આપણી વાતો,
કેટલી રાતો ?

એક માણસ છે-
કેટલી જાતો ?
વિવેક મનહર ટેલર

ઓળખાણ – પ્રભા ગણોરકર (અનુ. જયા મહેતા)

જોઈ લઉં છેલ્લી વાર આ ભૂમિને આંખ ભરીને,
કોને ખબર છે આ ગામ ફરી જોવા મળશે કે નહીં.

આ ધુમ્મસમાંથી ઊઠતાં ઘરો આ મંદિરો હસતા આ તારા,
કોને ખબર છે આ હાસ્ય આવું જ હશે કે નહીં !

આ વૃક્ષો તો ગઈ કાલથી જ થયાં છે તટસ્થ – પારકાં,
કોને ખબર છે, જોઈને હાથ હલાવશે કે નહીં.

ઓળખાણ કેટલી જલદી ભૂલી જાય છે બધા માણસો,
કોને ખબર છે મારી આંખમાં પણ આ આર્દ્રતા હશે કે નહીં.

– પ્રભા ગણોરકર
(અનુ. જયા મહેતા)

આ કવિતા વાંચતાવેંત આદિલ મન્સૂરીની ‘મળે ન મળે’ ગઝલ તરત આંખ સામે આવી ચડે.  પણ આ કાવ્ય મનસૂરીના કાવ્યથી ખાસ્સું અલગ પડે છે… અહીં કવિતા વિશ્વથી શરૂ થઈને સ્વ સુધી આવે છે. ગામ છોડવાનું થાય- કારણ ગમે એ હોય- એ ઘટના જ હૃદયવિદારક છે. જે તારાઓ સામું જોઈને હસતા હતા એ હવે હસશે કે કેમ એ પણ એક પ્રશ્ન છે. પણ મૂળ પ્રશ્ન પ્રકૃતિનો નહીં, આપણી પોતિકી જાત વિશેનો છે… મરાઠી કવયિત્રીને શંકા છે કે આજે ભલે આ બધું મારી આંખો ભીંજવી રહ્યું છે પણ આવતીકાલે હું જાતે જ આ બધાને ભૂલી ગઈ તો?

9 Comments »

 1. Rina said,

  August 2, 2012 @ 2:23 am

  ઓળખાણ કેટલી જલદી ભૂલી જાય છે બધા માણસો,
  કોને ખબર છે મારી આંખમાં પણ આ આર્દ્રતા હશે કે નહીં.

  વા….હ. .awesome

 2. La' KANT said,

  August 2, 2012 @ 9:00 am

  વર્ષો સુધી એક જ ઓટલા પર કે ઝાડ પાસે બેસતા હોઈએ તો આપણને લગાવ -માયા બંધાઈ જતા હોય છે. ને, તેમાં ઘરની તો શું વાત કરવી…?ને , વ્યક્તિ જે જીવંત હોય…છોડતા તકલીફ તો થાય જ .
  એ આપણું ભીતરનું કાઠું કેટલું સંવેદનશીલ છે? તેના પર આધાર રાખે છે….જેની વાત છેલ્લા પંચ-પંક્તિમાં કવિ-કર્મ બ-ખૂબી કરે છે! વળી સંબંધો લગભગ સ્વાર્થના જ હોતા હોય છે.
  પોતીકી જાત વિશેની માવજત…ની સૂક્ષ્મ વાત પણ છે…
  ” કુમુદ પટવા” ની પંક્તિઓ”; યાદ આવે છે….
  આંસુઓના પડે પ્રતિબિંબ એવા દર્પણ ક્યાં છે?
  કહ્યા વિનાયે સઘળું સમજે એવા સગપણ ક્યાં છે?”ને ,વળી…
  ” બધ્ધુજ અનુકૂળ મને,
  -લા’કાન્ત / ૨-૮-૧૨
  એક હુંજ પ્રતિકૂળ મને…”
  કારણ કે મારણ તો પોતાની ભીતર જ મળે!

 3. Pushpakant Talati said,

  August 2, 2012 @ 10:39 am

  This is indeed a VERY NICE and BEAUTIFUL one.
  It would be more liked if the original RACHANA had also been given herewith.
  Any how; This is also really a nice one
  ABHINANDAN From :- Pushpakant Talati

 4. pragnaju said,

  August 2, 2012 @ 11:00 am

  સુંદર ઊર્મિ કાવ્યનો એટલોજ સ રસ અનુવાદ
  તેમા
  ઓળખાણ કેટલી જલદી ભૂલી જાય છે બધા માણસો,
  કોને ખબર છે મારી આંખમાં પણ આ આર્દ્રતા હશે કે નહીં.
  અમારી અનુભવવાણી
  દિલમાં એક કસક …………………

 5. Retd.prof.V.C.Sheth said,

  August 2, 2012 @ 12:36 pm

  સુંદર કાવ્ય.ગુજરાતના ગામડાઓમાં હજી ઓળખાણ જીવે છે.
  અમેરીકામા તો ,
  કલાકે કલાકે મોસમ બદલાય,
  કલાકે લગન ‘ને છુટાછેડા થાય્.

 6. P Shah said,

  August 2, 2012 @ 12:50 pm

  મારી આંખમાં પણ આ આર્દ્રતા હશે કે નહીં….

 7. Dhruti Modi said,

  August 2, 2012 @ 5:00 pm

  આ કાવ્ય વાચતા અમારા ગામ સચીનની યાદ તાજી થાય છે. ત્યાં હવે બધું જ બદલાઈ ગયું છે, જોકે અમે પણ બદલાઈ ગયા છીઍ. બે- ચાર વર્ષ બાદ અમેરિકાથી જઈઍ તો ઓળખીતા ચહેરાં ખાસ જોવા મળતાં નથી અને આખા ગામની ભૂગોળ જ બદલાઈ ગઈ છે, તેથી આપણાં હદયમાંથી ય પોતાપણાનો ભાવ ઑછો થતો લાગે છે.
  સરસ કાવ્ય.

 8. ભૂપેન્દ્ર ગૌદાણા, વડોદરા said,

  August 4, 2012 @ 5:19 am

  છેલ્લા છ વર્ષથી કાયમી ધોરણે વડોદરા સંયુક્ત કુટુંબ સાથે રહેવા આવી જવા છતાં આવી કોઈ રચના વાંચતા વતન જુનાગઢની યાદ વધુ તીવ્ર થઈ જાય છે-અને અહીં વડોદરામાં અજાણ્યા ચહેરામાં જુનાગઢ- વતન ના જાણીતા ચહેરા નો આભાષ શોધતો રહું એવું ઘણી વખત બને છે! અને …ક્યારેક રસ્તે,બજાર કે ઓફીસમાં કાઠીયાવાડી લહેકો સંભળાય ત્યારે છપ્પનભોગ આરોગ્યાનો સંતોષ રુંએ રુંએ વ્યાપી જાય! જેમ “જનનીની જોડ સખી નહીં મળે લે લોલ !” કહેવાયું છે તેમ….આય મેરે પ્યારે વતન…અય મેરે બિછડે ચમન..તુઝપે દિલ કુરબાન…’

 9. M.D.Gandhi, U.S.A. said,

  August 11, 2012 @ 10:41 pm

  બહુ સુંદર કાવ્યો છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment