ભીતર રહે – મુકુલ ચોકસી
એમ કોઈ બહાર રહીને આપણી ભીતર રહે,
જેમ ઊડતા પંખીનો પડછાયો ધરતી પર રહે.
જળ લખું તો ‘જ’ ને ‘ળ’ વચ્ચે ભલે અંતર રહે,
જળ થકી મળતા અનુભવનું તો એક જ સ્તર રહે.
એમ આ સૌંદર્ય કોઈ પણ રીતે હાજર રહે,
પર્ણ ડાળે ના રહે તો કર્ણમાં મર્મર રહે.
આમ અંદર બ્હાર એકાકાર થઈ જાશે પછી,
શો ફરક કે કોઈ મારી બ્હાર કે ભીતર રહે.
– મુકુલ ચોકસી
વિવેક said,
August 9, 2016 @ 2:57 AM
ઘણા લાં….બા સમય પહેલાં માણેલી રચના… ‘જ’ અને ‘ળ’ની વચ્ચેનું અંતર તો મુકુલ ચોક્સી જ માપી શકે….
ચારેય શેર આસ્વાદ્ય…
KETAN YAJNIK said,
August 9, 2016 @ 4:01 AM
અભિનંદન કાવ્ય,કવિ સંપાદકને
NARESH SHAH said,
August 9, 2016 @ 10:59 AM
Vivek-bhai,
Thanks for the poetic gem you shared with us.
Can you please explain the deeper meaning hidden in the
sixth line of the gazal. I am sure that you can from poetic
point of view.
Thanks…..
vimala said,
August 9, 2016 @ 5:18 PM
એમ કોઈ બહાર રહીને આપણી ભીતર રહે,
જેમ ઊડતા પંખીનો પડછાયો ધરતી પર રહે.
Rachit said,
August 10, 2016 @ 7:56 PM
Nareshbhai,
પર્ણ ડાળે ના રહે તો કર્ણમાં મર્મર રહે.
મર્મર = ખરી પડેલાં સૂકાં પાંદડાં ઉપર થઈને વહેતા પવનને લીધે થતો ઝીણો અવાજ
Hope this helps!
NARESH SHAH said,
August 10, 2016 @ 9:48 PM
Rachit-ji,
Thanks. Your explanation helps.
La' Kant Thakkar said,
September 24, 2016 @ 6:15 AM
આમ અંદર બ્હાર એકાકાર થઈ જાશે પછી,
શો ફરક કે કોઈ મારી બ્હાર કે ભીતર રહે.
– મુકુલ ચોકસીભાઈને અભિનંદન .
પરપોટો હદ બહાર ફુલાઈને ” ફૂટે”…… ફૂટે અને હવા થઇ જાય તેવુંજ સ્તો !
.- પરપોટા…
હું જળમાં ગ્યો,પરપોટો થ્યો,ફુલાઈને ફૂટ્યો,
ભરતીમાં જીવે દરિયો ઓટમાં પરપોટા જો!
દરિયો છે ત્યાં લગી પરપોટા તો રહેવાના જો!
આ કેવું?પરપોટાનું જીવવું?હવાને બાંધી જીવે!
પાણીનાં પોત પે’રે, ફૂટું – ફૂટું ક્ષણભર જીવે!
ફૂટીને થાય હવા,પવન તો વા’ય,એને શું થાય?
રોક્યા રોકાય? રોકો તો અવળી દિશા ફરી જાય
દરિયો સૂકાય સૂર્યથી,વાદળ થાય,પરપોટા જો!
વાદળ વરસે થાય પરપોટા,કુદરતનો આ ક્રમ જો.
[કંઈક]