સળગતો શબ્દ પણ પીંખાયલા પરિવાર જેવો છું,
મને ના વાંચ, હું ગઇકાલ ના અખબાર જેવો છું.
ગની દહીંવાલા

મને ઓઢાડો અજવાળું – નેહા પુરોહિત

ભીતરનાં અંધાર વચાળે હું જ મને ના ભાળું,
મને ઓઢાડો અજવાળું.

માટીમાંથી કુંભ બને ને ધાતુમાંથી લોટી,
કાયા ઘડવા કિયો પદારથ લીધો હરિવર ગોતી ?
રણકારે પરખાય ઘડૂલો.. લોટી ..માણસ માળું,
મથીમથીને થાકી તો પણ હું જ મને ના ભાળું,
મને ઓઢાડો અજવાળું .

અંધારે આ દેહ ઘડ્યો, અજવાળે આપ્યા શ્વાસ,
પછી ય રોજેરોજ દીધાં છે અંધારું અજવાસ !
દોષ તમારો નથી જ, ઘરને મેં જ લગાવ્યું તાળું,
કહો પ્રભુજી શું કરવું , જ્યાં હું જ મને ના ભાળું,
મને ઓઢાડો અજવાળું .

ક્ષણનો સાક્ષાત્કાર કરું તો ક્ષણમાં ઊતરે મ્‍હોરું,
આતમને રંગાવા આપો મેઘધનુષી ફોરું,
આજકાલ તો ઝીણી ચાદર અંગઅંગ વીંટાળું,
સ્પર્શ તમારો માણું, છો ને હું જ મને ના ભાળું .
મને ઓઢાડો અજવાળું .

– નેહા પુરોહિત

નકલી આધ્યાત્મિક કવિતાઓનો આપણે ત્યાં આજકાલ લીલો દુકાળ પડ્યો છે એવામાં નકરી ‘પોઝિટિવિટિ’ વાળી આવી મજાની સો ટચની રચના હાથ જડે તો દિવસ સુધરી જાય. સંસારની સહુથી મોટી સમસ્યા મનુષ્ય એક-બીજાને ઓળખી નથી શકતો એ નથી પણ કદાચ મનુષ્ય પોતાની જાતની અંદર ઊતરીને આત્મનિરીક્ષણ કરી શકતો નથી એ છે. ઘડો-લોટી વગરેને તો કદાચ રણકારથી પારખી શકાય પણ માળું આ માણસજાતને કેમ કરીને પારખવી? કોઈ અજવાળું ઓઢાડે તો કદાચ ભીતર જોઈ શકાય.

9 Comments »

  1. Kiran chavan said,

    February 20, 2016 @ 6:13 AM

    વાહ સુંદર રચના..

  2. CHENAM SHUKLA said,

    February 20, 2016 @ 6:42 AM

    વાત તો સાચી આવી કવિતાઓ તો યાદગાર બનવાની તાકાત ધરાવે છે ..સુંદર કવિતા …નેહાજી

  3. La' Kant Thakkar said,

    February 20, 2016 @ 8:00 AM

    “ક્ષણનો સાક્ષાત્કાર કરું તો, ક્ષણમાં ઊતરે મ્‍હોરું,”// આતમને રંગાવા આપો મેઘધનુષી ફોરું,
    સ્પર્શ તમારો માણું, છો ને હું જ મને ના ભાળું .// મને ઓઢાડો અજવાળું .
    “કોઈ અજવાળું ઓઢાડે તો કદાચ ભીતર જોઈ શકાય”
    આ પન્ક્તિઓ ગમેી ….
    બાકેી, કહેવા ખાતર શબ્દોમા ઠેીક ….. પોતાનેી ભેીતરનો પોતેીકો પ્રકાશ જ કામ અવે, પારકુ ઉધાર અજવાળુ ?બેીજાનો આધાર કામ ન આવે ,એવુ મારુ માનવુ ……

  4. La' Kant Thakkar said,

    February 20, 2016 @ 9:18 AM

    નેહાબેન ,
    તમારેી ભેીતરનેી ઝળહળ ઈન્ગિત કરતેી સરસ ક્રુતિના અનુસન્ધાને…..સુ-સન્ગત …
    “કઈન્ક્ પન્ક્તિઓ …”ધ્યાન્ જ એક ઉપાય …..પોતાના પ્રકાશનો સ્પર્શ પામવાનો …

    “…કવિ કેટલો સક્ષમ ! સંવેદના તેનું સાધન-તત્વ ,
    શબ્દ-સંજીવની-તત્વ, તેને સદા વર્તે જીવન-સત્વ…” (“કંઈક”..’)
    ***
    “…પ્રાર્થના

    ભીતર ભર્યો કાળો અંધાર ઉલેચો નાથ!અમને ઉજાળો,આપો દિવ્ય તમારો હાથ,નાથ,
    આપો તમ દીવડાની આંચ,આપો સાથ,અમને ગોઠે નહીં રે લગાર! રંગીલા રસરાજ!
    સાવ રે સૂના થયા અમે તમ વિના રસરાજ!વરસો પૂરબહાર,અમને,ભીંજાવો રસરાજ!
    અમે રહ્યા વરસોથી કોરાકટ વિના આધાર! પ્રભુ વરસો,પારસ થઈને સ્પર્શો,ન્યાલ કરો!
    આપો હેમનું મૂલ્ય પાષાણને,વ્હાલ કરો.ભીતરના ભૂખ-તરસ ભાંગો રે! કંઈ ખ્યાલ કરો!…
    (પુષ્પા પન્ડિતપૌત્રા)
    ***
    “…ઝળહળ અમે તો,
    લગરીક હલકો શો શ્વાસ અડે અમસ્તો તો ,
    મચે હલચલ એ ઝિલમિલ જ્યોત અમે તો!..”
    “….- આનંદ મંગલ મંગલ
    શાંત જળની સામે એકલા, વાળી પલાંઠી બેઠા ,
    નિજ એકાંતે સુખાનુભૂતિનો આનંદ માણી રહ્યા ,
    તંતોતંત અમી છાંટણા થયા,ઈશકૃપાના રણકારા ,..”
    “….ભીતર જાગ્રત અખંડ ચેતન જ્યોત પ્રજ્વળે,
    ને પછી ઊતરે સ્વાનુભૂતિમાં તેની વાત કરું!
    ને, વાત બરફવર્ષાના શ્વેત ફોરાં થવાની કરું,
    નિર્ભાર મન ધવલ કમલ બને,તે વાત કરું!…”
    ***
    “…ધ્યાનમહીં સહસ્રપંખી કમળના ઓજ-આભા ઉગશે ,
    એ તત્વ-તથ્ય થઇ બેસશે, મુજ નિર્મળ અસ્તિત્વમાં ,
    સૌમ્ય ચહેરો,સ્વર્ગ-આનંદ-લોક સમાધિનો ઉપસશે ….”
    ***
    “…હું છું સતત શ્વાસની જેમ,મને ભીતર શું? બ્હાર શું?
    ન બૂઝાતો પ્રકાશ છું હું, છે બધે એ અવકાશ છું હું.
    હું હમેશાં આસપાસ છું, મને દૂર શું ? દૂશવાર શું?
    પૂર્ણપણે પ્રસ્ફુટ પ્રસરતો બ્રહ્મનાદ ઓમકાર છું હું….”
    ***
    “…ચારેકોર ગરમાટો છે,આ તે કેવો સન્નાટો છે?,આનંદ?
    હુંફાળી લહર ચાલી,અંધારામાં તેજ-લકીર ,આનંદ.
    સુવાસ અને શ્વાસના અભેદબિંદુએ સ્થિરતા, આનંદ,
    અવાજ-નાદ ને શાંતિનો કેવો આ એહસાસ છે,આનંદ.
    અહીં રાત્રિ-અંધાર ને ભડ-ભાંખળા સાથે છે આનંદ!
    તેજ-તિમિરની સીમા પર કૈંક ક્ષણોની સફર ,આનંદ….”
    “…વિસ્તરું, એક પ્રવાહે,નિરભ્ર આભ,ઉજાશ પરમ આનંદ!
    સઘળું અહીં છલોછલ, તરબતર, સભર પરમ આનંદ!
    મેહસૂસ અસીમને કરું, કણકણમાં સર્વત્ર પરમ આનંદ!
    હકીકતમાં, આ કોચલું-કવચ છે, બધો આભાસ “કંઈક”..’
    ***
    “…પ્રભુના પારસ-સ્પર્શનો પિરામિડ માથે ઉભો જેમ .
    છાયા અને પડછાયામાં જીવતા , ફૂલોની જેમ …”
    “….ઋતુ,વાતાવરણ તો બદલાયા કરે સ્વયં,
    ગતિનું શું છે? એ તો ચાલ્યા કરે સ્વયં . ..”
    ***
    “બેઠા અંધારે થઇ સ્થિર સમથળ ત્યારે,-થતું વચ્ચે ઝળહળ!’,-મતલબ શું છે?”
    “…………..સ્પર્શની તાકાત કેટલી છે ? અમાપ હોઈ શકે! …”…….
    ……”એક સ્પર્શમાં વીજ-શક્તિપાતના બીજ હોઈ શકે!….”
    “…..આત્મ-ચેતનાના તરંગ-સ્પર્શમાં ચમત્કાર હોઈ શકે , …”
    “… કોઈની આંખના ચમકારની આંચમાં વીજ હોઈ શકે !..” …………((“કંઈક”..’))

  5. Saryu parikh said,

    February 20, 2016 @ 10:44 AM

    સુંદર રચના. વાહ
    સરયૂ પરીખ
    ઑસ્ટિન ટૅક્સાસ.

  6. Pravinchandra Kasturchand Shah said,

    February 20, 2016 @ 3:14 PM

    નેહા એટલે સ્નેહનો પર્યાય.
    પુરોહિત એટલે સર્વજ્ઞ।તા.
    સસ્નેહ જ્ઞ।નના પ્રકાશથી આવરિત તમે અજ્વાળું કોઈ ઓઢાડે એવી આશા રાખો છો?
    કદાચ જગતને સંદેશો આપવા કૃત્રિમ લેબાશ ઓઢી લીધો છે;કેમ ખરુંને?
    જે હોય તે.
    વર્ષો બાદ આવી સુંદર રચના વાંચીને મન આનંદ વિભોર થઈ ગયું.

  7. ketan yajnik said,

    February 20, 2016 @ 11:11 PM

    ज्यरे अंदरनो तलसात साढ़े आने ईश्वरनि कृपा होय तो कविता रुपए प्रगट थाय/ आभार

  8. suresh shah said,

    February 22, 2016 @ 1:20 AM

    Congrates.
    enjoyed.

    very very nice kampan.
    keep it up

    all the best .

  9. Suryakant Haria said,

    August 25, 2016 @ 11:46 PM

    વાહ, વાહ ખુબજ સુંદર અભિવ્યક્તિ..!

    ખરી આધ્યાત્મિકતાની પિપાસા અને ઝંખના વગર આ કૃતિ શકય ના જ બને.

    આવી ઝંખના જ સદગુરૂ ની પ્રાપ્તિ થવા માટે જરૂરી છે અને એજ અંજવાળું ઓઢીને હરખે……!

    સૂયૅકાન્ત હરિયા, નાઈરોબી, કેન્યા.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment