આંસુ ઉપર આ કોના નખની થઈ નિશાની ?
ઈચ્છાને હાથ-પગ છે, એ વાત આજે જાણી
ચિનુ મોદી ‘ઈર્શાદ’

ઝાકળબુંદ : _૧૧ : ‍પડઘો – કવિ રાવલ

મૌનનો અતિરેક પડઘો
સાંભળો ક્યારેક પડઘો

સૂર્ય ડૂબીને બને છે
રોજ સાંજે એક પડઘો

નભ બનીને વિસ્તરે છે
ક્ષિતિજ લગ છેક પડઘો

કેમ પડઘાતો રહે છે ???
એકલો પ્રત્યેક પડઘો

જો લગોલગ પાસ આવી
સ્પર્શતો હળવેક પડઘો

કવિ રાવલ

કવિ રાવલની કૃતિઓ લયસ્તરો પર આપણે અગાઉ પણ માણી ચૂક્યા છીએ. આજે એક ટૂંકી બહેરની ફિલસૂફીસભર રચના વાંચીએ. પહેલા શેરની ફક્ત પહેલી જ લીટી (ઉલા મિસરો) વાંચો અને…

11 Comments »

 1. રોહન said,

  October 11, 2007 @ 5:47 am

  કવિ.. કેમ છે?

  nice one.. love it..

 2. Harikrishna Patel (London) said,

  October 11, 2007 @ 5:54 am

  મૌનનો પડઘો – કેટલેી સુન્દર રચના કવિને મારા અભિનન્દન

 3. Shah Pravinchandra Kasturchand said,

  October 11, 2007 @ 7:40 am

  રાવળે આ ફૂકી દીધું રણશિંગુ
  રણમાં રક્તનો ઊડશે પડઘો.

 4. ઊર્મિ said,

  October 11, 2007 @ 9:35 am

  એમ પણ પડઘો તો મૌનનો પડવા જેવો હોય ને… બીજો બધો તો નર્યો ઘોંઘાટ!

  સુંદર ગઝલ કવિ… અભિનંદન!

 5. pragnajuvyas said,

  October 11, 2007 @ 9:36 am

  રાવલ કવિ શબ્દોની ગલીઓના ભોમિયા, પણ સરકાર માન્ય ટુરિસ્ટ ગાઈડનું લાઈસન્સ ધરાવનારા કવિની ગઝલોમાં બળકટ તાજગી અને છંદોની સફાઈ ઊડીને આંખે ચડે છે. ગઝલના છંદો સાથે રમત કરી સતત નવું નિપજાવવાની એમની ચેષ્ટા એમની સંનિષ્ઠતાની સૂચક છે.
  પ્રસ્તુત ગઝલમાં પડઘાની હૂંફ અને કૂણાશ કેવી સંજિદી હળવાશથી આપણને સ્પર્શે છે !
  આ ટૂંકી બહેરની ફિલસૂફીસભર રચના માણીએ.પહેલા શેરની ફક્ત પહેલી જ લીટી (ઉલા મિસરો)
  મૌનનો અતિરેક પડઘો વાંચતા જ આ…….ફ્રી………ન.
  સૂર્ય,નભ,ક્ષિતિજ લગ છેક પડઘાતો રહેતો પ્રત્યેક પડઘો સાંભળ્યો
  લગોલગ પાસ આવી સ્પર્શતો હળવેક પડઘો…અમારા હ્રુદયને સ્પર્શી ગયો.
  -પણ છંદની પળોજણોને બાજુએ મૂકીને પણ આ ગઝલ આખી માણવા લાયક છે.
  ધર્મોનો વિવાદ દૂર કરવા જયપ્રકાશ નારાયણ ઉતરપૂર્વ પ્રદેશમાં શાન્તી સૈનીકોને પ્રાર્થનામાં આવું જ ગીત ગવડાવતા.
  આકાશગંગા સૂર્ય ચન્દ્ર તારા સંધ્યા ઊષા કોઈના નથી .
  કવિનો આભાર …

 6. Pinki said,

  October 11, 2007 @ 11:20 am

  મૌનનો અતિરેક પડઘો – એ પણ કેવો ?

  નભ બનીને વિસ્તરે તે પણ ક્ષિતિજ સુધી !!

  અને પાછો સ્પર્શે મુજને જ હળવેથી …….. !!

  કવિ, અત્યંત સુંદર………..

 7. ધવલ said,

  October 11, 2007 @ 3:21 pm

  પડઘો એક ‘પરોપજીવી’ ઘટના છે… મૂળ અવાજ પર એનું અસ્તિત્વ નિર્ભર છે. એ રીતે વિચારો તો આ પડઘાના સ્વાતંત્રની ગઝલ છે. વળી, એક રીતે વિચારતા મૂળ ઘટનાની રહીસહી યાદો માટે ‘પડઘો’ શબ્દ વાપર્યો હોય એવું માનો તો પણ ગઝલ સરસ રીતે ઉકલે છે.

 8. sanhbarot said,

  October 11, 2007 @ 10:27 pm

  ખુબ સરસ કવી ખુબ સરસ

  વાહ વાહ કવી
  “No Comment Is The Best Comment”

  sanhbarot
  sanhbarot@hotmail.com
  http://lovenismi.blogspot.com/
  http://jmdcomputer.wetpaint.com

 9. Pinki said,

  October 12, 2007 @ 1:50 am

  હા ધવલભાઈ

  ના બોલાયેલા શબ્દો
  પછી વિચારોમાં ફેરવાઈ
  તેના જ પડઘા બની સંભળાયા કરે
  વધુ વેધક અને વધુ પડઘામય બની ……. ! !

 10. KAVI said,

  October 13, 2007 @ 2:39 am

  પ્રિય મિત્રો… આભાર ,
  મારી અઘિવ્યક્તિનો પડઘો પાડવા બદલ..
  ઘણી વખત એ ઘણુ પ્રોત્સહક હોય છે.
  અને પ્રોત્સહન એ વિકાશશીલતાનુ પોષણ છે.
  આપ સૌની પ્રેમપૂર્વક આભારી છુ.

 11. shaileshpandyaBHINASH said,

  October 14, 2007 @ 4:20 am

  kya bat hai…..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment