રોજ મારી બેડીઓને તાકું છું;
રોજ એવું લાગતું કે તૂટશે!
‘અગન’ રાજ્યગુરુ

સખિ! તારો- – રામનારાયણ વિશ્વનાથ પાઠક ‘શેષ’

‘સખિ તારો વાંકો અંબોડો કેમ વાંકો સેંથલિયો?
વાંકી વેણી ને મહીં વાંકો કેવડિયો
વાંકો ઠમકો ને દેહબંધે વાંકડિયો?
સખિ તારો વાંકો……’

‘વાંકી આંબા ડાળીઓ, સરિતા વહે વંકાઈ,
વાંકો બીજનો ચાંદલો, હૃદય રહ્યાં અંકાઈ!
વાંકા શું મેળ મારે વાંકો નાવલિયો!’
‘ સખિ તારો વાંકો…’

– રામનારાયણ વિશ્વનાથ પાઠક ‘શેષ’

બે સખીઓનો સંવાદ. એક સખી બીજીને પૂછે છે કે તારું બધું જ વાંકું કેમ છે? અંબોડો, સેંથો, વેણી, વેણીમાં કેવડાનાં ફૂલ, ઠુમકો અને દેહબંધ -બધું જ વાંકું કેમ? તો બીજી એનો પ્રત્યુત્તર વાળે છે કે આંબાની ડાળીઓ, નદીઓ, બીજનો ચાંદો – સૃષ્ટિનું આ ‘બાંકપન’ હૃદયમાં અંકાઈ રહ્યું હોવાથી અને ખાસ તો મારો મેળ જ વાંકા સાથે પડે છે, મનનો માણીગર પોતેય વાંકો છે… દલપતરામનું હળવા મિજાજનું કાવ્ય ‘અન્યનું તો એક વાંકું, આપના અઢાર છે’ યાદ આવ્યા વિના નહીં રહે…

3 Comments »

  1. Suresh Shah said,

    January 24, 2020 @ 5:32 AM

    વાંકલડો માણિગર,
    સેથલડો, પ્રાસ અને શબ્દો
    અદભુત.
    ખુબ ગમ્યુ.
    આભાર્.

    સુરેશ શાહ, સિગાપોર

  2. Kajal kanjiya said,

    January 24, 2020 @ 11:34 AM

    થોડો લુચ્ચો, થોડો નફ્ફટ
    ને,વાંધા વચકા વાળો છે.
    ફિઝા

    સખી મારો અંબોડો વાંકો છે….

    વાહ સરસ

  3. pragnajuvyas said,

    January 24, 2020 @ 12:02 PM

    મા રામનારાયણ વિશ્વનાથ પાઠક ‘શેષ’ની રચના માણવાની મઝા આવી
    ‘વાંકી આંબા ડાળીઓ, સરિતા વહે વંકાઈ,
    વાંકો બીજનો ચાંદલો, હૃદય રહ્યાં અંકાઈ!
    વાંકા શું મેળ મારે વાંકો નાવલિયો!’
    ‘ સખિ તારો વાંકો…’
    વાહ
    ડૉ વિવેકજીનો સ રસ રસાસ્વાદ
    આ સાથે દલપતરામ સાથે જગદીશ જોષીનુ આ ગીત પણ યાદ આવે હંસા દવેના સ્વરમા ગુંજાય
    વાતે વાતે તને વાંકું પડયું
    વાતે વાતે તને વાંકું પડયું ને,
    મેં વાતોની કુંજગલી છોડી દીધી.
    શબ્દોને પંથ કોણ કોને નડયું?
    મેં તો વાતોની કુંજગલી છોડી દીધી.
    આંખોમાં વાદળાં ને શ્વાસોમાં વાયરા,
    પણ અડકો તો ભોમ સાવ કોરી.
    તારા તે કાન લગી આવી ઢોળાઈ ગઈ,
    હોઠ સમી અમરત કટોરી.
    પંખીની પાંખ મહીં પીંછુ રડયું,
    મેં તો વાતોની કુંજગલી છોડી દીધી.
    હવે બળબળતાં ટળવળતાં અંધારાં જળ,
    કે અણધાર્યો તૂટી પડયો સેતુ.
    પાસે રહીને મને લાગે છે કેમ હવે,
    કેટલાંય જનમોનું છેટું!
    મારાં સપનાંને વેદનાનું વૈકુંઠ જડયું ને,
    મેં તો વાતોની કુંજગલી છોડી દીધી.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment