‘બેફામ’ તોયે કેટલું થાકી જવું પડ્યું ?
નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી.
બેફામ

(સૂર્યોદય) – દીક્ષા

અદભુત સૂર્યોદય હતો એ. વાદળો જાણે કોઈ આશ્ચર્ય કંડારવા માટે મથી રહ્યાં હતાં. લાલભૂરી પાંખોવાળાં પક્ષીઓ ચણની શોધમાં એક ઝાડથી બીજા ઝાડે ઊડાઊડ કરી રહ્યાં હતાં.
પૂંછડી પર કથ્થઈ ડાઘવાળો એક કાળો બિલાડો હળવાં ઘુરકિયાં કરતો, બગાસાં ખાતો, પોતાની જાતને આવનારા દિવસ માટે તૈયાર કરતો મારા પગ નજીકથી પસાર થઈ ગયો.
ઘાસમાંથી તાજી ઝાકળ અને સૌમ્ય જડીબુટ્ટીઓની સુગંધ આવતી હતી. મેં ચપ્પલ ઊતાર્યાં અને મારા પગને પ્રાતઃકાલીન ધુમ્મસની ઠંડક મહેસૂસ કરાવી.
મારાં આંગળાંઓને સૌપ્રથમ એની અનુભૂતિ થઈ અને એ કઠોર જમીનના અહેસાસ, બનાવટ અને તાપમાનને સાચા અર્થમાં સમજવા માટે મારે થોડીક ક્ષણો માટે રાહ જોવી પડી. અને આ પળભરની પ્રતીક્ષા દરમિયાન હું મારું ઇન્સ્ટાગ્રામ જોઈ લેવા માટે લલચાઈ.

ત્યાર બાદ ન મેં કંઈ અનુભવ્યું, ન સાંભળ્યું, ન જોયું.

– દીક્ષા

આમ તો આપણે સહુ એને દીક્ષા જોશીના નામે ગુજરાતી ફિલ્મોની સફળતમ અભિનેત્રી તરીકે ઓળખીએ છીએ… પણ ‘શુભ આરંભ’, ‘કરસનદાસ-પે એન્ડ યુઝ’, ‘શરતો લાગુ’, ‘ધુનકી’, ‘લવની લવસ્ટોરીઝ’ જેવી અનેક હીટ-સુપર હીટ ફિલ્મો સિવાય એની એક અલગ જ ઓળખ છે, જે મને સવિશેષ આકર્ષે છે અને એ છે, પડદાની પાછળ શ્વેત કાગળ પર કંડારાતી સંવેદનાઓ… એની કવિતાઓ એની ખરી પિછાન છે…

એક નાના અમથા ગદ્ય કાવ્યમાં એ સોશ્યલ મિડીયાએ આપણા જીવનમાં કરેલા અતિક્રમણને કેવું સચોટ રીતે વર્ણવે છે! એક સ-રસ મજાના સૂર્યોદયની અહીં વાત છે. પહેલું તો એ જ કે આપણામાંથી મોટાભાગનાંના જીવનમાંથી સૂર્યોદય ભૂંસાઈ જ ગયો છે. શહેરની તો વાત જ નથી, પણ આપણે ક્યાંક ફરવા ગયાં હોઈએ તો ત્યાં સનસેટ પૉઇન્ટ પર તો ભીડ જોવા મળશે પણ સનરાઇઝ પૉઇન્ટ તો મોટાભાગે ખાલીખમ જ દેખાશે. અહીં નાયિકાનું પ્રકૃતિ સાથેનું એ અનુસંધાન હજી જળવાઈ રહ્યું છે એ કાવ્યારંભે સુખદ અનુભૂતિ કરાવે છે. વહેલી સવારે ઊંઘ ત્યજીને એ સૂર્યોદય માણવા બહાર ખુલ્લામાં આવી છે અને સંદર્યનું આકંઠ પાન કરે છે અને આપણને કરાવી રહી છે. એક પછી એક ઇન્દ્રિય સતેજ થઈ આ ક્ષણોમાં ઓગળી રહી છે. પ્રભાતી ઝાકળની ઠંડક અનુભવવા ચપ્પલ ઉતારીને નાયિકા ખુલ્લા પગ ભીનાં ઘાસમાં મૂકે છે અને અંગૂઠાને થયેલો સ્પર્શ જ્ઞાનતંતુઓની મદદથી મગજ સુધી પહોંચે એ વચ્ચેની ક્ષણોમાં ટેવવશ પોતાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ચેક કરી લેવાનો મોહ જતો કરી શકતી નથી. આમ તો સ્પર્શ અને અનુભૂતિની વચ્ચેનું અંતર માઇક્રોસેકન્ડમાં જ પૂરું થઈ જતું હોય છે, પણ કવયિત્રી પોએટિક લાઇસન્સ વાપરીને ઇન્સ્ટાગ્રામ ચેક કરવા જેટલો સમય સ્પર્શ અને સંવેદનાની વચ્ચે ઘડી કાઢે છે.

છેલ્લું વાક્ય સૉનેટની ચોટ જેવું છે…

*

It was a spectacular sunrise. The clouds were struggling to sculpt a wonder. Blue and Red winged birds flew from one tree to another in search of breakfast.
A Black cat with a little brown spot on its tail walked past my left leg purring, yawning, preparing himself for the day.
Grass smelled of fresh dew and mild herbs. I removed my chappals and let my feet feel the coolness of morning mist.
My toes felt it first and I had to wait for a couple of seconds to really understand the feeling, texture, temperature of the rugged ground. And as I waited I was tempted to check my Instagram.

I felt, heard, saw nothing after that.

– Deeksha

19 Comments »

  1. Sandip Pujara said,

    July 18, 2020 @ 2:22 AM

    વાહ.. ખુબ સરસ સંદેશ 

  2. Dilip Ghaswala said,

    July 18, 2020 @ 2:46 AM

    ખૂબ જ સુંદર અનુભૂતિ..
    દીક્ષા..
    એક કલાકાર બીજા કલાકારની અનુભતી સમજી શકે તેવી રચના

  3. Anjana bhavsar said,

    July 18, 2020 @ 3:05 AM

    એકદમ સાચી વાત..આપણા જીવન પર સોશ્યિલ મીડિયા નો કેવો ઊંડો પ્રભાવ છે એનું સહજ પણ સચોટ નિરૂપણ..

  4. રવીન્દ્ર પારેખ said,

    July 18, 2020 @ 3:06 AM

    તાજું ઝાકળ.ઝાકળ કેવી નહીં,ઝાકળ કેવું.
    દીક્ષાના આ ગદ્યખંડમાં કાવ્યની મહેક છે તે આકર્ષક છે.આ દિશાએ, દીક્ષાએ જાણીને ગંભીરતાથી આગળ વધવા જેવું છે.હૃદયનાં અભિનંદનો.
    રવીન્દ્ર પારેખ

  5. ગૌરાંગ ઠાકર said,

    July 18, 2020 @ 3:12 AM

    અરે વાહ વાહ… ખૂબ જ સરસ સંવેદન ઝીલાયું છે

  6. વિવેક said,

    July 18, 2020 @ 3:15 AM

    @ રવીન્દ્ર પારેખ:

    આદરણીય શ્રી રવીન્દ્રભાઈ… પ્રતિભાવ બદલ ખૂબ ખૂબ આભાર… ‘ઝાકળ’ને નપુંસકલિંગ અને સ્ત્રીલિંગ બંને રીતે લઈ શકાય એવો મને ખ્યાલ હતો. આપની કમેન્ટ આવી એ બાદ ભગ્વદ્ગોમંડલ, સાર્થ જોડણીકોશ તથા ગુજરાતી લેક્સિકોન -ત્રણેય શબ્દકોશોમાં ચકાસી જોયું. ઝાકળ માટે કેવું અને કેવી -બંને પ્રયોગ યથાર્થ જણાયા છે… આભાર

  7. Purvi said,

    July 18, 2020 @ 3:52 AM

    અંતિમ એક line માં જે ચોટ છે વાહ વાહ 👏👏👏
    આજની વાસ્તવિકતા છે આ ગદ્ય કાવ્ય માં

  8. shah Raxa said,

    July 18, 2020 @ 3:59 AM

    વાહ…સંવેદનશીલ લાગણીની જાણે શબ્દયાત્રા

  9. shah Raxa said,

    July 18, 2020 @ 4:00 AM

    વાહ..સંવેદનશીલ લાગણીની શબ્દયાત્રા

  10. Vijay Trivedi said,

    July 18, 2020 @ 4:11 AM

    વાહ! ખૂબ સરસ…ગમ્યું.

  11. Kanjiya kanjiya said,

    July 18, 2020 @ 5:55 AM

    👌👌

  12. Pravin Shah said,

    July 18, 2020 @ 6:37 AM

    ખૂબ સરળ્,સરસ અને સચોટ !

  13. Dilip Chavda said,

    July 18, 2020 @ 9:09 AM

    Ohhh
    Today I haven come to know about the second face of Deeksha.
    She has really portrayed a wonderful picture of nature through her pen. I feel that the word Instagram add beauty to the whole poem with ironical touch. The description is good but the irony of the last line with instagram is the heart of the poem.

  14. pragnajuvyas said,

    July 18, 2020 @ 9:21 AM

    વાહ
    ખૂબ સરસ ડૉ વિવેકજીનો આસ્વાદ

  15. પ્રજ્ઞા વશી said,

    July 18, 2020 @ 10:11 AM

    Khub સરસ કવિતા અને આસ્વાદ

  16. આરતી સોની said,

    July 19, 2020 @ 1:36 AM

    અરે વાહ..
    ખૂબ લાગણીસભર કાવ્ય
    અને આસ્વાદ 👏👏👏👏

  17. Poonam said,

    July 19, 2020 @ 10:55 AM

    ત્યાર બાદ ન મેં કંઈ અનુભવ્યું, ન સાંભળ્યું, ન જોયું.

    – દીક્ષા Waah Sa(Choot) ! We(b)

  18. nayan dave said,

    July 23, 2020 @ 6:20 AM

    ભૈ વાહ અનુભુતિનિ હ્રદય્સ્પર્શિ પ્રસ્તુતિ.
    ઇજન ‘નેસ્ચર્ નો સુર્યોદય જોવા નુ
    http://www.nesture.in http://www.liveorganically.in
    nayan dave

  19. હરિહર શુક્લ said,

    July 24, 2020 @ 9:18 AM

    બહુ સરસ 👌
    પણ ગદ્ય / કાવ્ય?
    કદાચ.
    એટલે જ ગદ્ય કાવ્ય 👍

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment