ક્યાં સુધી આ શક્યતાના ગર્ભમાં સબડ્યા કરું ?
પેટ ચીરીને મને જન્માવવો પડશે...
વિજય રાજ્યગુરુ

ગઝલ – મકરંદ મુસળે

ધરતી, ગગન ને દરિયો, શું શું ઉકેલવાનુ?
ઈશ્વરની ચોપડી છે કોરું છે પાનેપાનું.

મોટું ભલે ગગન હો, સામે પડ્યો પવન હો,
આકાશ બાથમાં લઈ; પંખી તો ઊડવાનું.

મંદિરમાં ભીડ ભરચક, મસ્જિદમાં ટોળેટોળાં,
ગજ્જબનું ધમધમે છે ઈશ્વરનું કારખાનું.

બીજો ઉપાય ક્યાં છે થાશે જે છે થવાનું,
સારાને યાદ રાખી, બાકી ભૂલી જવાનું.

ભડભડ કશું બળે તો મકરંદ માની લેજે,
તણખો નિમિત્ત સાચું; પણ કામ છે હવાનું.

-મકરંદ મુસળે

ગુજરાતી ભાષાનું સદભાગ્ય છે કે એને પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાંથી સદા “સવાયા ગુજરાતી” સાંપડતા રહ્યા છે. કાકાસાહેબ કાલેલકરથી શરૂ થઈ સવાયા ગુજરાતીની આ પ્રણાલી મકરંદ મુસળે સુધી વિસ્તરે છે. મિત્ર મકરંદનો પ્રથમ સંગ્રહ “માણસ તોયે મળવા જેવો” વાંચીએ એટલે એના ગુજરાતીપણાની ખાતરી થયા વિના નહીં રહે…

નથી થતી ખાતરી ? લ્યો, વાંચો આ ગઝલ.. એક-એક શેર પાણીદાર… એક-એક શેર એક-એક કવિતા…

11 Comments »

  1. Rina said,

    December 26, 2013 @ 2:10 AM

    Awesome

  2. નિહારીકા રવિયા said,

    December 26, 2013 @ 4:47 AM

    આવી સુંદર અને માહિતી સભર ગુજરાતી વેબ સાઈટ બનાવવા બદલ http://www.jeevanshailee.com (ગુજરાતી વિચાર સંગ્રહ) તરફથી આપને ધન્યવાદ. હું આપના આ પ્રયાસો ને બિરદાવું છું અને હમેશા આપ આ કાર્ય માં આગળ વધો એવી મારી અંતહ કારણ ની શુભેચ્છાઓ . ખુબ ખુબ ધન્ય વાદ..

  3. નિહારીકા રવિયા said,

    December 26, 2013 @ 4:53 AM

    ખુબ સરસ.. આપના આ વિચાર માટે ધન્ય વાદ ..સાથે આવી સુંદર અને માહિતી સભર ગુજરાતી વેબ સાઈટ બદલ http://www.jeevanshailee.com (ગુજરાતી વિચાર સંગ્રહ) તરફથી સૌ વાચકોને ધન્યવાદ. હું વેબ સાઇટ બનાવનારના આ પ્રયાસો ને બિરદાવું છું અને હમેશા આપ આ કાર્ય માં આગળ વધો એવી મારી અંતહ કારણ ની શુભેચ્છાઓ . ખુબ ખુબ ધન્ય વાદ..

  4. સુરેશ જાની said,

    December 26, 2013 @ 7:40 AM

    ભડભડ કશું બળે તો મકરંદ માની લેજે,
    તણખો નિમિત્ત સાચું; પણ કામ છે હવાનું.
    ——
    શ્વાસ તરફ સરસ ઈશારો.

  5. perpoto said,

    December 26, 2013 @ 11:11 AM

    સરસ ગઝલ,મરાઠી ગુજરાતી માણસે પાડેલાં ખાના છે,શબ્દોને ક્યાં જાતી હોય છે….

    સારાને યાદ રાખી….ભૂલી જવાનુ…

    વ્હેંચાયેલો રહે છે, આ માણસ
    દાખલા પંખીના આપી,ભાગે છે, આકાશ ને પવન
    પંખી કદી ક્યાં શાળાએ જાય છે…એ તો ડાળી અને આકાશ એક સરખા માણે છે..

  6. urvashi parekh said,

    December 26, 2013 @ 6:04 PM

    khub saras rachna. akhi rachna j sundar ane saras chhe.koi ek pankti ne tarvavi mushkel chhe.abinandan.

  7. Dhaval said,

    December 26, 2013 @ 6:50 PM

    મંદિરમાં ભીડ ભરચક, મસ્જિદમાં ટોળેટોળાં,
    ગજ્જબનું ધમધમે છે ઈશ્વરનું કારખાનું.

    🙂 🙂

    ભડભડ કશું બળે તો મકરંદ માની લેજે,
    તણખો નિમિત્ત સાચું; પણ કામ છે હવાનું.

    સરસ !

  8. નરેન્દ્ર કાણે said,

    December 27, 2013 @ 12:03 AM

    સારાને યાદ રાખી બાકી ભૂલી જવાનું … આ પંક્તિ તો મારું જીવનનું એક પરિમાણ છે તેની પહેલી પંક્તિ ની થોડી હતાશા -નીરુપયતા બહુ ભાવતી નથી .
    દરેક શેર એક જુદી કવિતા એ જ સાચું.
    મને લાગે છે કે મકરંદ માત્ર નામ ખાતરજ મરાઠી છે બાકી તેનો ઉછેર તો ગુજરાતનો જ છે ,તેના કવિ મિત્ર વિવેક કાણે ની જેમ .

    સરસ કાવ્ય -ગઝલ સંગ્રહ માટે અભિનંદન .

  9. વિવેક said,

    December 27, 2013 @ 2:07 AM

    @ પરપોટો:

    મરાઠી-ગુજરાતીની વાત કરવાનું કારણ કોઈ ખાનાં સૂચવવાનું નથી પણ એ બતાવવાનું જ છે કે બીજી માતૃભાષા ગર્ભમાં લઈને જન્મેલો માણસ ગુજરાતીમાં પણ કેવું અદભુત કામ કરી શકે છે… ખાસ આ વાત તરફ ઇશારો એટલા માટે કે હું ઢગલાબંધ ગુજરાતી સાહિત્યકારોને ઓળખું છું જેમની ભાષા અને વ્યાકરાણ બંનેની હાલત દયાજનક છે.

    આપ આ ન સમજી શકો એવું હું માનતો નથી…

  10. HATIM THATHIA said,

    December 27, 2013 @ 9:38 AM

    I agree with Vivekbhai.! anyway we have to agree that the mother tounge is Marathi and that type of expression that also in Gazal!!! congrte by heart!
    Hatim

  11. Sandhya Bhatt said,

    December 31, 2013 @ 10:47 AM

    ખૂબ ઉમદા ગઝલ…પાણીદાર…જીવનના રહસ્યોને સમાવતી..સંગ્રહ માટે ઉમળકાભર્યા અભિનંદન…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment