ઊંડા ઘા તો કૈંક સહ્યા પણ
જાન ગયો છે એક ઉઝરડે !
‘અમર’ પાલનપુરી

અસલ ઝુરાપો આલો – – ઊજમશી પરમાર.

વળી,દાખડો શીદને કરવો પળ બે પળનો-ઠાલો,
આલો તો આલો રે અમને અસલ ઝુરાપો આલો;
દુનિયા આખીથી નોખી આ અજબ સમી રટ લાગી!

ચપટી ચપટી તલસાટે તો ફૂટે એક-બે ટશિયા,
ઘા વ્હેવા દ્યો ધોધમાર,નહીં ખપતા ટેભા-બખિયા;
તણખા સાટે ઝાળ અમે તો ચાહી કરીને માગી.

અધકચરા આ હદડા જીવને રોજ કરાવે ફાકા,
ધરવ પામવા કાજે ખપતા અજંપ આખેઆખા;
લખત કરી સાચકલી સમજણ,ભલે કહો વરણાગી.

– ઊજમશી પરમાર.

અભિવ્યક્તિ નું નાવીન્ય આ ખાસ્સા એવા ખેડાઈ ગયેલા આ વિષયને એક નવી જ તાજગી આપે છે.

2 Comments »

 1. pragnaju said,

  May 1, 2011 @ 6:46 am

  સુંદર ગીત
  ચપટી ચપટી તલસાટે તો ફૂટે એક-બે ટશિયા,
  ઘા વ્હેવા દ્યો ધોધમાર,નહીં ખપતા ટેભા-બખિયા;
  તણખા સાટે ઝાળ અમે તો ચાહી કરીને માગી.
  બહુ સરસ અભિવ્યક્તી
  યાદ્
  વરસ્યા કરીને ય તરસ્યા કરીએ.દૂર રહીને ય સ્પર્શ્યા કરીએ..

  વણબોલાયેલી વાતે ય મલક્યા કરીએ.આછેરી ઝલક માટે ય ઝુર્યા કરીએ..

  આંખ વાટે નીર બનીને ય વહ્યા કરીએ..

 2. DHRUTI MODI said,

  May 2, 2011 @ 4:14 pm

  સુંદર મઝાનું ગીત. ઝુરાપાને કવિઍ સાંગોપાંગ શબ્દઓ દ્વારા રજૂ કર્યો છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment