એ જ લોકો આખરે ફાવી ગયા
જે સમયસર બીજને વાવી ગયા
હિતેન આનંદપરા

રાજેન્દ્ર શાહ

પીળી છે પાંદડી ને કાળવો છ બાજરો
સોહ્ય છે રે ઝાઝો સવારથીય સાંજરો

ઝાકળિયે બેસું હું તોય રે બપોર લાગે
આસો તે માસના અકારા,
આવડા અધિકડા ન વીત્યા વૈશાખના
આંબાની ડાળ ઝૂલનારા;
હું તો
અંજવાળી રાતનો માણું ઉજાગરો
પીળી છે પાંદડી ને કાળવો છ બાજરો.

કોસના તે પાણીના ઢાળિયાનું વ્હેણ મને
લાગે કાલિંદરી જેવું,
આંબલીની છાંય તે કદંબની જણાય મારા
મનનું તોફાન કોને કે’વું ?
મેં તો
દીઠો રાધાની સંગ ખેલતો સાંવરો :
પીળી છે પાંદડી ને કાળવો છ બાજરો.

 

મધમીઠાં શબ્દો મઢ્યું મનોરમ ગીત……આવા સુંદર ગરબાઓ કોણ જાણે ક્યાં ખોવાઈ જાય છે નવરાત્રિની ભીડ-ભાડમાં !

8 Comments »

 1. neerja said,

  October 3, 2011 @ 12:59 am

  too good

 2. kishoremodi said,

  October 3, 2011 @ 8:29 am

  સમયને અનુરૂપ સુંદર ગરબો

 3. maya shah said,

  October 3, 2011 @ 8:56 am

  ખુબ સુન્દર્. મને બહુ ગમ્યુ.

 4. વિવેક said,

  October 3, 2011 @ 9:40 am

  આપણી પ્રદુષિત નવરાત્રિઓમાં આવા ગરબાને કદી સ્થાન મળી પણ ન શકે…

 5. divya parekh said,

  October 3, 2011 @ 10:05 am

  ક્યારેય ન માણ્યું હોય એવું સુન્દર..

 6. ધવલ said,

  October 3, 2011 @ 9:47 pm

  ઝાકળિયે બેસું હું તોય રે બપોર લાગે
  આસો તે માસના અકારા,
  આવડા અધિકડા ન વીત્યા વૈશાખના
  આંબાની ડાળ ઝૂલનારા;
  હું તો
  અંજવાળી રાતનો માણું ઉજાગરો
  પીળી છે પાંદડી ને કાળવો છ બાજરો

  – વાહ !

 7. pragnaju said,

  October 4, 2011 @ 9:32 am

  ખૂબ સ રસ
  મેં તો
  દીઠો રાધાની સંગ ખેલતો સાંવરો :
  પીળી છે પાંદડી ને કાળવો છ બાજરો.
  સુંદર

  રાધા કાના સંગે રાસ રમંતી
  મધુવનમાંહી હસી ઘેલી ખેલતી
  ચાંદનીમાં ભાન ભૂલી—–કે નયનોએ કાન નિરખ્યા

 8. Dhruti Modi said,

  October 4, 2011 @ 4:07 pm

  ખૂબ સરસ ગીત.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment