અમે પણ તને માનશું ઉમ્રભર,
કદી તું ય સાકાર થૈ વાત કર !
સુધીર પટેલ

(કિતાબ) – અમૃતા પ્રીતમ

ધરતી – ખૂબ સુંદર કિતાબ
ચાંદસૂરજના પૂંઠાંવાળી
પણ હે ખુદા આ દુઃખ, ભૂખ, ભય અને ગુલામી
આ તારી ઈબારત છે ?
કે છાપભૂલો ?

– અમૃતા પ્રીતમ (અનુ. કલ્લોલિની હઝરત)

આ સવાલનો જવાબ કોઈ ધર્મ પણ બરાબર આપી શકતો નથી. કોઈ બાળકને વિના કારણ પીડાતુ જુઓ તો એક ઘડી તો શ્રદ્ધા કોરે મૂકી કહેવાઈ જ જાય છે – આવું કેમ ?

(ઈબારત=લેખ)

9 Comments »

 1. મીના છેડા said,

  June 6, 2011 @ 4:59 am

  આવું કેમ ?

  જ્યાં સુધી આપણે દરેક આ સવાલનો જવાબ જાતે જ નહીં બનીએ… આ સવાલ દરેક પેઢીને વારસામાં મળતો રહેશે…. નક્કર કામ કરવા જ રહ્યા…

 2. rajnikant shah said,

  June 6, 2011 @ 5:15 am

  આ તારી ઈબારત છે ?
  કે છાપભૂલો ?

  આવું કેમ ?

 3. pragnaju said,

  June 6, 2011 @ 7:07 am

  અમૃતાએ પ્રેમને સર્વસ્વ ગણીને જીવેલી જીંદગી ના અનુભવવાણી !
  ત્યારે આવી પંક્તીઓ લખાય
  ખુદા આ દુઃખ, ભૂખ, ભય અને ગુલામી
  આ તારી ઈબારત છે ?
  યાદ આવે ઇબારતની કચમચાવી કાઢતી પંક્તી
  આજે જાણે બધા કૈદો બની ગયા,
  સૌંદર્ય અને પ્રેમના ચોર.
  હું ક્યાંથી શોધી લાવું
  બીજો એક વારિસશાહ ?

 4. Kalpana said,

  June 6, 2011 @ 7:21 am

  છાપભૂલો શાની?
  ખૂદાના દરબારમા બધુ વ્યવસ્થિત છે. આપણામા જ ખામી છે. દુઃખ, ભૂખ ભય અને ગુલામી આપણે જ ઉભા કર્યા છે. સુખ, દુઃખને ઓળખવામા, સ્વાદની ભાઁજગડમા પડીને અને ખોરાકની અકુદરતી અછત ઊભી કરીને, અવિશ્વાસ અને દગાના ખેલ ખેલીને ભય ઉભો કરીને, બીજા પર હક જમાવી આપણી વિચારસરણીને અનુસરવા માટે મજબૂર કરીને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ગુલામી લાદીને ભૂલ છાપ ના નામે આપણે મનને છેતરવાનો નિષ્ફળ પ્રયત્ન કરીએ છીએ.

  આવુઁ કેમ પૂછતા પહેલા જે આપણી આસપાસ છે, એ કુદરતને ખોળે બેસી ઝાઁખીએ. વડીલો, અભ્યાસીઓની, વાતો સમજવાનો પ્રયત્ન કરીએ.

  જન્મજાત તન કે મનના રોગી, ભૂખને સઁતોષવાની ક્ષમતા ન ધરાવતા, ગુલામ તરીકે જન્મેલા છે એને ઉદ્દેશીને આ કવિતા લખાઈ છે. ત્યાઁ પણ ભૂલ છાપ હોય એ માનવા મન તૈયાર થતુઁ નથી, પણ પ્રશ્ન જરૂર થાય, “આવુઁ કેમ?” કેમકે નાનામા નાનુ જીનેતિક અવતરણ જેવુઁ કે બરફનો ફોરો, એનો માઇક્રોસ્કોપમા જોતા આકાર કેટલો સુન્દર અને વ્યવસ્થિતછે! તો આ જગતનો નિયન્તા આવી આપણે ધારીએ છીએ એવી ભૂલ કરે ખરો?

 5. જયેન્દ્ર ઠાકર said,

  June 6, 2011 @ 8:51 am

  ખુદાએ તો આપણને કોરી કિતાબ આપી હતી….આ બધા છબેડા આપણે જ કર્યા છે!!

 6. Girish Parikh said,

  June 6, 2011 @ 3:46 pm

  શિકાગો લેન્ડમાં ગુજરાતી ભાષા વૈભવ
  નીચેનો અહેવાલ અને પ્રતિભાવો વાંચવા વિનંતી કરું છું:
  http://kavyadhara.com/?p=2648#comments

 7. Girish Parikh said,

  June 7, 2011 @ 10:23 am

  ઉપરની કોમેન્ટ ભૂલથી પોસ્ટ થઈ છે.

 8. DHRUTI MODI said,

  June 7, 2011 @ 4:44 pm

  સુંદર અછાંદસ.

 9. Lata J Hirani said,

  June 8, 2011 @ 8:03 am

  કોઇ દેખીતા કારણ વગર કોઇનુ સુખ અને કોઇનુ દુખ જોઇઍ ત્યારે કર્મફળ અને જન્મોજન્મની થીઅરીમાઁ ચોક્કસ શ્રદ્દ્ધા બેસે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment