સજદામાં પડી જાઉં હું બળ દે ઓ બુઢાપા,
અલ્લાહ તરફ મારી કમર સહેજ ઝૂકી છે.
મરીઝ

મોકો મળ્યો – ચિનુ મોદી ‘ઈર્શાદ’

સરસ વાત કરવાનો મોકો મળ્યો,
તને પુષ્પ ધરવાનો મોકો મળ્યો.

મને ક્યાં ખબર: હું છું વહેતો પવન,
બધા ઘેર ફરવાનો મોકો મળ્યો.

હતાં ઝાંઝવા એથી સારું થયું,
મને રેત તરવાનો મોકો મળ્યો.

થયું: હાશ સારું કે છે તો ખરો,
ખુદા છે તો ડરવાનો મોકો મળ્યો.

ગઝલને થયું: છે આ ‘ઈર્શાદ’ તો
ઠરીઠામ ઠરવાનો મોકો મળ્યો.

– ચિનુ મોદી ‘ઈર્શાદ’

સરસ અને સંવેદનશીલ. સીધી દિલને અડકતી ગઝલ.

8 Comments »

 1. shaileshpandya BHINASH said,

  August 5, 2007 @ 4:49 am

  kya bat hai chinukaka…………

 2. Kavita said,

  August 7, 2007 @ 4:01 am

  “સ્વજનને તો સરવાનો મોકો મળ્યો” – એવી પંક્તિ સાંભળ્યાનું યાદ છે…

 3. વિવેક said,

  August 7, 2007 @ 4:49 am

  મુસીબત પડી એ તો સારું થયું,
  સ્વજનને તો સરવાનો મોકો મળ્યો.

  -આખો શેર આ પ્રમાણે છે, કવિતાજી…

 4. Kavita said,

  August 8, 2007 @ 3:23 am

  Thanks, યાદ કરાવવા માટે, તમારી સાથે interact કરવાનો મોકો મળ્યો.

 5. Abhijeet Pandya said,

  August 30, 2010 @ 11:50 am

  સુંદર રચનાૂ

  મને ક્યાં ખબર: હું છું વહેતો પવન,
  બધાને ઘેર ફરવાનો મોકો મળ્યો.

  ઉપરોક્ત શેરમાં “બધાંને ઘેર ” માં લગાગાગા થતું જોવા મળે છે.જ્યારે ગઝલમાં
  લગાગા લગાગાનું છંદ બંધારણ જાળવવામાં આવ્યું છે. “બધાંને” ને બદલે “બધાં
  ઘેર ફરવાનો ” કરવાથી છંદ જળવાતો જોવા મળે છે. મને તો આ િપ્રન્ટ એરર લાગે છે.
  ચીનુભાઈ મોદી ગુજરાતના શ્રેષ્ઠ ગઝલકારોમાંના એક છે. તેમની ગઝલમાં એકપણ ભુલ
  ને અવકાશ જ નથી. સુધારો કરવા િવનંિત.

  અિભજીત પંડ્યા. ( ભાવનગર ).

 6. Bharat Trivedi said,

  August 30, 2010 @ 3:38 pm

  શ્રી ચિનુ મોદીની ‘પર્વતને નામે પથ્થર’ હાથવગી હતી. ગઝલ આ પ્રમાણે છેઃ

  સરસ વાત કરવાનો મોકો મળ્યો,
  તને પુષ્પ ધરવાનો મોકો મળ્યો.

  મને ક્યાં ખબર: હું છું વ્હેતો પવન,
  બધાં ઘર ફરવાનો મોકો મળ્યો.

  થયું: હાશ સારું કે છે તો ખરો,
  ખુદા છે તો ડરવાનો મોકો મળ્યો.

  બચતમાં હતાં અશ્રુઓ એટલે
  નયન બન્ને ભરવાનો મોકો મળ્યો.

  મુસીબત પડી એ તો સારું થયું,
  સ્વજનને તો સરવાનો મોકો મળ્યો.

  ગઝલને થયું: છે આ ‘ઈર્શાદ’ તો
  ઠરીઠામ ઠરવાનો મોકો મળ્યો.

  ચિનુભાઈની ગઝલ હોય એટલે સારી તો હોય-જ પરંતુ તેમની મને ખૂબ ગમતી ગઝલ તો છે ‘ના કરે’ યાદ છે ને પેલો શેર?

  પુષ્પ પર ડાધો પડે એ બીકથી,
  જીવવાની જિદ ઝાકળ ના કરે.

  ભરત ત્રિવેદી

 7. bharat vinzuda said,

  August 30, 2010 @ 9:11 pm

  BADHA GHAR MA FARAVA NO MOKO MALYO

  Aem hashe !

 8. Bharat Trivedi said,

  August 30, 2010 @ 9:21 pm

  શેર આ પ્રમાણે છેઃ

  મને ક્યાં ખબર: હું છું વ્હેતો પવન,
  બધાં ઘેર ફરવાનો મોકો મળ્યો.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment