મારા ફ્લેટમાં આવે છે ભેજ
કેમે ના સમજાતું અંદર દીવાલમાં
કે મારી આંખમાં આ લીકેજ.
– મુકેશ જોશી

ગઝલ – સુરેન્દ્ર કડિયા

ન એકો, ન દ્વિતીયમ્, ન તૃતીયમ્-ચતુર્થમ્
ગહન ગેબ ગુંજે ગઝલ-વેદ પંચમ

શબદ-મોક્ષ, તર્પણ-વિધિ કેમ કરીએ !
અગોચર એ નદીઓ, અગોચર એ સંગમ

વિચારો છે કેવળ વિચરતાં સ્વરૂપો
પછી હોય ઉત્તમ, કનિષ્ઠમ્ કે મધ્યમ્

હથેળીમાં આકાશ મૂકી બતાવ્યું
છતાં લોક પૂછે છે સ્થાવર કે જંગમ

અમે એક મધપૂડો બાંધ્યો છે પગમાં
શું ગચ્છામિ શરણં, શું ગચ્છામિ ધમ્મમ્

– સુરેન્દ્ર કડિયા

ગઝલને પાંચમો વેદ પ્રસ્થાપિત કર્યા પછી પણ શબ્દના હાથે મોક્ષ કેમ પામવો એ તો અગોચર જ રહે છે. જરા નોખા મિજાજની મજાની ગઝલ પણ મને છેલ્લા બે શેર સવિશેષ સ્પર્શી ગયા. ચોથા શેરમાં મટિરિયાલિસ્ટિક જમાનાની માનસિકતા અને છેલ્લા શેરમાં ચંચળ જાતને આકાશકુસુમવત્ શાંતિની વાત કેવી ઉપસી આવી છે!

8 Comments »

  1. Rina said,

    September 6, 2013 @ 3:14 AM

    Awesome…….

  2. narendrasinh said,

    September 6, 2013 @ 3:56 AM

    અમે એક મધપૂડો બાંધ્યો છે પગમાં
    શું ગચ્છામિ શરણં, શું ગચ્છામિ ધમ્મમ્ અતિ સુન્દર

  3. Vinod Dave said,

    September 6, 2013 @ 10:43 AM

    યુગો બાદ જાણે કે સુશુપ્ત પર વિજળી પડી! ધન્ય!

  4. Shah Pravinchandra Kasturchand said,

    September 6, 2013 @ 11:07 AM

    પડ્યો માથે ડુંગર તોયે ન ગયા જાગી.
    પડી’તી પગોમાં બેડી તોયે ગયા ભાગી.

  5. sudhir patel said,

    September 6, 2013 @ 1:48 PM

    કવિ મિત્ર સુરેન્દ્ર કડિયાની ગેબી ગઝલ!
    સુધીર પટેલ.

  6. Manubhai Raval said,

    September 6, 2013 @ 3:10 PM

    હથેળીમાં આકાશ મૂકી બતાવ્યું
    છતાં લોક પૂછે છે સ્થાવર કે જંગમ
    ખુબ સરસ

  7. PRAGNYA said,

    September 7, 2013 @ 9:32 AM

    ખુબ સરસ!!!

  8. jigar joshi prem said,

    September 12, 2013 @ 12:13 AM

    બહુ જ ઉમદા રચના

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment