ઉદાસી આ સૂરજની આંખે ચઢી છ,
તમારા વિના સાંજ ડૂસકે ચઢી છે.
જરા ગણગણી લઉં તમારી સભામાં,
ભુલાયેલ પંક્તિઓ હોઠે ચઢી છે.
ભગવતીકુમાર શર્મા

નાનીલુ – ડૉ. એન. ગોપી (અનુ. ઉર્વીશ વસાવડા)

આજે ઉત્તરાયણના દિવસે નાનીલુના નાના નાના પતંગ ચગાવીએ…

*

During revolts
Stones grow wings.
Well, they are aimed
Through tearful eyes !

વિપ્લવ દરમ્યાન ફેંકાતા
પથ્થરોને ફૂટે છે પાંખો
હા ! એ સધાયેલ હોય છે
અશ્રુભીની આંખોથી !

*

When I look
Into crystal clear waters,
Into myself
I seem to journey

જ્યારે જ્યારે
નિહાળું છું નિર્મળ જળને
ત્યારે ત્યારે અનુભૂતિ થાય છે
અંતઃયાત્રાની

*

True
We are climbing the stairs.
But aren’t we moving on
Leaving behind the steps ?

હા એ સાચું છે કે
આપણે સર કરીએ છીએ સોપાન
પણ એમ કરવામાં નીચેનાં
પગથિયાં છૂટી નથી જતાં શું ?

*

What is it doesn’t fly
Like a butterfly
The flower
has its fragrance, hasn’t it ?

પતંગિયા માફક પાંખોને
પ્રસારી ન શકે તો શું થયું ?
પુષ્પ પોતાની
ખુશબૂ તો પ્રસારી જ શકે છે ને !

*

A sentence
Is never complete.
Finished sentence
Stops growing

વાક્ય કદી પણ
પૂર્ણ થતું નથી કારણ
પૂર્ણ થયેલા વાક્યનો
વિકાસ થંભી જાય છે.

– ડૉ. એન. ગોપી
અનુ. ઉર્વીશ વસાવડા

તેલુગુ ભાષામાં ચાર પંક્તિઓનો ‘ગદ્ય’ કાવ્ય પ્રકાર ‘નાનીલુ’ પ્રચલિત છે જેનો શાબ્દિક અર્થ ‘મારું, તમારું અને આપણું’ થાય છે. આ ચાર પંક્તિઓનો કાવ્યપ્રકાર આમ તો આપણા મુક્તક જેવો જ છે જેમાં પ્રથમ બે પંક્તિઓમાં એક ભાવવિશ્વ રચાય છે અને આખરી બે પંક્તિઓમાં એ ભાવ વિશ્વ પરિપૂર્ણતા પામી કાવ્યનો આકાર લે છે. કવિ ઉર્વીશ વસાવડા ‘નાનીલુ’ નામે એક આખો સંગ્રહ આપણી ભાષામાં લઈ આવ્યા છે…

7 Comments »

 1. Rina said,

  January 14, 2012 @ 1:24 am

  awesome….

 2. vijay joshi said,

  January 14, 2012 @ 6:32 am

  beautiful ideas wrapped neatly in beautiful words.
  Ideas are like fractals, ever evolving ever changing.

 3. himanshu patel said,

  January 14, 2012 @ 10:47 am

  પ્રયત્ન સારો છે ભાષા હજું ઘનીભૂત કરી શકાઈ હોત,વધારે સંસ્કૃતાઈઝ થયેલી છે.
  A sentence
  Is never complete.
  Finished sentence
  Stops growing આ ખૂબ ગમ્યું પણ આ રીતે..
  વાક્ય ક્યારેય
  સંપૂર્ણ ન હોય.
  પૂર્ણ વાક્યને
  વિસ્તાર નથી.

 4. Dhruti Modi said,

  January 14, 2012 @ 4:11 pm

  મનભાવન કાવ્યો અને કાવ્યપ્રકાર.
  અનુવાદ પણ ખૂબ જ સહજ અને સુંદર થયો છે.

 5. અનામી said,

  January 15, 2012 @ 8:37 am

  હા એ સાચું છે કે
  આપણે સર કરીએ છીએ સોપાન
  પણ એમ કરવામાં નીચેનાં
  પગથિયાં છૂટી નથી જતાં શું ?…..!!!!

 6. Sandhya Bhatt said,

  January 16, 2012 @ 10:30 am

  વાહ્…વાહ્…ખૂબ જ સરસ…

 7. pragnaju said,

  January 19, 2012 @ 12:18 pm

  સરસ પંક્તિ નો સહજ અનુવાદ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment