વર્ષો પુરાણા પત્રોના અર્થો મટી ગયા
કાગળ રહી ગયા અને અક્ષર રહી ગયા
ભરત વિંઝુડા

ગઝલ – હરદ્વાર ગોસ્વામી

દોસ્ત, સૌના આભનો આવી રીતે થાતો મરો,
સૌને સૌના સૂર્યનો કરવો પડે છે ખરખરો.

આવી છે જ્યાં પર્વતાઈ આ સમંદરમાં જરા,
ચૂપ થયા ઝરણા બધા, જાણે ઉભા છે પથ્થરો.

આપણે ક્યારેય પણ જેને મળ્યા ના હોય, ને-
આપણામાં રાત-દિન એના વિશે મુશાયરો.

જિંદગીભર આપની શાહી વિશે અક્ષર બનું,
સાવ કોરા કાગળે જીવી બતાવો સાક્ષરો.

એ પછી સૌ ધારણામાં તું હશે ‘હરદ્વાર’ પણ,
સૌ પ્રથમ હોવા વિશેની ધારણા પૂરી કરો.

– હરદ્વાર ગોસ્વામી

ભીતરમાં થતો મુશાયરો અને કોરા કાગળે જીવી બતાવતા સાક્ષરો… મસ્ત-મજાની ગઝલ !

5 Comments »

 1. Rina said,

  November 5, 2011 @ 12:30 am

  આપણે ક્યારેય પણ જેને મળ્યા ના હોય, ને-
  આપણામાં રાત-દિન એના વિશે મુશાયરો.

  જિંદગીભર આપની શાહી વિશે અક્ષર બનું,
  સાવ કોરા કાગળે જીવી બતાવો સાક્ષરો……વાહ…

 2. વિવેક said,

  November 5, 2011 @ 2:01 am

  સુંદર ગઝલ.. બધા જ શેર મજેદાર…

 3. Anal Shah said,

  November 5, 2011 @ 10:34 am

  કેવુ પડે ભૈ… કેવુ પડે

 4. sudhir patel said,

  November 5, 2011 @ 2:49 pm

  કવિ-મિત્ર હરદ્વારની મસ્ત ગઝલ ફરી અહીં માણવાની મજા આવી!
  સુધીર પટેલ.

 5. P Shah said,

  November 6, 2011 @ 6:24 am

  સૌ પ્રથમ હોવા વિશેની ધારણા પૂરી કરો…

  સુંદર ગઝલ !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment