ભૂલો પડે ના કાફલો મારી તલાશમાં
હું એટલે જોડાઈ ગયો છું પ્રવાસમાં
રિષભ મહેતા

ગઝલ – ગુંજન ગાંધી

તો અને ત્યારે નકામી થાય છે,
જિંદગી તારા વગર જો જાય છે.

એટલે તો પંખીઓ ઊડ્યાં નહીં,
વૃક્ષનુ મન રાતનું કચવાય છે.

મોજ કરવાની ગમે દરિયા તને,
નાવને તારી જ ચિંતા થાય છે.

તું ભલે હથિયાર માફક વાપરે,
આમ એને લાગણી કહેવાય છે.

તું કહે છે એકદમ ખાલી ને ખમ,
તો પછી આ રોજ શું વપરાય છે?

છેક પહોંચીને પછી પાછા વળ્યા,
ટોચ પર તો શ્વાસ બહુ રુંધાય છે.

– ગુંજન ગાંધી

ઇન્ટરનેટના માધ્યમથી આગળ આવેલા કેટલાક કવિઓમાં ગુંજન ગાંધી પણ એક મોખરાનું નામ છે. ગુજરાતી સાહિત્યિક સામયિકોમાં આ નામ આજ-કાલ અવારનવાર નજરે ચડતું રહે છે. ગુંજનની ગઝલો એના કલ્પનની મૌલિક્તાના કારણે અન્ય ગઝલોથી અલગ પડી આવતી જણાય છે. ‘ઇમોશનલ બ્લેક્મેલિંગ’ની પરિભાવના એ લાગણીના હથિયારવાળા શેરમાં કેવી સરસ રીતે ઉજાગર કરી શક્યા છે!

21 Comments »

 1. Satish Dholakia said,

  June 24, 2011 @ 4:13 am

  ગુન્જન જોશિ મારા માટે નવુ નામ કહિ શકાય. અભિનન્દન.

 2. Bhaumik said,

  June 24, 2011 @ 5:11 am

  તું કહે છે એકદમ ખાલી ને ખમ,
  તો પછી આ રોજ શું વપરાય છે?

  છેક પહોંચીને પછી પાછા વળ્યા,
  ટોચ પર તો શ્વાસ બહુ રુંધાય છે.

  ખરેખર ખુબજ સરસ લગી તમારી રચના. અભિનનદન

 3. mita parekh said,

  June 24, 2011 @ 7:02 am

  very simpel but affective words, 2 gud.i wish, plz give more.

 4. Devika Dhruva said,

  June 24, 2011 @ 8:04 am

  સરસ ગઝલ.

 5. jigar joshi 'prem' said,

  June 24, 2011 @ 9:31 am

  તું ભલે હથિયાર માફક વાપરે,
  આમ એને લાગણી કહેવાય છે.
  છેક પહોંચીને પછી પાછા વળ્યા,
  ટોચ પર તો શ્વાસ બહુ રુંધાય છે.

  આ બે શેર તો બહુ જ ઉમદા થયા છે…વાહ

 6. Rakesh shah said,

  June 24, 2011 @ 9:47 am

  SARAS ABHIVYAKTI!

 7. વિવેક said,

  June 24, 2011 @ 10:07 am

  ગુંજન ગાંધીની અન્ય ગઝલ આપ

  http://layastaro.com/?cat=375

  તથા

  http://www.gunjarav.com/

  પર માણી શક્શો.

 8. ઊર્મિ said,

  June 24, 2011 @ 10:33 am

  તું ભલે હથિયાર માફક વાપરે,
  આમ એને લાગણી કહેવાય છે.

  આ શેર વધુ ગમી ગયો… અભિનંદન ગુંજનભાઇ.

 9. DHRUTI MODI said,

  June 24, 2011 @ 3:47 pm

  સુંદર ગઝલ.

 10. Maheshchandra Naik said,

  June 24, 2011 @ 5:10 pm

  તું ભલે હથિયાર માફક વાપરે,
  આમ એને લાગણી કહેવાય છે……………
  આ વાતમા જ ગઝલની બધી વાત આવી જાય છે,
  સરસ વાત કહેવા માટે શ્રી ગુંજનભાઈને અભિનદન………………..
  આપનો આભાર………………..

 11. sudhir patel said,

  June 25, 2011 @ 1:00 am

  ખૂબ સુંદર ગઝલ!
  સુધીર પટેલ.

 12. દીપક પરમાર said,

  June 25, 2011 @ 1:25 am

  તું ભલે હથિયાર માફક વાપરે,
  આમ એને લાગણી કહેવાય છે

  વાહ!! ખુબજ સરસ…

 13. Taha Mansuri said,

  June 25, 2011 @ 2:25 am

  તું ભલે હથિયાર માફક વાપરે,
  આમ એને લાગણી કહેવાય છે

  જબરદ્સ્ત

 14. Gunjan Gandhi said,

  June 25, 2011 @ 3:35 am

  આભાર વિવેક, મારી ગઝલ તમારી સાઈટ દ્વારા વાચકો સુધી પહોંચાડવા માટે.

  તમામ કોમેન્ટ લખનાર મિત્રોનો આભાર..

 15. કિરણસિંહ ચૌહાણ said,

  June 25, 2011 @ 4:39 am

  બહુ જ બહુ જ બહુ જ સુંદર ગઝલ. અદભુત અંદાઝે બયાં.

 16. Pancham Shukla said,

  June 25, 2011 @ 5:04 am

  સરસ ગઝલ ગુંજનભાઈ. આ કોર્પોરેટ કવિની ગઝલો એમના મોડર્ન પૃથક્કરણ અને ડિકશનના જોરે નોખી તરી આવે છે.

 17. deepak trivedi said,

  June 25, 2011 @ 11:58 am

  તું ભલે હથિયાર માફક વાપરે,
  આમ એને લાગણી કહેવાય છે.
  છેક પહોંચીને પછી પાછા વળ્યા,
  ટોચ પર તો શ્વાસ બહુ રુંધાય છે.
  મને ખુબ ગમી …
  ———–દીપક ત્રિવેદી

 18. મીના છેડા said,

  June 26, 2011 @ 3:57 am

  વાહ!

 19. bhargavi said,

  June 26, 2011 @ 4:31 am

  ખુબ જ સરસ

 20. અનામી said,

  June 29, 2011 @ 3:17 pm

  વાહ…

 21. sneha patel - akshitarak said,

  March 13, 2012 @ 2:52 am

  તું ભલે હથિયાર માફક વાપરે,
  આમ એને લાગણી કહેવાય છે..ઃ).

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment