સમય જન્મ્યો નથી તો મૃત્યુ પણ ક્યાં થઈ શકે એનું
સમયની બહાર જે નીકળે સમાધિ બસ મળે ત્યાં છે
રાજેશ રાજગોર

એક જણ પાસે ગયો – આબિદ ભટ્ટ

હૂંફ હળવી પ્રાપ્ત કરવા એક જણ પાસે ગયો,
પણ મને તો એમ લાગ્યું કેમ રણ પાસે ગયો?

છળ નવું સમજી અને મુખ ફેરવી લીધું તરત,
જળ ખરેખર પ્રેમથી પાવા હરણ પાસે ગયો.

હાથ લાગી છે નિરાશા પર નિરાશા હરવખત,
હું ખુદાને પામવા જ્યારે રટણ પાસે ગયો.

શબ્દ પોલા બોલવાની ના મને આદત નથી,
સિદ્ધ કરવા આ હકીકત આચરણ પાસે ગયો.

ને સદીનું પ્રાપ્ત થાશે મૂળ એના ગર્ભમાં,
હું કલાકો, વર્ષ છોડી માત્ર ક્ષણ પાસે ગયો.

સૂનકારાની પળો જ્યાં ભીંસવા લાગી મને,
થાય રાહત એમ સમજીને સ્મરણ પાસે ગયો.

કામયાબી ના મળી જ્યાં તર્કને તારા વિશે,
એક સીધી દોત મૂકી શાણપણ પાસે ગયો.

– આબિદ ભટ્ટ

મત્લા જ મન મોહી લે એવો મજાનો થયો છે. એ પછીના બધા જ શેર પણ તરત જ ગમી જાય એવા. આખી ગઝલમાંથી પસાર થતી વખતે જો કે એવું પણ લાગ્યું કે મોટાભાગના શેર ભાષાની થોડી વધુ સફાઈ માંગતા હતા, જે થઈ શકી હોત તો ગઝલ વધુ ઉત્તમ થઈ શકી હોત.

7 Comments »

  1. Sandip Pujara said,

    March 16, 2018 @ 4:29 AM

    waah….સિદ્ધ કરવા આ હકીકત આચરણ પાસે ગયો…. kya baat…

  2. JAFFER said,

    March 16, 2018 @ 5:42 AM

    બધા પાસે ગયો પન કૈ મલ્યુ નહિ
    ખુદા પાસે ગયો તો બધુ મલિ ગયુન્

  3. સુનીલ શાહ said,

    March 17, 2018 @ 10:37 AM

    મઝાની ગઝલ…
    છેલ્લા શેરમાં દોટ ને બદલે દોત ટાઈપ થયું લાગે છે.

  4. સુનીલ શાહ said,

    March 17, 2018 @ 10:39 AM

    મજાની ગઝલ.
    છેલ્લા શેરમાં દોટને બદલે દોત ટાઈપ થયું લાગે છે.

  5. La Kant Thakkar said,

    April 1, 2018 @ 2:09 AM

    હૂંફને બદલે કાળઝાળ અતિ-તપ્ત “રણ”ની લાહ્ય-લાહ્ય ગરમી, છળ મૃગ-જળ,
    રટણ અને ખુદાનું રમણ-અવતરણ, માત્ર પોલું સ્મરણ -શબ્દ-રમણ નહીં, અમલ-આચરણ પણ અજમાવ્યું,( પ્રાસાનુપ્રાસ -લય અર્થ-મર્મ-સૂર વૈવિધ્ય સધાયેલું લાગ્યું. ! વિરાટ-વિસ્તૃત સમયના વડનું રહસ્ય-વજૂદ, તો વીજના ચમકારા જેટલી સમયાવધિ, -“એક ક્ષણ”માં જ પમાઈ જતું હોય છે ! એમ કહેવાય મનાય છે ! “મેક્રોમાંથી માઈક્રો”ની પ્રક્રિયા ગતિવિધિમાંથી પણ કર્તા પસાર થઇ જાય છે .છેવટ “સૂનકાર” પ્રાપ્ત સમયનો સામનો કરવો પડે છે ,ત્યારે “પ્રભુ-સ્મરણ”નો સહજ સહારો લેવાઈ ગયો. બુદ્ધિ-તર્ક-દિમાગ હોશીયારીનાં ઉપયોગથી “એના” અસ્તિત્વ વિષે કોઈ સમજણ ન જ પડી ત્યારે આખરે,દોડીને શાણપણ-વિઝડમ-ઉત્સ્ફૂર્ત ડહાપણ કામ આવશે એમ દારી “દોટ મૂકી” ….. “પછી શું થયું?” તે વાચક-ભાવક પર જ છોડી દેવાયું છે !પણ, પણ .. પણ… કંઈ સંતોષજનક ન જ ઉપજ્યું ….
    {મોટાભાગના શેર ભાષાની થોડી વધુ સફાઈ માંગતા હતા, જે થઈ શકી હોત તો ગઝલ વધુ ઉત્તમ થઈ શકી હોત.}. એક આસ્વાદ કરાવનાર, પ્રસ્તુતકર્તાને વિનંતી કે, મનોગત વિસ્તારથી સમજાવે ,” ભાષાની સફાઈ” દ્વારા શું અભિપ્રેત છે તે કહે, સુધારિત આવૃત્તિ પેશ કરે. નવ-શિખીયા રસજ્ઞ માણીગરોનાં લાભાર્થે, એક “એક્સપર્ટ-ગઝલ વિશેષજ્ઞ” તરીકે ફરજ નીભાવે !
    { અહીં આ કહેવા પાછળ ઉદેશ્ય કેવળ સમજણ-વિસ્તાર-સુધારનો જ છે !}
    અસ્તુ.

  6. La Kant Thakkar said,

    April 1, 2018 @ 2:13 AM

    અગ્ગું કરાયેલી કોમેન્ટમાં ,ટાઈપોગ્રાફિકલ બહોળ -સુધાર …
    “શાણપણ-વિઝડમ-ઉત્સ્ફૂર્ત ડહાપણ કામ આવશે એમ {દારી} “દોટ મૂકી” ….”માં {“ધારી”} વાંચવા વિનતી.

  7. La Kant Thakkar said,

    April 1, 2018 @ 2:16 AM

    { ‘ઓટો-સજેસ્ટ’ ટાઈપીંગ ને કારણે ….
    ભૂલ-સુધાર માં સુધારો !
    અગ્ગું=અગાઉ
    બહોળ =ભૂલ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment