સામાંય ધસી જઇએ, આઘાંય ખસી જઇએ,
એકાદ મળે ક્ષણ તો ક્ષણમાંય વસી જઇએ.
– રાજેન્દ્ર શુકલ

मधुशाला : ०४ : वसीयत – अज्ञेय

मेरी छाती पर
हवाएँ लिख जाती हैं
महीन रेखाओं में
अपनी वसीयत
और फिर हवाओं के झोंके ही
वसीयतनामा उड़ा कर
कहीं और ले जाते हैं।

बहकी हवाओ! वसीयत करने से पहले
हलफ़ उठाना पड़ता है
कि वसीयत करने वाले के
होश-हवास दुरुस्त हैं :
और तुम्हें इस के लिए
गवाह कौन मिलेगा
मेरे ही सिवा?

क्या मेरी गवाही
तुम्हारी वसीयत से ज़्यादा टिकाऊ होगी?

– अज्ञेय

આ કવિતા વિશે બે શબ્દ લખવાનું મેં જેટલીવાર વિચાર્યું એટલીવાર હું પાછો પડ્યો. હવાની વસિયત શી હોઈ શકે ? એની આવન-જાવન અને છાતી શ્વાસોચ્છ્વાસના પ્રતિક છે કે કોઈ બીજો જ અર્થ કાઢી શકાય…વિ.વિ. જેમ જેમ વિચાર્યું, હું ગૂંચવાતો જ ગયો. પણ કવિતામાં કંઈક એવું ચુંબક હતું જે શબ્દોમાં વર્ણવવું અશક્ય લાગ્યું અને કાવ્યથી દૂર જવું પણ નામુમકિન.

6 Comments »

  1. Girish Parikh said,

    December 8, 2015 @ 2:38 PM

    કવિનું ઉપનામ “અજ્ઞેય” છે! આપણો મહાકોશ “ભગદગોમંડલ” શબ્દના અર્થ આપે છેઃ “જાણી ન શકાય એવું; અકળ; ગહન; ગૂઢ”. કવિના નામ પ્રમાણે એમના આ કાવ્યમાં ગુણ હોય એમ લાગે છે!
    લીકઃ
    http://bhagavadgomandalonline.com/detail.php?srch=105&term=અજ્ઞેય

  2. Nehal said,

    December 9, 2015 @ 3:12 AM

    Waah. Hava ni vasiyat etle .Itihaas..tawarikh..ena sakshi thavu…pan aa astitva ketlu kshanbhangur.!!..I understand it like this.. !
    Sunder kavya!

  3. KETAN YAJNIK said,

    December 9, 2015 @ 12:14 PM

    और अब हिंदी ! क़यामत आ गयी

  4. Harshad said,

    December 12, 2015 @ 6:47 PM

    Like it

  5. Poonam said,

    December 16, 2015 @ 3:52 AM

    क्या मेरी गवाही
    तुम्हारी वसीयत से ज़्यादा टिकाऊ होगी?

    – अज्ञेय – Waah !

  6. Ketan Patel said,

    December 13, 2025 @ 6:35 AM

    આંખો ખુલી કે તરત તણાઈ જઈએ છીએ જીવનના અનંત અને અર્થહીન પ્રવાહમાં ને એ પ્રવાહથી થાકીને આંખો બંધ કરીશું ત્યાં જ ચોપાસ પથરાયેલ હવા શ્વાસરૂપે શરીરમાં પ્રવેશી ચેતનારૂપે પ્રજવલ્લિત થઇ યથાર્થ કર્તવ્યનો બોધ કરાવશે. અર્ધજાગ્રત અવસ્થા આત્મા-પરમાત્મા, પ્રકૃતિ- એના ક્રિયાકલાપો, એના ગૂઢ રહસ્યો, જીવન-મૃત્યુ, જેવા અઢળક વિચારો આણીને સ્વથી સર્વસ્વ સુધીનું જ્ઞાન પામવા, શરીરમાં રહેલ ચેતના/આત્માના અભ્યુદય માટે જ આ સ્થૂળ શરીરમાં શ્વાસનું આવાગમન શક્ય બન્યું છે એ સત્યથી રૂબરૂ કરાવે છે ને એ માટે જ દેહ હવે પ્રયત્નશીલ રહેશે એવાં આશ્વાસન અને ખાતરી બાદ જ્યારે ચેતના સદેહે જાગ્રત થઈને આંખો ખોલે છે ત્યારે વાસ્તવિકતા વિચારો પર હાવી થઈ જાય છે ને જીવ જગતની જંજાળમાં જ અટવાઈ પડે છે, ચારેકોર વિસ્તરેલા એ માયાના મોહક બંધનો ભારરૂપ હોવા છતાં છોડી શકાય એવાં નથી, સ્વજનોની અપેક્ષાઓ પર ખરા ઉતરવાનું દાયિત્વ, જન્મદાતાના સપનાઓ પુરા કરવાનું નૈતિક કર્તવ્ય તમને તમારા પ્રાકૃતિક કર્તવ્યથી વિમુખ કરે છે, ને આ “સદા સચેત સૃષ્ટિ”માં પોતાનું અલાયદુ અસ્તિત્વ ટકાવી રાખવા માટે કરવા પડતાં પુરુષાર્થમાં સ્વયંને છેતરવાના પ્રયાસો શરૂ થાય છે. ચૈતન્ય ભાવમાં સર્જેલા સપનાઓને–કરેલા સંકલ્પોને હાંસિયામાં ધકેલી વાસ્તવિકતા સાથે તાલમેલ ના સાધી શકવાની વિવશતા, ફરી પાછો એક જન્મારો એળે જશે એ વાતનો વસવસો, આત્માના ઉત્થાન માટે મળેલ શ્વાસને શરીરના સ્વાર્થ માટે ઉપયોગમાં લેવા પડતાં હોવાની લાચારી, અથાક પ્રયત્નો પછી પણ કશું યથાર્થ નહી કરી શક્યાની ઘોર નિરાશા તળે દબાયેલ જીવ આખરે રોજ આંખો ખોલ-બંધ થવાની, શ્વાસની અવરજવરની ઘટનાથી મુક્ત થાય છે ત્યારે ચેતના એ દેહ છોડી ફરી પાછી કોઈ નવા દેહમાં પ્રવેશ કરે છે ને શરૂ થાય છે એ જ ઘટનાચક્ર! અનુસરે છે એ આ પહેલા થઇ ગયેલા આત્મજનોને, પ્રેરણા માટે કરે છે વાકેફ નવા જીવને આ પહેલા વિતાવેલ જીવનચક્રથી પણ જેના થકી સાચું સત્ય ઉજાગર થઈ શકે એમ હતું એ તો સૂતો છે અનંત ઊંઘમાં, એની આંખ હવે ખુલવાની નથી તો હકીકત કોણ કહેશે?? એને કરેલા પ્રયત્નોનો, એના અધૂરા અરમાન સાથે લેવાતા શ્વાસનો, એના અપોષિત ભાવવિશ્વનો હિસાબ એના સિવાય કોણ કરી શકવાનું??
    તો ‘જગતને જાણવા કરતાં માણવું’ એ જ પરમ સત્ય છે કે એવું બીજું નિષ્પન્ન કરેલું સત્ય જ્યારે ચેતના નવા જીવને સમજાવશે પણ સંસારની સાથે કામ લેવામાં એ કેટલું ખપમાં આવશે એની સાબિતી કોણ આપશે??

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment