પાંપણો ખૂલે સ્વયં ત્યારે હકીકત ઊઘડે,
આપમેળે આંખમાંથી સ્વપ્ન ભૂંસાતું નથી.
હરજીવન દાફડા

સપ્તપદી વિશેષ: પદ ૮: છોરો કે’દાડાનું ‘પૈણું પૈણું’ કરતો’તો…

…તો મિત્રો, આજે અમે અમારી બાંધી મુઠ્ઠી આ ગીતની સાથે જ ખોલીએ છીએ… એ પણ લગ્નના થોડા સજીવ ચિત્રો સાથે !

PB083194

ધવલ કે’દાડાનું ‘પૈણું પૈણું’ કરતો’તો,
પેલી મોનલની આગળ-પાછળ ભમતો’તો,
લોસ એંજેલસની શેરીમાં અટવાતો’તો,
એટલાન્ટા ને એલ.એ.ની વચ્ચે રખડતો’તો,
Every weekend એ પ્લેનમાં ઉડતો’તો,
ધવલ કે’દાડાનું ‘પૈણું પૈણું’ કરતો’તો…
મોનલ કે’દાડાનું ‘પૈણું પૈણું’ કરતી’તી… 🙂

*

બંને જણા કે’દાડાનું ‘પૈણું પૈણું’ જ કરતા હતા એટલે આ ગીત એમને માટે એકદમ યોગ્ય છે!

[audio:http://urmisaagar.com/saagar/audio/lagngeet/Chori-Kedada-Nu.mp3]

(વરપક્ષ તરફથી)

છોડી કે’દાડાનું ‘પૈણું પૈણું’ કરતી’તી,
અમારી ભાગોળે આવી ભમતી’તી,
અમારી શેરીઓમાં અટવાતી’તી,
તને પરણવાની ઘણી હોંશ રે આટલું સુણી લેજે !

મારા ભઈલાને ભાવતા ભોજન જો’શે,
એને નીત નવી વાનગી ખવડાવવી પડશે,
અલી, આટલી આવડત રાખજે, આટલું સુણી લેજે !

છોડી કે’દાડાનું ‘પૈણું પૈણું’ કરતી’તી,
અમારી ભાગોળે આવી ભમતી’તી.

(કન્યાપક્ષ તરફથી)

જમાઈ કે’દાડાનું ‘પૈણું પૈણું’ કરતા’તા,
મારી ભાગોળે આવી ભમતા’તા,
મારી શેરીઓમાં અટવાતા’તા,
તમને પરણવાની ઘણી હોંશ રે આટલું સુણી લેજો !

મારી બેનીને રે’વા મોટા બંગલા જો’શે,
એને ફરવા નીત નવી ગાડી જો’શે,
એને પે’રવા નીત નવી સાડી જો’શે,
તમે આટલી ત્રેવડ રાખજો આટલું સુણી લેજો !

(વરપક્ષ તરફથી)

છોડી કે’દાડાનું ‘પૈણું પૈણું’ કરતી’તી,
અમારી ભાગોળે આવી ભમતી’તી,
અમારી શેરીઓમાં અટવાતી’તી,
તને પરણવાની ઘણી હોંશ રે આટલું સુણી લેજે.

તારે સાસુની ચાકરી કરવી પડશે,
એનાં પડ્યાં બોલ તારે ઝીલવા પડશે,
તારે સસરાજીને માનપાન આપવા પડશે,
અલી, આટલો વિવેક રાખજે, આટલું સુણી લેજે !

(કન્યાપક્ષ તરફથી)

જમાઈ કે’દાડાનું ‘પૈણું પૈણું’ કરતા’તા,
મારી બેનીનાં કોડ પૂરા કરવા પડશે,
એને ફરવા ફોરેન લઈ જાવી પડશે,
એને ઓછુ જરા ના આવે એટલું જોતા જાજો.

જમાઈ કે’દાડાનું ‘પૈણું પૈણું’ કરતા’તા…
છોડી કે’દાડાનું ‘પૈણું પૈણું’ કરતી’તી…

*

આ સાથે જ માણીએ એમનાં લગ્નનાં બીજા થોડા ફોટાઓ… જે ખાસ તમારા માટે તાત્કાલિક પાડીને (રીશેપ્શન માણ્યા પહેલાં જ) મૂકીએ છીએ… આપણાં ઘરનાં જ ફોટોગ્રાફર વિવેકનાં કેમેરાની નજરે…!

*

PB073149

PB083166

PB083200

PB083210 crop

(લયસ્તરો ટીમ -વિવેક, ધવલ, મોના-સાથે નવેલી દુલ્હન-મોનલ)

*

dhaval & monal
(… and they lived happily ever after !! )

*

અમારા વહાલા મિત્રો ધવલ-મોનલનાં લગ્ન-પ્રસંગ નિમિત્તે અહીં ઉજવાયેલા સપ્તપદી વિશેષ (જે આ આઠમી પોષ્ટની સાથે અષ્ટપદી વિશેષ થઈ ગયો છે!), ઊર્મિસાગર.કૉમ પર ઉજવાયેલાં ફટાણાં-સ્પેશ્યલ અને ટહુકો પર ઉજવાયેલાં લગ્નગીત-સ્પેશ્યલ અવસરમાં શામિલ થઈ આ અવસરને વધુ ધવલ કરવા બદલ આપ સૌ મિત્રોનો અંતરની ઊર્મિથી ખૂબ ખૂબ આભાર…!

(લગ્નની વિધિની જાણકારી માટે ગુર્જરી.નેટનો, ચિત્રો માટે નૈનેશ જોશીનો અને ઓડિયો માટે ખાસ નીરજ શાહનો અને જયશ્રીનો આભાર…)

39 Comments »

  1. ગાગરમાં સાગર » Blog Archive » (સંગાથે સુખ શોધીએ, રચીએ એક હુંફાળો માળો) -તુષાર શુક્લ said,

    November 8, 2009 @ 12:02 AM

    […] ગીત ખાસ એ નવદંપતિને અર્પણ.  લયસ્તરો પર grand finale રૂપે લગ્નની સજીવ ઝલક જોવાનું ચૂકશો […]

  2. Pranav said,

    November 8, 2009 @ 1:51 AM

    Hearty Congratulations!!

  3. ના તને ખબર પડી -તુષાર શુક્લ | ટહુકો.કોમ said,

    November 8, 2009 @ 2:19 AM

    […] ગીત ખાસ એ નવદંપતિને અર્પણ.  લયસ્તરો પર grand finale રૂપે લગ્નની સજીવ ઝલક જોવાનું ચૂકશો […]

  4. urvashi parekh said,

    November 8, 2009 @ 2:53 AM

    ખુબ ખુબ અભિનંદન..
    લગ્ન નિ પહેલા જ ગીતો આપી જ વાતવરણ લગ્નમય બનાવી દિધુ હતુ.
    સરસ..

  5. Pinki said,

    November 8, 2009 @ 3:31 AM

    નવદંપતિને સુખી અને પ્રસન્ન દાંમપત્યજીવન માટે મબલખ શુભેચ્છાઓ…. !

  6. Harshad Joshi said,

    November 8, 2009 @ 3:36 AM

    Abhinandan Dhaval ane Monal tamo bannene,
    Khub khub shubhkamnao amo banne tarafthi

    (and thanks to Vivekbhai)
    Nirmala ane Harshad
    Nairobi, Kenya

  7. utsav raval said,

    November 8, 2009 @ 4:16 AM

    ખુબ ખુબ શુભેચ્છા

    નવદંપતિને સુખી અને પ્રસન્ન દાંમપત્યજીવન માટે મબલખ શુભેચ્છાઓ…. !

    સરસ મજા આવિ લગ્નગીતો અને ફટાણાં-સ્પેશ્યલ માણવાનિ આપનિ જોડૅ.

    આપ સહુ નો ઉતસવ રાવલ મારિ ખુશિ તો કય રિતે કહુ પણ મજા આવિ…………

    આભાર……………………આપ સહુ આનદ મા રહો બસ બહુ તો લખતા નય આવડતુ મને………
    આપ સહુ નો ઉતસવ રાવલ……………….

  8. pragnaju said,

    November 8, 2009 @ 4:48 AM

    બાંધી મુઠ્ઠી લાખની હતી તે ખોલી તો ખજાનો હાથ લાગ્યો!
    બે હૈયા જોડાય તે આનંદદાયી પ્રસંગ
    અને રજૂઆત આ ફ્ રિ ન
    નવદંપતિને પ્રસન્ન દાંમપત્યજીવન માટે અંતરની શુભેચ્છાઓ

  9. Himanshu bhatt said,

    November 8, 2009 @ 5:47 AM

    ધવલ-મોનલ

    Best wishes for a happy and harmonious married life. May God bless you both.

    Himanshu

  10. Rohit Darji said,

    November 8, 2009 @ 7:03 AM

    wish u a very happy marriage life,life is beautiful ,enjoy it ,after all I feel that I attended your marriage ceremony.

  11. ચાંદ સૂરજ said,

    November 8, 2009 @ 8:03 AM

    બંધુશ્રી ધવલ અથા બહેનશ્રી મોનલ,
    પ્રભુતામાં પગલા માંડી દ્વેત માંથી ઐક્ય તરફ જતાં અને લગ્નના દસ્તાવેજને આપના સહિયારા હસ્તાક્ષરોએ કંડારી એનું સનમાન કરતાં આપ બન્નેને અભિનંદન !
    ભિતરની કૂણી કૂણી કૂંપનોને પારણે ઝુલતી મંજુલ ભાવનાઓની ભીની ભીનાશ ઘણું કહેવા ચાહતી હોય છે અને હૈયાને હિંડોળે હિંચકતી ભલી લાગણીઓની ભીનાશ,લગ્નના માંડવેથી, કંકુળા મંત્રોની શાખે,પ્રીતની પ્યારી પાલખીમાં બેસી પ્રિયતમના ધામમાં જાય છે ત્યારે એને સાંપડતા સ્વરમાં એની વિમલ વાંસળી વાગે છે.આજે એ લાગણીને જીવનપર્યંત સ્વરનો સાથ સાંપડ્યો છે તો એજ પ્રાર્થના કે એ મિલનમાંથી સર્જાતા એકતાના સૂરો સદાય પ્રેમઝરણું બની વહેતા રહે ! નવદંપતિને પ્રસન્ન દાંમપત્યજીવન માટે અંતરની શુભેચ્છાઓ અને મંગલ કામનાઓ !
    લગ્નગીતોના મોતીડાથી ભરેલા સાંસ્કૃતિક ચાકળાના કંડારણા તો ગુર્જરઘરોમાં આપે ટાંગી દીધાં અને કંઈક ભીંતોને આપે શણગારી દીધી !

  12. ચાંદ સૂરજ said,

    November 8, 2009 @ 8:24 AM

    બંધુશ્રી ધવલભાઈ તથા બહેનશ્રી મોનલબેન,
    પ્રભુતામાં પગલા માંડી દ્વેત માંથી ઐક્ય તરફ જતાં અને લગ્નના દસ્તાવેજને આપના સહિયારા હસ્તાક્ષરોએ કંડારી એનું સનમાન કરતાં આપ બન્નેને અભિનંદન !
    ભિતરની કૂણી કૂણી કૂંપનોને પારણે ઝુલતી મંજુલ ભાવનાઓની ભીની ભીનાશ ઘણું કહેવા ચાહતી હોય છે અને હૈયાને હિંડોળે હિંચકતી ભલી લાગણીઓની ભીનાશ,લગ્નના માંડવેથી, કંકુળા મંત્રોની શાખે,પ્રીતની પ્યારી પાલખીમાં બેસી પ્રિયતમના ધામમાં જાય છે ત્યારે એને સાંપડતા સ્વરમાં એની વિમલ વાંસળી વાગે છે.આજે એ લાગણીને જીવનપર્યંત સ્વરનો સાથ સાંપડ્યો છે તો એજ પ્રાર્થના કે એ મિલનમાંથી સર્જાતા એકતાના સૂરો સદાય પ્રેમઝરણું બની વહેતા રહે ! નવદંપતિને પ્રસન્ન દાંમપત્યજીવન માટે અંતરની શુભેચ્છાઓ અને મંગલ કામનાઓ !
    લગ્નગીતોના મોતીડાથી ભરેલા સાંસ્કૃતિક ચાકળાના કંડારણા તો ગુર્જરઘરોમાં આપે ટાંગી દીધાં અને કંઈક ભીંતોને આપે શણગારી દીધી !

  13. દક્ષેશ કોન્ટ્રાકટર said,

    November 8, 2009 @ 10:37 AM

    ધવલભાઈ અને મોનલબેનને દાંપત્યજીવનમાં પ્રવેશ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ. લયસ્તરો પર સપ્તપદી ઉત્સવ ઉજવી આપણી ભાતીગળ સંસ્કૃતિ પર પ્રકાશ પાડવા બદલ વિવેકભાઈને ખાસ ધન્યવાદ.

  14. Ramesh Patel said,

    November 8, 2009 @ 3:10 PM

    શાહી શ્રીમંતાઈ શોભાવે સોફા
    જોધપુરી જામા ને રજવાડી વાઘા
    વિવેકભાઈ હસીહસી વધાવે મંગલ
    કે આજ મારે માંડવે(૨)
    લેવાયાં ધવલભાઈનાં લગન

    સપ્તપદીના સૂરો ને પકવાન મધુરાં
    ઘોડલે થનગને ધવલભાઈ લાડીલા
    ભાઈબંધ નાચી ફોડે ફટાકડા ગગન
    કે મનભરી માણીએ ધવલભાઈનાં લગન(૨)

    રમેશ પટેલ(આકાશદીપ)

    ધવલભાઈ અને મોનલબેનને દાંપત્યજીવનમાં પ્રવેશ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ.

    રમેશ પટેલ(આકાશદીપ)

  15. Girish Parikh said,

    November 8, 2009 @ 5:20 PM

    ધવલભાઈ અને મોનાબહેનને અભિનંદન, અને સુખી લગ્નજીવન માટે પ્રભુને પ્રાર્થના.
    લગ્નગીતો વગેરે માણવાની મઝા આવી.
    રીસેપ્શનના ફોટા જોવા આતુર છું.

    મારી બાંધી મુઠી ખોલું? બનતાં સુધી ધવલભાઈનાં લગ્ન થવાનાં છે એનો અણસાર મને આવી ગયો હતો!

    ધવલભાઈ હવે એલ એ મુવ થવાના?

    –ગિરીશ પરીખ, મોડેસ્ટો, કેલિફોર્નીઆ

  16. Lata Hirani said,

    November 8, 2009 @ 5:39 PM

    ધવલભાઇ, મોનલ ખૂબ ખૂબ અભિનંદન્..એકબીજાને હૈયેથી સદાય વહાલ વરસતું રહે એ જ પ્રાર્થના

  17. Maheshchandra Naik said,

    November 8, 2009 @ 11:19 PM

    નવદંપતિને અમારા અભિનદન અને અનેક વરસો સુધીની શુભકામનાઓ…….મોનલબેનને પણ લયસ્તરો પર આવકાર અને શ્રી ધવલભાઈ સાથે કંઈક વિશેષ, ગુજરાતી સાહિત્યમા ભાવકોને આન્ંદ પ્રાપ્ત કરાવો એવી શુભેચ્છાઓ…….

  18. dr ashok jagani said,

    November 9, 2009 @ 2:12 AM

    ધવલ અને મોનલ ને અમારા અભિનન્દન લગ્ન ના ફોતો મોક્લાવ્જે

  19. dr ashok jagani said,

    November 9, 2009 @ 2:15 AM

    રીસેપ્શનના ફોટા જોવા આતુર છું.ધવલભાઇ, મોનલ ખૂબ ખૂબ અભિનંદન્

  20. kirankumar chauhan said,

    November 9, 2009 @ 5:21 AM

    ‘ધવલ–મોનલ’ પ્રાસ મળે છે,
    ઘરને તાજો શ્વાસ મળે છે.

  21. Bharat Atos said,

    November 9, 2009 @ 7:17 AM

    નવદંપતિને ખુબ ખુબ શુભકામનાઓ મારા તરફથી….

  22. Heena Parekh said,

    November 9, 2009 @ 9:48 AM

    લગ્નપ્રસંગે ખૂબ ખૂબ શુભેચ્છા ધવલભાઈ.

  23. Shefali said,

    November 9, 2009 @ 10:13 AM

    Lovely pictures! thanks.
    HEARTIEST CONGRATULATIONS & BEST WISHES,
    DHAVAL and MONAL!

  24. niraj said,

    November 9, 2009 @ 10:22 AM

    ધવલભાઇને લગ્નપ્રસંગે ખુબ શુભેચ્છાઓ

  25. ડૉ.મહેશ રાવલ said,

    November 9, 2009 @ 10:29 AM

    વર-કન્યા સહિત જાનૈયા,માંડવીયા,સીધા કે આડકતરા સામેલ કરાયેલ કે થયેલ સહુ બ્લોગર્સ મિત્રો,શુભેચ્છકો-બધાને ધવલભાઈના લગ્નપ્રસંગે
    હાર્દિક શુભેચ્છાઓ અને સર્વ પ્રકારે મંગલ હો…..એવા આશીર્વાદ.
    અને સજીવ ઝલક બદલ લયસ્તરોનો ખાસ આભાર.

  26. chetu said,

    November 9, 2009 @ 12:26 PM

    નવદંપતિને હાર્દિક શુભેચ્છાઓ..!

  27. Bina said,

    November 9, 2009 @ 12:52 PM

    ધવલભાઈ અને મોનલબેનને દાંપત્યજીવનમાં પ્રવેશ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ!

  28. M.D.Gandhi, U.S.A. said,

    November 9, 2009 @ 1:57 PM

    શ્રી ધવલભાઈ અને મોનલબેન,

    તમે બહુ નસીબદાર છો કે તમારા લગ્નની તમને તો આટલી બધી પ્રસિદ્ધિ મળી પણ સાથે સાથે અમને પણ લગ્નગીતો તથા ફટાણાં અને ફોટાઓ નો અદ્વિતિય લહાવો મળ્યો તે માટે ઊર્મિબેન તથા જયશ્રીબેનનો અમે બધા ઘણો આભાર માનીએ છીએ.

    તમારું દાંમપત્યજીવન સદા સુખી અને પ્રસન્ન રહે તેવી અંતરની શુભેચ્છાઓ અને અષ્ટપુત્રા ભવ એવો આશીર્વાદ.

  29. pooNam Goswami said,

    November 9, 2009 @ 10:20 PM

    ધવલ્ભૈ અને મોનલ બેન ને ખુબ બધિ શુભેચાઓ,
    તમારા ફોતો જોયિ ને લાગ્યુ કે અમે ત્મારા લગ્ન મા ત્મરિ સથે જ ચે,,
    વિવેક ભૈ આપ્નો પ્ન આભર્..

  30. sudhir patel said,

    November 9, 2009 @ 11:27 PM

    Congratulations and Best Wishes to newly wedded couple!
    Sudhir Patel.

  31. વિવેક said,

    November 10, 2009 @ 5:40 AM

    ધવલની ગેરહાજરીમાં લયસ્તરો ટીમ તરફથી હું શુભેચ્છા પાઠવનાર તમામ મિત્રોનો હૃદયપૂર્વક આભાર માનુ છું…

    એકસાથે ત્રણ અગ્રગણ્ય વેબસાઇટ પર સાત સાત દિવસ સુધી કોઈ ગુજરાતીના લગ્ન ઉજવાયા હોય અને લોકોએ મનભરીને માણ્યા હોય એવી કદાચ આ પહેલી ઘટના હશે…

    તારી જોડીનું અનનમ તેજ રહો, યાવત્ચંદ્રોદીવાકરો,
    આ સ્મિત પણ એનું એ જ રહો, યાવત્ચંદ્રોદીવાકરો

  32. preetam lakhlani said,

    November 10, 2009 @ 11:02 AM

    ભાઈ ધવલ અને બેન મોનલને ખોબા ભરીને અભિનદન !!!!

  33. ધવલ said,

    November 11, 2009 @ 2:18 PM

    સર્વેનો તહેદિલથી આભાર. દુનિયામાં બધુ મળે છે પણ આટલો બધો પ્રેમ તો શહેનશાહોને પણ નસીબ થતો નથી. આજે અમને બંનેને એવું લાગે છે અમે ખરા અર્થમાં ‘ન્યાલ’ થઈ ગયા !

    મોનલ – ધવલ

    તા.ક. જે મને અંગત રીતે જાણતા નથી એ બધાને છેલ્લા ફોટામાં સમજ નહીં પડી હોય. એમાં મોનલ અને મારી સાથે અમારો દીકરો નિહાર છે. અમે આ લગ્ન મારા આઠ વર્ષના દીકરાની સાક્ષીમાં કરી રહ્યા છીએ 🙂

  34. માવજીભાઈ મુંબઈવાળા said,

    November 12, 2009 @ 1:25 AM

    શ્રી ધવલભાઈ,

    તમે તો લગ્ન મહોત્સવ ઉજવી અમને બધાને ખૂબ મજા કરાવી દીધી ! ઊજવણીની ઢબ, વિવેકભાઈના વર્ણનો, ગીતોની પસંદગી, સરસ મજાના ફોટાઓ બધું ગમ્યું. કવિઓ તો કવિતા લખે છે- તમે કવિતા જીવો છો, જાણો છો અને માણો છો.

    -માવજીભાઈ મુંબઈવાળા

  35. M.Rafique Shaikh said,

    November 12, 2009 @ 5:23 PM

    Thank you for making the celebration so unique and special for all of us too. Congratulations on your wedding and the best wishes for a very happy married life!

  36. nialm doshi said,

    November 14, 2009 @ 7:38 AM

    ધવલભાઇ.. અને મોનલ…

    લગ્નજીવન..સહજીવન..સખ્યજીવન મુબારક હો..

    વિવેકભાઇ..ફોટાઓ બદલ આભાર..અહીં રહીને જાણે ધવલભાઇના લગ્ન માણી લીધા….

    અભિનંદન…અભિનંદન..શુભેચ્છાઓ…અઢળક શુભેચ્છાઓ..

  37. vallabh-sumitra bhakta said,

    November 15, 2009 @ 12:19 AM

    ધવલભઇ મોનલ બેન લાખ લાખ અભિનન્દન લ. અએ આવો તો મલો

  38. indravadan g vyas said,

    December 27, 2009 @ 9:58 AM

    ધવલ્ભાઈ ની કલમ નો પરિચય માત્ર હતો.હવે પરિવારનો પરિચય થયો બહેન મોનલ્ અને રુપકડો દિકરો નિહાર ખુબ જામે છે ધવલ ની પડખે ! !
    ધવલભાઈ, શાદી મુબારક…પરમાત્માને પ્રાર્થના,”તમારા લગ્નાજીવનમાં સ્વર્ગનું સુખ સદા વરસતું રહે”
    ફરીથી બેન મોનલ અને ધવલભાઈને અંતરના આશીર્વાદ…
    કલમની કરામત ચાલુ રાખશો.

  39. anup desai said,

    December 11, 2011 @ 4:19 PM

    hi dhaval & monali.this website and in this your wedding event and also poem.lovely,marvellous. GOD bless u always evergreen.enjoy life forever &endless.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment