હકીકત છે નથી પહોંચ્યો પરમ તૃપ્તિની સરહદ પર,
છતાં છે એય સાચું પ્યાસમાંથી બહાર આવ્યો છું.
મનોજ ખંડેરિયા

અનહદમાં હળવું હળવું – ચંદ્રકાન્ત શેઠ

હદમાં લાગે ભાર ભાર, અનહદમાં હળવું હળવું
ભયમાં સઘળું ભાર ભાર, નિર્ભયમાં હળવું હળવું ! –

બૂડે છે જે ભાર ભાર ને ઊડે છે જે હળવું;
બંધ થાય ત્યાં ભાર ભાર, ખૂલવામાં હળવું હળવું ! –

અડિયલ – એનો ભાર ભાર, અલગારી – એનું હળવું;
અક્કડ – એનો ભાર ભાર, ફક્કડનું હળવું હળવું ! –

સૂતાં લાગે ભાર ભાર, પણ હરતાં ફરતાં હળવું;
અંધારામાં ભાર ભાર, અજવાળે હળવું હળવું ! –

લેતાં લાગે ભાર ભાર, પણ દેતાં હળવું હળવું;
‘હું’ની અંદર ભાર ભાર, ‘હું’ – બહાર હળવું હળવું ! –

– ચંદ્રકાન્ત શેઠ

ગણગણ્યા વિના વાંચી જ ન શકાય એવું લોકગીતની ઢબનું પ્રથમ દૃષ્ટિએ સાવ હળવું હળવું પણ ગૂઢાર્થમાં ભારે ભારે એવું મસ્ત મજાનું ગીત… એકવાર ગણગણી લો પછી ફરીથી વાંચો અને જુઓ, એના અર્થનાં આકાશ કેવાં ઊઘડે છે !

4 Comments »

 1. pragnaju said,

  March 15, 2012 @ 4:06 am

  હળવા કરે તેવું ગીત
  અડિયલ – એનો ભાર ભાર, અલગારી – એનું હળવું;
  અક્કડ – એનો ભાર ભાર, ફક્કડનું હળવું હળવું ! –
  વાહ્
  મારો અનહદ સાથે નેહ !
  મુને મળ્યું ગગનમાં ગેહ.
  યાદ
  કબિરજી કહે છે તેમ
  અનહદ અનુભવકી કરિ આસા, દેખો યહ ૨વિપરીત તમાસા
  ઇહૈ તમાસા ભાઈ, ૩જહંવા સુન્ન તહાં ચલિ જાઈ –
  કેવું એ દાન અરે કેવું વરદાન
  …………… કેવો જીવતરનો અનહદ સંવાદ !
  -એવું આ દાન અરે, એવું વરદાન
  …………… પછી જીવતરનો અનહદ આનંદ…

 2. Dhruti Modi said,

  March 15, 2012 @ 3:59 pm

  સમગ્રતયા સુંદર ગીત.

 3. Darshana Bhatt said,

  March 15, 2012 @ 5:26 pm

  ંં Saras Geet.halava banvano marg ketalo saras che ,jo navie to.

 4. મદહોશ said,

  March 22, 2012 @ 11:21 am

  લેતા લેતા ભાર ભાર પણ દેતા દેતા હળવું… વાહ મજા આવી ગઇ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment