તું હરદમ હરજનમ મારી હતી, છે ને હશે જાનમ,
રગોથી રક્ત શી રીતે કરી શકશે અલગ આલમ ?!
વિવેક મનહર ટેલર

વિપ્રયોગ – કાન્ત

“આકાશે એની એ તારા :
એની એ જ્યોત્સ્નાની ધારા :
તરુણ નિશા એની એ : દારા –
.                          ક્યાં છે એની એ ?

“શું એ હાવાં નહિ જોવાની ?
આંખડલી શું નહિ લ્હોવાની ?
ત્યાંયે ત્યારે શું રોવાની –
.                          દારા એની એ ?”

* * *

“છે, જ્યાં છે સ્વામીની તારા !
સ્વર્ગોની જ્યોત્સ્નાની ધારા :
નહિ જ નિશા જ્યાં આવે, દારા –
.                          ત્યાં છે એની એ !

“છે ત્યારે એ ત્યાં જોવાની :
આંખડલી એ ત્યાં લ્હોવાની :
સ્વામી સાથે નહિ રોવાની –
.                          દારા એની એ !”

– કાન્ત

ગઈકાલે આપણે અંજની ગીત વિશે જાણ્યું. આજે આ કાવ્યના ગુજરાતીમાં પ્રણેતા ગણાતા કવિ કાન્તનું એક અંજની ગીત.  અસલ અંજની ગીત માત્ર બે જ ચરણનું હતું જેમાં નિરવધિ વિયોગની નિરાશા પ્રગટ થાય છે. પાછળથી કવિ કાન્તે ધર્મપરિવર્તન કર્યું અને સ્વર્ગમાં ફરી મળવાની આશા પ્રગટ કરતા બીજા બે ફકરા એમાં ઊમેર્યા.  જો કે વિદ્વાનોને પાછળથી ઉમેરેલા પદમાં કવિતા બગડી હોવાનું અનુભવાયું છે. (સૌજન્ય: શ્રી ચન્દ્રકાન્ત શેઠ સંપાદિત ‘કાન્તનો પૂર્વાલાપ’)

લયસ્તરોના વાચકો માટે ફૂદડી મૂકીને મૂળ અને નવા- એમ બંને પાઠ અહીં રજૂ કર્યા છે.

*
વિપ્રયોગ = સ્વજન કે પ્રિયજનનો સહવાસ નહિ તે; વિયોગ; વિખૂટા પડવું તે; વિપ્રલંભ
દારા = પત્ની
જ્યોત્સ્ના = ચાંદની, એ નામની ચંદ્રની એક કળા (અમૃતા, માનદા, પૃષા, તુષ્ટિ, પુષ્ટિ, રતિ, ધૃતિ, શશિની, ચંદ્રિકા, કાંતિ, જ્યોત્સ્ના, શ્રી, પ્રીતિ, અંગદા, પૂર્ણા ને પૂર્ણામૃતા એ ચંદ્રની સોળ કલા છે)

2 Comments »

 1. pragnaju said,

  November 12, 2011 @ 5:47 am

  મધુરું અંજની ગીત
  संयोगो विप्रयोगश्च साहचर्यं विरोधिता।

  अर्थ: प्रकरणं लिङ्गं शब्दस्यान्यस्य सन्निधि:।।

  सामर्थ्यमौचिती देश: कालो व्यक्ति: स्वरोदय।

  शब्दार्थस्यानवच्छेदे विशेषस्मृतिहेतव:।।

  भूयो यथा में जननांतरेस्पि त्वमेव भर्ता न च विप्रयोग:॥ सीता की सहिष्णुता का वर्णन करते हुए कालिदास ने कहा है-. सीतां हित्वा दशमुखरिपुर्नोपयेमे यदन्यां तस्या एव प्रतिकृतसखो यत्क्रतूनाजहार।વિપ્રયોગ ભાવાત્મક સ્વરૂપનો અનુભવ, તે પ્રભુ પ્રેમની સર્વોત્કૃષ્ટ અવસ્થા છે. એ ચરમ પુરૂષાર્થ રૂપ છે. પુષ્ટિ ફલથી આ પૂરૂષાર્થ ઉંચો મનાયો છે. આ અવસ્થામાં ભક્ત પોતાના હૃદયાકાશમાં પ્રભુની અનંત લીલાઓનો અનુભવ ભાવ દ્વારા કરી શકે છે. અહીં રસાત્મક ભાવ જ મુખ્ય છે. પછી તેને બહાર પ્રભુના સ્વરૂપ કે લીલાની પણ અપેક્ષા રહેતી નથી. સર્વથી એ નિરપેક્ષ બને છે. કારણ કે વિપ્રયોગ ભાવાત્મક સ્વરૂપ શ્રીવલ્લભનું જ મધુર તાપાત્મક સુધા સ્વરૂપ છે. સુધા જ આધાર અને આધેય છે. આનું નામ જ સ્વતંત્ર પુષ્ટિ ભક્તિ, સર્વાત્મભાવની સિદ્ધિ, ફલરૂપ નિરોધનું સ્વરૂપ. ભગવાન અને ભગવાનના પરમ પ્રિય ભક્તોનાં સુખમાં જ પોતાનું સુખ આ પુષ્ટિનો શિખર સિદ્ધાંત. તત્સુખ ભાવ આવા દાસ્યભાવ અને દીનતાથી શ્રીવલ્લભની કૃપા થાય છે. એ જ પરમ ફલરૂપ, જે પ્રાપ્ત કર્યા પછી શેષ કશું જ પ્રાપ્ત કરવું પડતું નથી. આ અવસ્થા શ્રીવલ્લભ વરણીય વિપ્રયોગ ભાવવાળા જનોની છે.
  “છે ત્યારે એ ત્યાં જોવાની :
  આંખડલી એ ત્યાં લ્હોવાની :
  સ્વામી સાથે નહિ રોવાની –
  . દારા એની એ !”
  અ દ ભૂ ત
  આંખ બીડી ચિંતન કરતા પ્રેમની હળવી કસક …અનુભૂતિ કેવી રીતે વર્ણવાય?

 2. Deval said,

  November 12, 2011 @ 10:09 am

  @Vivek sir: mane to bau aghari laagi aa rachana !! 🙁

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment