક પદાર્થ કે તત્વ ત્રણે હાઇકુમાં સામાન્ય રહે છે. અહીં એ સૂર્ય છે. એક નજરમાં સમાતી પ્રકૃતિ ટ્રાઇકુનો વિષય થઈ શકે છે. એની ત્રીજી શરત એ છે કે ત્રણે હાઇકુ પરિણામ તો એક જ આપે, એટલે છેલ્લી પંક્તિ ત્રણેમાં એક જ રહે તે અનિવાર્ય છે.
Kajal kanjiya said,
January 8, 2022 @ 11:44 AM
સરસ….ટ્રાઇકુ વિશે આજે નવું જાણવા મળ્યું
સુષમ પોળ said,
January 8, 2022 @ 12:07 PM
સરસ.આજે કાવ્યના એક વધુ પ્રકાર અંગે જાણવા મળ્યું.આમ સહજ લાગે,પણ ટ્રાઇકુ બાબતે રવિન્દ્રભાઇએ દર્શાવેલી ત્રણ શરતોને આધિન રહીને એનું સર્જન કરવામાં, કાવ્યરચનાના અન્ય પ્રકારોની જેમ કવિની કસોટી થાય એવું તો છે જ.
Dr Sejal Desai said,
January 8, 2022 @ 12:18 PM
આજે કાવ્યના નવા પ્રકાર વિશે જાણવા મળ્યું. આભાર વિવેકભાઈ અને લયસ્તરો
Guman said,
January 8, 2022 @ 12:30 PM
સરસ નવું જાણવા મળ્યું
ગૌરાંગ ઠાકર said,
January 8, 2022 @ 2:24 PM
વાહ… સરસ
pragnajuvyas said,
January 8, 2022 @ 7:00 PM
કવિશ્રી રવીન્દ્ર પારેખના સુંદર હાઈકુ
ડૉ વિવેક દ્વારા સ રસ આસ્વાદ દ્વારા કાવ્યના નવા પ્રકાર વિષે જાણ્યું
Poonam said,
January 8, 2022 @ 7:18 PM
સાગરે ડૂબે
તોયે કરે સૂરજ
જળ સોનેરી
– રવીન્દ્ર પારેખ – Su-Raj…
Nice info sir ji
પીયૂષ ભટ્ટ said,
January 9, 2022 @ 12:02 AM
વાહ, સરસ નવા કાવ્ય પ્રકારની જાણકારી મળી.
આભાર.
પ્રજ્ઞા વશી said,
January 9, 2022 @ 6:16 AM
એક નવો પ્રકાર
ખૂબ સરસ , અભિનંદન
Indu Shah said,
January 9, 2022 @ 6:24 AM
આભાર રવિન્દ્રભાઈ,
કાવ્યનો નવો પ્રકાર અને તેના વિષેની માહિતી આપવા બદલ.
.
Dr Heena Mehta said,
January 9, 2022 @ 10:07 PM
મુશ્કેલ અને મસ્ત મજાનું !
ડૉ . રાજુ પ્રજાપતિ said,
January 10, 2022 @ 1:32 PM
સરસ સુંદર .. નવી માહિતી અને સાથે જ એનું સુંદર ઉદાહરણ .. સરસ રવિન્દ્રભાઇ…
Vijay Trivedi said,
January 15, 2022 @ 1:48 PM
સરસ, આ નવું જાણવા મળ્યું.રવીન્દ્રભાઈને અભિનંદન.