ગઝલ – ગૌરાંગ ઠાકર
તારી લપડાકમાં જ ધાક નથી,
મારી આદતનો કોઈ વાંક નથી.
ઓ ઉદાસી ! તું રોજ બૂમ ન પાડ,
તારો હું કાયમી ઘરાક નથી.
સાફસુતરું નથી લખાતુ દોસ્ત,
કોના જીવનમાં છેકછાક નથી?
રોજ દર્પણમાં જોઇ મલકાવું,
આથી સુંદર બીજી મજાક નથી.
ક્યારના આમ કેમ બેઠા છો ?
તમને આરામનો ય થાક નથી.
– ગૌરાંગ ઠાકર
કવિ હોય અને ઉદાસી સાથે નાતો ન રાખે એ કેમ ચાલે? પણ ગૌરાંગ ઠાકરને રોજેરોજની ઉદાસી પસંદ નથી. પણ સાથે જ અરીસામાં – અથવા જાતમાં- જોઈને રોજ ઠાલું મલકાવાની કોઠે પડી ગયેલી મજાક પણ એટલી જ કનડે છે… જીવનના બે અંતિમોની વચ્ચે ફંગોળાતા રહેવું એ જ તો -કવિની- નિયતિ છે… ખરું ને?
Rina said,
June 20, 2013 @ 3:12 AM
આહા…….વાહ્……..
Akhtar Shaikh said,
June 20, 2013 @ 3:15 AM
ઓ ઉદાસી ! તું રોજ બૂમ ન પાડ,
તારો હું કાયમી ઘરાક નથી.
વાહ્…….. વાહ્……..
RAKESH said,
June 20, 2013 @ 3:16 AM
Superb! Superb!
sweety said,
June 20, 2013 @ 3:24 AM
ક્યારના આમ કેમ બેઠા છો ?
તમને આરામનો ય થાક નથી.
બહજ સરસ
perpoto said,
June 20, 2013 @ 3:25 AM
કોના જીવનમાં છેકછાક નથી?
ઘા ઉપર મલમ જાતે જ ચોપડવો પડે છે,મારાં જ કર છે,મારી જ છરી છે…
dr.ketan karia said,
June 20, 2013 @ 4:45 AM
એમનું પઠન પણ એટલું જ મજા કરાવે તેવું, બે શબ્દો વચ્ચે એકવાર હસી લેતા આવા નેકદિલ કવિને ફોન પર સાંભળ્યા ત્યારથી આ ગઝલ વારંવાર મમળાવી છે… વાહ ભઈ વાહ
Manubhai Raval said,
June 20, 2013 @ 5:38 AM
ક્યારના આમ કેમ બેઠા છો ?
તમને આરામનો ય થાક નથી.
કોના જીવનમાં છેકછાક નથી?
અથાગ મહેનત શીવાય કોઈ વીકલ્પ નથી.
સાથે અસફળતા માંજ સફળતા છુપાઈ છે.
મારા મતે આજના યુવા વર્ગ માટે સુંદર સંદેશ.
ધન્યવાદ ઠાકરજી.
pragnaju said,
June 20, 2013 @ 8:10 AM
ખૂબ સ રસ ગઝલ
આ શેર વધુ ગમ્યો
ઓ ઉદાસી ! તું રોજ બૂમ ન પાડ,
તારો હું કાયમી ઘરાક નથી.
સાફસુતરું નથી લખાતુ દોસ્ત,
કોના જીવનમાં છેકછાક નથી?
યાદ
ગમનો ઉન્માદ કયાં લગી રહેશે?
અશ્રુ-વરસાદ કયાં લગી રહેશે?
સઘળું ફાની છે કાંઇક તો સમજો
આપની યાદ કયાં લગી રહેશે?
સુનીલ શાહ said,
June 20, 2013 @ 8:48 AM
પ્રત્યેક શેર પર વાહ…વાહ..ને વાહ.
najam said,
June 20, 2013 @ 8:53 AM
ઓ ઉદાસી ! તું રોજ બૂમ ન પાડ,
તારો હું કાયમી ઘરાક નથી.
સાફસુતરું નથી લખાતુ દોસ્ત,
કોના જીવનમાં છેકછાક નથી?
jigar joshi prem said,
June 20, 2013 @ 9:16 AM
બહુ જ સ્રરળ અને ઉત્તમ રચના ! જે ખરેખર કપરુઁ કાર્ય છે
sanju vala said,
June 20, 2013 @ 11:34 AM
આ આખી ગઝલ એક્ જુદા મિજાજને તાકે છે.
આપણી ગઝલના હવે અનેક આવા મુકામ હો !!
અભિનંદન !!
gunvant thakkar said,
June 21, 2013 @ 3:18 AM
ભાઈ ગૌરાંગની જે કેટલીક ગઝલોના સર્જનકાળ દરમિયાન મને શ્રોતા થવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે આ એમની એક ગઝલ છે .આ ગઝલ વાંચતા આજે પણ એટલોજ રોમાંચ અને આનંદ થાય છે .
ગૌરાંગ ઠાકર said,
June 21, 2013 @ 5:06 AM
સૌ મિત્રોનો આભાર અને લયસ્તરોનાં સંચાલક કવિશ્રી વિવેક ટેલરનો વિશેષ આભાર..
Sureshkumar G Vithalani said,
June 21, 2013 @ 6:24 PM
A VERY NICE GAZAL, INDEED!
heta said,
June 22, 2013 @ 2:45 AM
વાહ……….
sandhya Bhatt said,
June 27, 2013 @ 8:30 AM
શું બોલચાલનો કાકુ ઉપયોગમાં લેવાયો છે! વાહ્….
Shailesh Pandya BHINASH said,
June 29, 2013 @ 1:13 AM
Saras Gazal Gaurangbhai ni…
હેમંત પુણેકર said,
June 30, 2013 @ 5:03 AM
કેવી મજાની ગઝલ! બધા જ શેર સુંદર પણ મત્લા તો ખાસ ચોટદાર. મજા પડી.
kiran chavan. said,
July 24, 2013 @ 10:47 AM
રોજ દર્પણમાં જોઇ મલકાવું,
આથી સુંદર બીજી મજાક નથી.
સુન્દર્..
smita parkar said,
September 9, 2014 @ 11:47 AM
ઓ ઉદાસી ! તું રોજ બૂમ ન પાડ,
તારો હું કાયમી ઘરાક નથી.
કેવો મજા નો શેર વહ્હ ….
Deval said,
September 11, 2014 @ 2:49 AM
adbhut..darek sher gamya…wah kavi