દરિયો ભલે ને માને કે પાણી અપાર છે,
એને ખબર નથી કે નદીનું ઉધાર છે.
ધ્વનિલ પારેખ

ગઝલ – ઉર્વીશ વસાવડા

બધુંય ધ્વસ્ત થશે એ પછીય બચવાનું
કયું એ તત્ત્વ હશે એ જ તો સમજવાનું

પડાવો એક બે એવાય સફરમાં આવે
ગમે કે ના ગમે બે-ચાર પળ અટકવાનું

ઘટિકાયંત્રની રેતી સમી જીવનગાથા
સમયના છિદ્રમાં અટકી પછી સરકવાનું

બધાના ભાગ્યમાં છે આગિયાપણું કેવળ
ન કૈં પ્રકાશ મળે એ રીતે ચળકવાનું

તૂટેલી ભીતના ભીડેલ દ્વાર જેવો હું
ખુલ્યાનો અર્થ નથી તે છતાં ખખડવાનું

– ઉર્વીશ વસાવડા

બધા જ શેર મનનીય… ઘટિકાયંત્ર અને આગિયાના પ્રતીકોનો કેવો સક્ષમ પ્રયોગ !

10 Comments »

 1. perpoto said,

  February 16, 2013 @ 12:52 am

  સુંદર ગઝલ…

  ન કૈં પ્રકાશ મળે એ રીતે ચળકવાનું..

  કદાચ…. ન કૈં પ્રકાશ આપે એ રીતે ચળકવાનું…

  વર્ણવી શકાય?

 2. narendrasinh chauhan said,

  February 16, 2013 @ 3:14 am

  બધાના ભાગ્યમાં છે આગિયાપણું કેવળ
  ન કૈં પ્રકાશ મળે એ રીતે ચળકવાનું
  અતિ સુન્દર

 3. perpoto said,

  February 16, 2013 @ 3:41 am

  નવું ફોર્મેટ વધુ આવકારદાયક છે.
  આગિયા ના પ્રકાશમાં ,પ્રકાશનાં તત્ત્વનુ વધુ પ્રમાણ હોય છે,ગરમી /ઉષ્મા નહીંવત હોય છે,તે જોતાં કદાચ ઉર્વિશભાઇનુ પ્રતિક વધુ સાર્થક જણાય છે.

 4. ડૉ.મહેશ રાવલ said,

  February 16, 2013 @ 6:44 am

  વાહ ઉર્વીશભાઇ..!.
  આખી ગઝલના ભાવનું ઊંડાણ અને ખાસ, અંતિમ શેર- બન્ને બહુજ સ્પર્શી ગયા.
  -અભિનંદન.

 5. P. P. M A N K A D said,

  February 16, 2013 @ 8:14 am

  As is usual, gazal is very good.

 6. vijay joshi said,

  February 16, 2013 @ 8:51 am

  પ્રત્યેક શેર લાજવાબ છે
  પ્રત્યેક શેરમાં જવાબ છે
  આગનો યમ હવા જ છે
  આગનો જીવ હવા જ છે ….વિજય જોશી

 7. vijay joshi said,

  February 16, 2013 @ 9:07 am

  રાત્રીના સામ્રાજ્યમાં
  જાસુસી કરવા,
  આવ્યો સુરજ વેષાંતર કરી
  આગિયો બની! …..વિજય જોશી

 8. pragnaju said,

  February 16, 2013 @ 9:24 am

  સુંદર ગઝલ
  બધાના ભાગ્યમાં છે આગિયાપણું કેવળ
  ન કૈં પ્રકાશ મળે એ રીતે ચળકવાનું

  તૂટેલી ભીતના ભીડેલ દ્વાર જેવો હું
  ખુલ્યાનો અર્થ નથી તે છતાં ખખડવાનું
  વાહ્

 9. ભૂપેન્દ્ર ગૌદાણા,વડોદરા said,

  February 18, 2013 @ 12:59 pm

  ઘટિકાયંત્રની રેતી સમી જીવનગાથા
  સમયના છિદ્રમાં અટકી પછી સરકવાનું

  બધાના ભાગ્યમાં છે આગિયાપણું કેવળ
  ન કૈં પ્રકાશ મળે એ રીતે ચળકવાનું

  તૂટેલી ભીતના ભીડેલ દ્વાર જેવો હું
  ખુલ્યાનો અર્થ નથી તે છતાં ખખડવાનું
  પોતાની મર્યાદા સમજવી , સમજાવી તેનાથી વધુ સરાહનીય છે મર્યાદા નો સ્વિકાર કરવો તે! ઘટિકા યંત્ર માં ઉલટવાનું,આગિયાનું ઝબકવાનું કે તૂટેલા ભીંત ના દ્વારનું સતત પુન્ઃરાવર્તન એ ગમતી કે અણગમતી પ્રવૃત્તિ હોઈ શકે પણ ફરજ પરસ્તી તો ખરીજ ને!
  છેવટે તો .. બધુંય ધ્વસ્ત થશે એ પછીય બચવાનું
  કયું એ તત્ત્વ હશે એ જ તો સમજવાનું

  પડાવો એક બે એવાય સફરમાં આવે
  ગમે કે ના ગમે બે-ચાર પળ અટકવાનું!

 10. Maheshchandra Naik said,

  February 20, 2013 @ 4:52 pm

  બધા જ શેર લાજવાબ છે, પંરતુ., આ બે શેર વિશેશ ધ્યાન ખેચી જાય છે, શ્રી ઉર્વિશ્ભાઈને અભિનદન, આપનો આભાર………………

  ઘટિકાયંત્રની રેતી સમી જીવનગાથા
  સમયના છિદ્રમાં અટકી પછી સરકવાનુ

  બધાના ભાગ્યમાં છે આગીયાપણુ કેવળ
  ન કૈ પ્રકાશ મળે એ રીતે ચળકવાનુ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment