એકલતા – રઘુવીર ચૌધરી
સાગરતીરે અલસ તિમિરે વિહરે એકલતા.
મોજું આવે કોક રહીને અડકે ચરણ જતાં.
ઊડી ગયાં સહુ વિહંગ નભથી
નીરવતા ફરકે છે સઢથી,
દીર્ઘ થયા પડછાયા ધીરે જળમાં ઓગળતા.
સાગરતીરે અલસ તિમિરે વિહરે એકલતા.
કરે સ્પર્શ અંધાર શ્વાસને,
એક કરે મુજને – વિશાળને,
કોક છીપમાં બેઠી બેઠી ઝૂરે સુંદરતા.
સાગરતીરે અલસ તિમિરે વિહરે એકલતા.
-રઘુવીર ચૌધરી
વાંચતાવેંત ગમી ગઈ આ કવિતા……અદભૂત ભાવવિશ્વ રેખાંકિત થયું છે !!
KETAN YAJNIK said,
November 1, 2015 @ 2:14 AM
સિદ્ધહસ્ત ભાવવાહી કલામની કમાલ
KETAN YAJNIK said,
November 1, 2015 @ 8:38 AM
હજુ ગઈ કાલે જ સંધ્યાકાળે John keats ની વર્ષગાંઠ ઉજવી એમની અ કવિતા સાથે અને આજે ” એકલતા” સાથેનો યોગાનુયોગ
“To Solitude
O Solitude! if I must with thee dwell,
Let it not be among the jumbled heap
Of murky buildings; climb with me the steep,—
Nature’s observatory—whence the dell,
Its flowery slopes, its river’s crystal swell,
May seem a span; let me thy vigils keep
’Mongst boughs pavillion’d, where the deer’s swift leap
Startles the wild bee from the fox-glove bell.
But though I’ll gladly trace these scenes with thee,
Yet the sweet converse of an innocent mind,
Whose words are images of thoughts refin’d,
Is my soul’s pleasure; and it sure must be
Almost the highest bliss of human-kind,
When to thy haunts two kindred spirits flee.”
— John Keats