પાગલ – જગદીશ જોષી
અમને પાગલને પાગલ કહી વારો નહીં,
આમ બીડેલા હોઠે પુકારો નહી.
બારી ખોલો ને કરો બારણા તો બંધ
છલકાય નહીં એ તો કેવો ઉમંગ
માટીમાં મ્હેક છે, માટીમાં મ્હેક છે..
તારો (?) નહીં રે…
જળની આ માયા મેં છોડી નહીં
અમને આપ્યા હલેસા પણ હોડી નહીં
હું તો મારો નહી, હું તો મારો નહી..
ને હું તો તારો નહીં રે
અમને પાગલને પાગલ કહી વારો નહીં,
આમ બીડેલા હોઠે પુકારો નહી.
-જગદીશ જોષી
કેવા કોમળ શબ્દોથી કેટલી નાજુક ફરિયાદ કરી છે !!
perpoto said,
November 10, 2013 @ 9:02 AM
અમને આપ્યા હલેસા પણ હોડી નહીં….
આ દ્વેતપણુ જ અજ્ઞાનતા છે …..રમણ મહર્ષિ