એક જાણીતી ગઝલના શેરથી
કૈંક જૂના જખ્મ તાજા થાય છે.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

અભિસાર – સુનંદા ત્રિપાઠી (ઊડિયા) (અનુ: ઉત્પલ ભાયાણી)

જયારે આખું નગર સૂતું હોય
ત્યારે હું મારા ઝાંઝર કાઢી નાખું છું
અને સાવ સુંવાળા પગલે, ચોરીછૂપીથી
તારા ખંડમાં પ્રવેશું છું.
.
.
તું ત્યાં સુતો છે, નથી કોઈ હલનચલન
ચોળાયેલી તારી પથારીમાં
તારી આસપાસ પુસ્તકો આમતેમ પડ્યા છે.
આ બધાંની વચ્ચે, તું એકલો, સૂતો છે.
તારા હોઠ પર કોઈક અજાણ્યા સંતોષનું સ્મિત છે
જે તારા નિદ્રિત ચહેરા પર વિલાસે છે.
હું નીરવતાથી તારી પથારી પાસે બેસું છું.
તારા વિખરાયેલા વાળને સુંવાળપથી સરખા કરું છું
પછી, સહેજ વાંકી વળી વળું છું અને તીણા નખથી
તારી છાતીને ચીરીને ખુલ્લી કરું છું
અને મારા બંને હાથથી તારા
સુંવાળા ધબકતા મુઠ્ઠીભર ગુલાબી માંસને બહાર કાઢું છું.
.
.
તારા માંસની સુગંધથી હું વિવશ થાઉં છું
મારા સ્તન સાથે એને એક ક્ષણ ચાંપું છું.
શબ્દ અને મૌન એક થઇ જાય છે
એક થઇ જાય છે આકાશ અને પૃથ્વી.
તું જાગે એ પહેલા
એને ફરી પાછું
એ જ્યાં હતું ત્યાં એને મૂકી દઉં છું
અને તારી ખુલ્લી છાતીને પંપાળું છું
એક ક્ષણમાં જખમ રુઝાઈ જાય છે
જાણે કે કશું જ નથી બન્યું એમ.
પહેલાની જેમ, તું સૂતો જ રહે છે
હું ચુપચાપ તારા ખંડમાંથી ચાલી નીકળું છું.

– સુનંદા ત્રિપાઠી (ભાષા: ઊડિયા)
(અનુવાદ: ઉત્પલ ભાયાણી)

 

અભિસાર એટલે પ્રેમી-પ્રેમિકાએ સંકેત મુજબની જગ્યાએ મળવા જવું. સાહસ અને છળ એ અભિસારિકાની પ્રકૃતિ છે. આટલી પૂર્વભૂમિકા પછી આ કવિતાને અનુભવીએ… પ્રણયની તીવ્રતર લાગણીથી છલકાતી આ કવિતા આપણા ઊર્મિતંત્રને એટલી નજીકથી અડી જાય છે કે શબ્દ અને મૌન બંને એકાકાર થઈ જતા અનુભવાય છે…

 

ટાઇપ સૌજન્ય: ક્રિષ્ણા-તારા નામનો આધાર

6 Comments »

 1. munira said,

  April 20, 2012 @ 2:35 am

  beautiful! quite different creation!

 2. dhaval soni said,

  April 20, 2012 @ 3:01 am

  બહુ જ સુંદર છે આ રચના ,,, આજથી લગભગ બેએક વર્ષ પહેલા આ રચના એક ન્યૂઝપેપરમાં વાંચી હતી..આજે પણ એ રચનાની કોપી મારી પાસે પડી છે…
  આજે ફરીથી એ રચના અહી લયસ્તરોમાં વાંચીને ખુબ આનંદ થયો…

 3. pragnaju said,

  April 20, 2012 @ 5:20 am

  સુંદર રચના
  તારા માંસની સુગંધથી હું વિવશ થાઉં છું
  મારા સ્તન સાથે એને એક ક્ષણ ચાંપું છું.
  શબ્દ અને મૌન એક થઇ જાય છે
  એક થઇ જાય છે આકાશ અને પૃથ્વી
  અભિસારની અદભૂત અનુભૂતિ
  પહેલા કામ અને શૃંગાર કાવ્યો પર કોઇ પણ જાતનો પ્રતિબંધ હતો નહી.આપણે હમેશાં આધુનિકતાનો દંભ લઇને ફર્યા કરીયે છીએ,પણ કોઇ જાતિય વિષય કે શૃંગારિક વર્ણનો આવે છે ત્યારે આપણે દંભી બની જઇએ છીએ !
  જે દેશનાં ખજુરાહો જેવા પવિત્ર મંદિર જેવા સ્થાપત્યમાં કોતરાયેલા રતિશિલ્પોને અશ્લિલતા ગણવી કે આપણી શૃંગારીક સંસ્કૃતિની ધરોહર!?

 4. himanshu patel said,

  April 20, 2012 @ 11:47 am

  એક સરસ અનુવાદીત કાવ્યમાં આ પંક્તિ ખટકે છે.ઃ
  પછી, સહેજ વાંકી વળી વળું છું….!!!

 5. Dhruti Modi said,

  April 21, 2012 @ 8:46 pm

  સુંદર અછાંદસ.

 6. Milind Gadhavi said,

  August 8, 2012 @ 2:25 am

  My God..
  Fantastically told…
  As if a chapter of a novel…

  Agree with Himanshu Patel…’Namvu’ verb would have been much more suitable and in harmony with the way the poem was proceeding…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment