સામસામે થાય સિંજારવ મધુર
એ જ મનમેળાપ છે મીંઢળ વગર!
યામિની વ્યાસ

(ભિખારી) – કૈલાસ વાજપેયી (અનુ. નલિની માડગાંવકર)

મેલાંઘેલાં કપડાંવાળો તે
રસ્તાના વળાંક પર
મને રોજ દેખાતો,
હું પણ ક્યારેક ક્યારેક
મારી પાસેના સિક્કાઓ
મૂકતો એની
નાનકડી હથેળીઓમાં
એ દર વખત
આભારવશ ભીની આંખોથી
આકાશ તરફ જોતો
એક દિવસ મેં છંછેડાઈને પૂછ્યું
‘અલ્યા, દેનારો તો હું છું-
અને તું ઊંચે જોઈને
કોને, શું કહે છે?’
‘જે મને આપે છે,
એને તું હજી વધુ આપ’
પીળી આંખોવાળાએ જવાબ આપ્યો.

– કૈલાસ વાજપેયી
(અનુ. નલિની માડગાંવકર)

માખણમાં છરી ઊતરી જાય એમ દિલની આરપાર નીકળી જાય એવી કવિતા… ખરું કહો, કોણ વધુ દાતાર છે?!

8 Comments »

 1. Rina said,

  December 16, 2011 @ 1:07 am

  beautiful….

 2. hemant joshi said,

  December 16, 2011 @ 8:22 am

  ‘જે મને આપે છે,
  એને તું હજી વધુ આપ’
  પીળી આંખોવાળાએ જવાબ આપ્યો.

  ભિખારી કદાચ પરિસ્થિતિ થી ભિખારી હશે,પણ તે દાતા પ્રત્યે તેની ક્રુત્ઘનતા વ્યક્ત કરી એટલુ તો દર્શાવે ચે કે તે હ્રદય થી તો જરુર અમીર ચે

 3. pragnaju said,

  December 16, 2011 @ 8:28 am

  તું ઊંચે જોઈને
  કોને, શું કહે છે?’
  ‘જે મને આપે છે,
  એને તું હજી વધુ આપ’
  પીળી આંખોવાળાએ જવાબ આપ્યો.
  ખૂબ સુંદર કવિતાનો અ દ ભૂ ત વિચાર
  યાદ્
  “એક ક્ષણ રે આપો, આખું જીવન નહીં માગું,
  એક ક્ષણ રે આપો, મારા રાજ !
  અબાધીત કાલ તો મારા શ્વાસમાં !!”

  ભીખારી તરીકે, ભક્ત તરીકે, જ્ઞાની તરીકે કે વીજ્ઞાની તરીકે પણ
  આ ભીખ માંગવાની આપણી તાતી જરુરીયાત ગણાવી જોઈએ !!

 4. vijay joshi said,

  December 16, 2011 @ 8:54 am

  યાદ આવી ગયું કે
  ભગવત ગીતાના આ મહાન વિચારને કેટલી
  સહજતાથી કવિએ માંડ્યો છે!
  कर्मणि अवे अधिकार्स ते
  –you have the power to act only
  माँ फलेसु कदाचना
  –you do not have the power to influence the result
  माँ कर्मफल हेतुर भू
  –therefore you must act without the anticipation of the result
  माँ संगोस्तु अक्रमानी
  –without succumbing to inaction

 5. ધવલ said,

  December 16, 2011 @ 10:23 pm

  સરસ !

 6. Deval said,

  December 17, 2011 @ 11:41 pm

  waah

 7. urvashi parekh said,

  December 18, 2011 @ 5:23 am

  સરસ.
  જે મને આપે છે,
  તેને તુ વધુ આપ.
  કેટલી સરસ ભાવના,આવી આપણા માં હોય તો?

 8. Bharat Trivedi said,

  December 18, 2011 @ 1:11 pm

  એ પીળી આંખોવાળો ભારે બદમાસ હોવો જોઇયે જે પોતાની સાથે તેને ભીખ આપનારાઓને પણ તેની લાઈનમાં ખડા કરી દે છે! અને થોડો દલાલ પણ હોવો જોઇયે જે પોતાની દલાલી મળતી રહે અને વધતી રહે તેની પણ જોગવાઈ કરતો જાય છે!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment