સેવી શકે, તો સંતની કોટિને પામશે;
જે શબ્દ વેડફે છે તું વાણી-વિલાસમાં !
અમિત વ્યાસ

હવે – કિશોર શાહ

મેં એની પાસે
ગોવર્ધન જેટલું સુખ
અને
ટચલી આંગળી જેટલું દુ:ખ માંગ્યું.
મારા કહેવામાં
કે
એના સમજવામાં
કદાચ ભૂલ થઈ હોય
મેં કહ્યું તેનાથી અવળું જ થયું
હવે
હું નથી ભાર ઉપાડી શકતો
કે
નથી આંગળી કાપી શકતો.

– કિશોર શાહ

5 Comments »

 1. વિવેક said,

  January 16, 2007 @ 1:48 am

  સુંદર કવિતા… નાની અમથી શબ્દોની હેરફેરમાંથી કેટલું સુંદર કાવ્ય જડી આવ્યું… અને વાત પણ કેટલી સાચી અને વાસ્તવિક! સાચું કહું તો મને ઈર્ષ્યા પણ આવી…

 2. UrmiSaagar said,

  January 16, 2007 @ 3:17 pm

  અરે વાહ…. શુઁ કવિતા છે!!! ખરેખર ખુબ જ ગમી!!

 3. જય said,

  January 17, 2007 @ 1:25 am

  સાચે જ, બહુ સરસ કવિતા. અંગત જીવન માં પણ આ વસ્તુ ઘણી વખત સાચી પડતી જણાય છે. એટલે જ યાદ આવી જાય છે, “અરે પ્રારબ્ધ તો ઘેલુ, રહે છે દૂર માંગેતો
  ન માંગે દોડતુ આવે, ન વિશ્વાસે કદી રહેજે” -બાલાશંકર કંથારીયા. બસ, પતંગ ની જેમ આપણે પણ કપાઈને આનંદ ની છોળો ઉડાવીએ. દુનિયાભર માં બધાં જ આવી છોળો ઉડાવે તો ક્દાચ આપણે બધાં ‘સુખ નામ ના પ્રદેશ’ નો અનુભવ કરતાં હોઈશું,નહિ? જય

 4. સુરેશ જાની said,

  January 18, 2007 @ 12:53 pm

  ભાવની સરસ અભિવ્યક્તિ

 5. sagarika said,

  March 20, 2007 @ 12:12 pm

  વાહ, સાવ સીધા સાદા શબ્દો માં શું રચના કરી દીધી……!!!!.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment