હકીકત છે નથી પહોંચ્યો પરમ તૃપ્તિની સરહદ પર,
છતાં છે એય સાચું પ્યાસમાંથી બહાર આવ્યો છું.
મનોજ ખંડેરિયા

વાંસળી વાગી હશે ! – ‘ગની’ દહીંવાળા

એના હૈયે પણ ન જાણે લ્હાય શી લાગી હશે ?
ફાગણે જ્યાં ફૂલગુલાબી ઓઢણી દાગી હશે !

ભરવસંતે કોણ રાગી, કોણ વૈરાગી હશે ?
પ્રકૃતિએ પારખું કરવા શરમ ત્યાગી હશે ?

એ રીતે ઝબકીને દિલની ઝંખના જાગી હશે !
ઊંઘતી રાધા હશે ને વાંસળી વાગી હશે !

શ્વાસ અલગારી હશે, ઉચ્છવાસ વરણાગી હશે;
જયારે મીઠી મૂંઝવણ મનમાં થવા લાગી હશે.

મય હશે મુસ્તાક મારી આંખની મસ્તી વિશે;
જામને પણ મારા હોઠોની તરસ લાગી હશે.

આ હ્રદય જંપે, નહોતાં કોઈ એવાં કારણો;
એની શાતા કાજ દુનિયાએ દુઆ માગી હશે.

જ્યાં તમન્ના ત્યાં જ નિષ્ફળતા ય ઢાંકે છે ‘ગની’,
હોય જ્યાં હૈયું, તો હૈયે ચોટ પણ લાગી હશે.

-‘ગની’ દહીંવાળા

 

ત્રીજો શેર જુઓ…..જ્યારથી આ શેર વાંચ્યો ત્યારથી તે મનનો કબજો જમાવીને બેઠો છે.

10 Comments »

 1. vineshchandra chhotai said,

  February 26, 2012 @ 3:14 am

  ખ્બ્સુરત ફાગ્ન નિ તસ્વિર લૈ “ગનિ ‘ ભૈ ……………….રુતુનિ મહેક ………આપિ રહ્યા , ફક્ત પમ્નરા પમિ ગયા…………………………………આબ્બ્ભાર ……ને ધન્યવાદ …………………સહુ મિત્રો ને હોલિ મુબારક ………………..સુભ કામ્ના………..

 2. pragnaju said,

  February 26, 2012 @ 4:30 am

  મય હશે મુસ્તાક મારી આંખની મસ્તી વિશે;
  જામને પણ મારા હોઠોની તરસ લાગી હશે.

  સ રસ

 3. sweety said,

  February 26, 2012 @ 5:46 am

  ભરવસંતે કોણ રાગી, કોણ વૈરાગી હશે ?
  પ્રકૃતિએ પારખું કરવા શરમ ત્યાગી હશે ?
  ’ગની’ જિ બહુજ સરસ્

 4. manilal.maroo said,

  February 26, 2012 @ 6:17 am

  khub sundaer anne madhur. manilal.m.maroo

 5. maya shah said,

  February 26, 2012 @ 3:28 pm

  ખુબ સુન્દર અને હ્રુદયને સ્પર્શે તેવિ ગઝલ. ગનિ દહિનવાલા મારા ગમતા ગઝલકાર ચે.

 6. HATIM THATHIA said,

  February 26, 2012 @ 4:37 pm

  સુન્દર ગઝલ આભાર ગનિભઐઇ આપ્ન્નિ સુનસ્દાર ગઝલોમાન સ્થાન પામે અએવિ ગઝલ હાતિમ બગસરાવાલા કોન્ગઓ

 7. jigar joshi 'prem said,

  February 26, 2012 @ 10:34 pm

  વાહ

 8. વિવેક said,

  February 27, 2012 @ 1:49 am

  સુંદર ગઝલ.. પહેલા ત્રણે શેર અદભુત…

 9. P Shah said,

  February 27, 2012 @ 3:27 am

  સુંદર ગઝલ !

 10. Retd.prof.v.c.sheth said,

  March 8, 2012 @ 6:04 am

  એના હૈયે ઝાળ કેવિક લાગી હશે ,
  કે ભર શિયાળે ઝાળ લાગી હશે.
  સન્ત,વસન્તમાં શુ રાગી ‘ને અનુરાગી,
  કામદેવે પણછ તાણી હશે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment