ખામોશી જેવું હોય છે – મુકુલ ચોકસી
ભીંતને લીધે જ આ પાડોશી જેવું હોય છે,
એક સમજૂતીસભર ખામોશી જેવું હોય છે.
તન જિવાડી રાખતા એક જોશી જેવું હોય છે,
મન કોઈ મરવા પડેલી ડોશી જેવું હોય છે.
એ મને મૂકીને ફરવા પણ જઈ શકતો નથી,
મારા પડછાયાને પણ નામોશી જેવું હોય છે.
– મુકુલ ચોકસી
એક વ્યહવારિક વાત. તન-મનનો સંઘર્ષ. અને એક સ્નિગ્ધ ઉદાસી. જુઓ આ એક ગઝલ મનના ક્યા ક્યા ખૂણાને અડકીને આવી છે !
વિવેક said,
April 3, 2008 @ 2:28 AM
વાહ મુકુલભાઈ… સુંદર અશઆર…
pragnaju said,
April 3, 2008 @ 9:43 AM
સરસ ગઝલ
તેમાં
ભીંતને લીધે જ આ પાડોશી જેવું હોય છે,
એક સમજૂતીસભર ખામોશી જેવું હોય છે.
વાહ્
યાદ આવ્યાં
અધરના ગોખમાં બેઠાં રહે શબ્દોનાં પારેવાં,
પરસ્પર હોય ખામોશી અને નિર્ણય થવા લાગે.
જો ખામોશી ને પણ વાચા ફુટે,
તો સમ્જો એ પ્રેમ નો મીઠો સન્ગ છે…
કદીતો એક ખામોશી દિયે આખો ભરમ ચીરી,
કદી શબ્દો તણા શ્રુઁગ તોડનારા કઁઇ નથી કહેતા.
ઊર્મિ said,
April 3, 2008 @ 7:49 PM
સુંદર ગઝલ.. પણ અધુરી લાગે છે….?
Pinki said,
April 3, 2008 @ 9:51 PM
ત્રણેય શેર સરસ થયાં છે, ગઝલ અધૂરી છે કે ?!!
Gaurav - The Gre@t. said,
April 4, 2008 @ 4:55 PM
ક્યા બાત હૈ…ભિત ને પાડૉશી જેવુ હોય છે.
sunil patel said,
April 5, 2008 @ 1:47 AM
ગઝલ અધુરિ નથિ. આ તો જેને ખબર પડૅ તેના માટૅ હોય.
વિવેક said,
April 5, 2008 @ 3:12 AM
મુકુલભાઈ સાથે વાત થઈ… આ ગઝલમાં ત્રણ જ શેર છે પણ બીજા શેર એમણે ઉમેરી આપવાનું વચન આપ્યું છે એટલે રાહ જોઈએ….