કે અંતરમાં જ્યારે ઉમળકો આવે છે;
બહુ ઊંડેથી દોસ્ત, સણકો આવે છે.
હર્ષદ ત્રિવેદી

આવશે – આદિલ મન્સૂરી

હવાનાં ઊછળતાં હરણ આવશે
ને સૂરજનું ધગધગતું રણ આવશે

ઊઘડતો જશે એક ચહેરો સતત
સ્મરણમાંય એનું સ્મરણ આવશે

હશે કોઈ સામે ને અડવા જતાં
ત્વચા સ્પર્શનું આવરણ આવશે

રહેવા દો દરવાજા ખુલ્લા હવે
છે આશા હજી એક જણ આવશે

તમે પાછા કરશો ખુલાસા નવા
અને અમને વિશ્વાસ પણ આવશે

સમયની તો સીમાઓ પૂરી થઈ
હવે જોઈએ કેવી ક્ષણ આવશે

અમસ્તા જ દરવાજો ખોલ્યો અમે
હતી ક્યાં ખબર કે મરણ આવશે

– આદિલ મન્સૂરી

4 Comments »

  1. પ્રત્યાયન said,

    December 30, 2005 @ 8:38 AM

    One more complete ‘nakhashikh’ gazal by one of the pioneers of modern Gujarati gazal. Adil Mansuri is big name in gazal community..very simple and modest man.
    great job DhavalBhai.

  2. Jayshree said,

    July 11, 2006 @ 2:20 AM

    વાહ…

    સુંદર ગઝલ…

    રહેવા દો દરવાજા ખુલ્લા હવે
    છે આશા હજી એક જણ આવશે

    તમે પાછા કરશો ખુલાસા નવા
    અને અમને વિશ્વાસ પણ આવશે

    ‘લયસ્તરો’ ના દરિયામાં જેટલી વાર ડુબકી લગાવો, એટલી વાર એક નવું મોતી મળે.

  3. rajesh trivedi said,

    July 5, 2007 @ 7:41 AM

    રહેવા દો દરવાજા ખુલ્લા હવે
    છે આશા હજી એક જણ આવશે

    તમે પાછા કરશો ખુલાસા નવા
    અને અમને વિશ્વાસ પણ આવશે

    સમયની તો સીમાઓ પૂરી થઈ
    હવે જોઈએ કેવી ક્ષણ આવશે

    અમસ્તા જ દરવાજો ખોલ્યો અમે
    હતી ક્યાં ખબર કે મરણ આવશે

    વાહ શું સુંદર કલ્પના છે……….. ખરેખર મરણ ક્યારે આવશે કોને ખબર હોય છે

  4. raYhan khaN said,

    June 27, 2013 @ 1:16 PM

    સરસ ગજલ આને કેવાય !!!!!!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment