એક વાદળ એમ ચાલ્યું જાય છે
આભમાં, જાણે કે જળની પાલખી !
ભરત વિંઝુડા

— – સાનાઉલ હક – અનુ.નલિની માડગાંવકર

સાંજે તું આવશે તેથી
એક આખેઆખી સાંજને મેં
લાકડાના દાદરે ઊભી રાખી હતી.

રાતે તને સમય મળશે એ જાણીને
એક દિવસને ઉતાવળને બહાને
થોડીક વાતો કરી વિદાય કરી દીધો હતો.
પરોઢિયે તું પદ્મની શુભ્રતા બનશે એમ ધારીને
મેં રાતના બધા દીવાઓ
મારા હાથે જ ઓલવી નાખ્યા હતા.
અને બપોરે તું આરામથી મારી સંગિની થશે તેથી
ટેલિફોન, હોલા અને કાગડાને
મારી ચારેય હદમાં આવવાની મનાઈ કરી દીધી હતી.
અને આથમતી સાંજે તું આવશે એવા વિશ્વાસે
મેં દિવસની ઊંઘને રાતના અંધકારમાં
એક દિવસ માટે રજા આપી દીધી હતી.

– સાનાઉલ હક (અનુ.નલિની માડગાંવકર)

માનવીની મોટાભાગની conflicts અને miseries નું મૂળ- ‘આવતીકાલ’ માટે ‘આજ’ ને અવગણવી; અને ‘ગઈકાલ’ના હરખ-શોકમાં રચ્યાપચ્યા રહેવું.

5 Comments »

  1. વિવેક said,

    August 14, 2011 @ 2:24 AM

    સુંદર !

  2. ધવલ શાહ said,

    August 14, 2011 @ 3:12 PM

    ખરી વાત છે કે રાહ જોવામા બીજા કામ રહી જાય છે… પણ, આહ ! રાહ જોવાનું કામ કેટલું અદભૂત છે એ તો જુઓ !

  3. Dhruti Modi said,

    August 14, 2011 @ 4:30 PM

    કાવ્ય અને અનુવાદ બંને ગમ્યાં.

  4. વિવેક said,

    August 15, 2011 @ 1:25 AM

    ईक उम्र कट गई है तेरे इंतेज़ार में,

    ऐसे भी है कि जिन से न कट सकी एक रात ।
    (अज्ञात)

  5. maulik said,

    August 16, 2011 @ 12:05 AM

    અમેજિગ્

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment